________________
ખંડ - ૪ : ઢાળ - ૩
૨૩૫
છે. હે રાજન્ ! અમે અહીં ઘણું જ રહ્યા. તમે પણ અમારી ઘણી ભક્તિ કરી છે. હે મહારાજા ! અમને હવે રજા આપો. અમે હવે પરદેશ જવા ઇચ્છીએ છીએ. ///કુમારની વાત સાંભળી અજિતસેન કહે છે. હે કુંવર ! હે મારા પરમ કલ્યાણ મિત્ર ! તમારો અમારી ઉપર મહાન ઉપકાર છે. તે ભુલાય તેમ નથી. અહીંયાં આટલા દિન સાથે રહ્યા. તો તે દિન કેટલા જલ્દી ચાલ્યા ગયા. ખબર ન પડી. જવાની રજા માંગો છો, તો તમારો વિરહ અમને ઘણો વસમો લાગે છે. તમારો વિયોગ કેમે કરી સહી શકાય તેમ નથી. પણ કહેવાય છે કે “પરદેશીની પ્રીત શી ?” તે પ્રીત તો દુઃખદાયી છે. રા.
વિદેશી-પરદેશી એવા તમારી સાથે મેં પ્રીત કરી પણ હે કુંવર ! તું ક્યારેય પરદેશીની સાથે પ્રીત ન કરતો. કારણ કે પરદેશી પોતાનું કાર્ય પતે એટલે જવાની વાત કરે. હાથ ઊંચો કરીને “આવજો, આવજો” કહે. એટલું કહી ઊભી વાટે ઘોડો દોડાવી મૂકે છે. ૩. વળી રાજા આગળ વાત કરે છે તે કુમાર ! સજ્જન સાથેની પ્રીતડી છાની ક્યારેય રહેતી નથી. જે ભૂમિ ઉપર કસ્તૂરી પડી હોય તેની સુગંધ ચારે બાજુ મહેકી ઊઠે છે. તેની જેમ સજ્જનનો સ્નેહ પણ ચોતરફ પ્રસરી રહે છે. જો - એક જણ “સર્જન” “સજ્જન” નો જાપ કરે છે અને સામે સજ્જનનું ચિત્ત તો કાંઈ જુદું જ હોય છે. અર્થાત્ જાપ કરનારનું ચિત્ત સર્જનમાં ખોવાઈ જાય છે. સજજન સાથે પ્રીત કરનાર તેને જ પોતાનાં પ્રાણ માને છે. તેથી તે સજ્જનનો મનથી જાપ કરનાર વ્યક્તિ દેશમાં હોય કે પરદેશ પણ તેને બંને સરખાં છે. અહીં હોય કે પરદેશ હોય પણ સજ્જન તેને મનથી પોતાની પાસે જ માને છે. |/પા તારા જેવા સજ્જન પુરુષો અમને છોડીને જાય પણ ગુણ (સ્નેહ) તો અહીં મૂકીને જાય છે. અહીંયાં - એટલે અમારા અંતરમાં જ મૂકતા જાય છે. સજ્જનના વિયોગે બળતા એવા અંતરમાં તે સ્નેહ દ્વારા ધૂમાડા નીકળે છે. પણ એની જવાળાઓ બહાર દેખાતી નથી. કે જે કોઈ તેને શાંત કરી શકે. llી.
હે ભાગ્યશાળી ! આ પૃથ્વીને વિષે લીમડાનાં વૃક્ષો ઘણાં જોવા મળે છે. પણ ચંદનનાં વૃક્ષ તો કોઈક જગ્યાએ જ હોય છે. આ પૃથ્વી તો પાષાણથી ભરેલી છે. પણ મણિ તો કોઈક (ખાણમાં) જગ્યાએ જ મળી આવે છે. તેથી - કાગડાનો “કા’ ‘કા” અવાજ હંમેશાં સાંભળવા મળે છે. પણ કોયલનો મીઠો અવાજ - રણકાર, સાંભળવા તો ચૈત્ર મહિને મળે છે. આ જગતમાં દુર્જનનાં ટોળાં ઘણાં મળે છે, પણ સજ્જન તો કોઈક વિરલા જોવા મળે છે. ll૮ll | માર્ગે જતાં એવા તમે તો અમારી ઉપર ઘણો ઉપકાર કર્યો છે. પણ વટેમાર્ગ પરદેશીને અમારે ઘરે કેટલું રાખી શકાય? જવું છે તમારે તો હું કેટલું રાખી શકું? અર્થાત્ તમારે અનેક કાર્યો આગળ ' હોય માટે ભલે જાવ પણ આપ જાવ છો તો અમને ભૂલતા નહીં. અમારી ઉપર સ્નેહ રાખજો. લો
ઉપકારોને યાદ કરતા અજિતસેન રાજાએ કુમારનું બહુમાન કરી વસ્ત્રો આભૂષણો ઘણાં આપ્યાં. આ પ્રમાણે સત્કાર કરતો રાજા વિદાય આપી રહ્યો છે. રથને તૈયાર કરીને બંને સ્ત્રીઓને રથમાં બેસાડી ધમિલ ચંપાનગરી તરફ નીકળ્યો. ૧૦ના
અજિતસેન રાજા તે સૌને વિદાય આપી પાછા ફર્યા. કુંવરે હવે આગળ રથને હંકાર્યો. યોગ્ય સમયે યોગ્ય સ્થાનોમાં રહેતાં રહેતાં અનુક્રમે ચંપાનગરીએ સૌ પહોંચી ગયાં. ચંપાનગરીની હદમાં આવી ગયાં. ll૧૧/l.