________________
૨૩૪
ધમ્મિલકુમાર રાસ
છે. જેથી તું મને વારંવાર સંભળાવે છે.” એમ કહી વિમળાએ મોં કટાણું કરી નાખ્યું. કમળાએ પણ આ કટુવચન સાંભળીને મૌન ધારણ કરી લીધું. II3II
ચોથા ખંડને વિષે આ સોહામણી એવી બીજી ઢાળ પૂર્ણ થઈ. કર્તાકારક શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે હવે ધમ્મિલકુમારનો પુણ્યનો ઉદય પ્રસર્યો છે અને ખુશી પણ અનુભવાશે. ।।૩૪|| ખંડ - ૪ : ઢાળ - ૨ સમાપ્ત -: દોહા :
સુખભર દિન કેતા રહ્યા, ભૂપની ભક્તિ વિશેષ; કુંવર કહે આપો ૨જા, જાવું અમ પરદેશ. ॥૧॥ અજિતસેન કહે કુંવરને, તુમ વિરહો ન ખમાય; પણ વૈદેશિક પ્રીતડી, અંતે છે દુઃખદાય ॥૨॥ પરદેશીશું પ્રીતડી, મેં કરી તું ન કરેશ; જાશે તુરીય કુદાવતો, ઊભી હાથ ધરેશ ॥૩॥ સજ્જનશુ જે પ્રીતડી, છાની તે ન રહાય; પરિમલ કસ્તૂરી તણો, મહીમાંહે મહકાય. ॥૪॥ સજ્જન સજ્જન એક જપે, એક સજ્જન ચિત્ત ચોર, માનત હૈ તસ જીવકું, એક ચિત્ત દોઉ ઠોર ॥૫॥ સજ્જન તો છોડી ચલે, પણ ગુણ મુકી જાય. અંતર ધૂંઆ નીકળે, બાહેર ઝાળ ન થાય. ॥૬॥ ભૂતલ લિંબાદિક ઘણા, પણ ચંદન કિહાં કોય; પાષાણે પૃથિવી ભરી, પણ મણિ કિંહા એક હોય ગ્રા પ્રતિદિન કિટારવ કરે, પણ ચૈત્રે પિક મીઠ, ખલ સંકુલ આ જગતમાં, વિરલા સજ્જન દીઠ ॥૮॥ પંઘશરે જાતાં થકાં, કેમ કરી રાખું ગેહ; તેણે મુઝને સંભારજ્યો, રાખી અવિહડ નેહ. ॥લા એમ કહી વસ્ત્રાભૂષણે બહુલ કરી સત્કાર; બેહું નારી રથણું સજી. નીકળીયા તેણી વાર. ॥૧૦॥ રાજા વોળાવી વળ્યા, કુંવર ચલંતા તામ;
ઠામ ઠામ રહેતા થકાં, પોહોતા ચંપા ગામ. ॥૧૧॥
હે ભાગ્યવાનો ! પુન્યનો ઉદય જ્યારે પ્રસરે છે ત્યારે અનેક પ્રકારનાં સુખો સામેથી દોડતાં આવે છે. ધમ્મિલકુમાર, કમળા, વિમળા-ત્રણેય અજિતસેન રાજાને ત્યાં સુખમાં દિવસો પસાર કરે છે. રાજા પણ મન મૂકીને ભક્તિ કરે છે. હવે ધમ્મિલકુમાર ચંપાનગરી તરફ જવામાટે રાજાની પાસે રજા માંગે