________________
૨૩૬
ધર્મિલકુમાર રાસ
ઢાળ ત્રીજી
(મારી આંબાના વડ હેઠ ભર્યાં, સરોવર લેહેર્યો છે રે...એ દેશી) ચંપાનગરી ઉપકંઠ, વહે ગંગા નદી વેગળી રે; શિવ-શંકર મોટુ નામ, જાણી છાંની રાંગે હલી રે; ભવભ્રાંત ભવાની ભીત, પ્રીતે જટામાંહે સાંકલી રે; હર સંગ જટા મેં ગંગ, રંગ અનંગ રસ શું મલી રે.....૧/ ચંપા ચંપક વન જોય. નંદનહારી મેરૂ વસે રે,......એઆંકણી. પણ ભંડશી ચાલ પ્રચંડ, ઉદ્દંડ રેહેતો તોફાનમેં રે, નિત્ય ભસ્મ લગાવે દેહ, ગેહ કરે સમશાનમેં રે,
રંગ ભોગ મેં હોત વિજોગ, શોક ભરે દિન કાઢતી રે; ભામા નિર્બલે ભરતાર, પેટ બલે પિંડ પાડતી રે,...ચંપા...॥૨॥ એક ભિલ્લુડી પૂંઠે ધાય, નિર્લજ્જ રૂદ્ર વલગો જઈ રે; તે દેખી ગંગા નાર, શોક ભરે વિલખી થઈ રે; સુરસદ્મ પદ્મ દ્રહમાંહે, ઝંપા કરી ફરી અવતરી રે, ધરી દેહ નદી નિજ નામ, કાર્મે હિમાચલ ઉતરી રે....ચંપા... કરી સિંધુ સખીને શાન, બહુલ સાહેલીયે પરિવરી રે, જલધિવર વરવા હેત, ચંપા મારગ સંચરી રે; નિજ જોબન મદ ઉન્માદ, જલ કલ્લોલે કરી ખેલતી રે, હંસજુગલ કરે જલકેલી પોપટમેના જલ ઝીલતી રે....ચંપા...૪ પરદેશી ઘણા નરનાર, તીર્થ લહી જલ ન્હાવતાં રે. મલી મેલે સહીયર સાથ, પ્રેમ ભરે ગુણ ગાવતાં રે, પાસે ચંપક વન એક, વૃક્ષ અનેક ચંદન તણા રે, ફલ દાડિમ દ્રાખ રસાલ, લિંબ કદંબ ફણસાં ઘણાં રે,...ચંપા... પા જાંબુ રાયણ અંજીર નારંગીને સીતાફલી રે; રામ જામ તિલક હીંતાલ, સાલ રસાલ લિંબુ વલી રે;
બહુ ચંપક વૃક્ષ અશોક, શીતલ જેહની છાંયડી રે; મધુરાં વનિર્મલ નીચે. કૂપ સરોવર વાવડી રે....ચંપા...॥૬॥ સહકાર તરૂને ડાલ, કોયલ બેઠી ટહુકા કરે રે; કમલા વિમલાને કુમાર, હર્ષ ભરે તિહાં ઊતરે રે,