________________
ખંડ - ૪ : ઢાળ - ૨
૨૩૩
આવી. ભાઈ ભાભી તો ઘે૨ હતાં નહીં. ત્યાં બેઠેલા અજાણ્યા પુરુષને (ધૂતારાને) પૂછ્યું કે મારાં ભાઈભાભી ક્યાં ગયાં ? ॥૨૪॥
ઠગારો કહે “બોન ! શું વાત કરું ? શેઠને તો પોતાનો પુત્ર મરી ગયો છે. એટલે બધાની સાથે શેઠ-શેઠાણી સ્મશાને ગયાં છે. ભત્રીજાની વાત સાંભળી તેણી પણ રોતી રોતી સ્મશાન તરફ ભાઈભાભીની સામે જાય છે. આ બાજુ શેઠશેઠાણી કપડાં સહિત નદીમાં સ્નાન કરીને ભીનાં જ કપડે પોતાના ઘેર આવવા નીકળ્યાં. સામે જ નણંદી રડતી મળી. તેને રડતી જોઈને મદના ભાભી સમજ્યાં કે નણંદીને ત્યાં નક્કી કોઈનું મોત થયું લાગે છે. તેથી ભોજાઈ પણ રડવા લાગી. બંનેને રડતાં જોઈને (રસ્તામાં જ) શેઠે પણ મોટી પોક મૂકી. મોટે મોટેથી રડવા લાગી ગયો. ત્રણેને રડતાં જોઈને સ્વજન વર્ગ પણ ત્યાં આવી ચડ્યો. ।।૨૫ + ૨૬ ॥ સૌ રોતાં રોતાં ઘરે પહોંચ્યાં. ઘર પાસે મોટેથી રડતાં છાતી કૂટતાં હતાં. સ્વજનો પણ આશ્વાસન આપવા આવી ગયાં. બિછાનું પાથરીને સૌ બેઠાં. શેઠ-શેઠાણી ને નણંદી પણ રડતાં કંઈક શાંત થયાં. તે જ વખતે પેલો ઠગ-ધૂતારો શેઠની પાસે આવીને કહેવા લાગ્યો. “શેઠ મને દીનાર આપો. કેમ કે, મેં કેવી સરસ મઝાની કથા તમને કહી ?” ॥૨૭॥
શેઠ કહે છે “તેં વળી કથા કેવી કીધી ? જેથી હું તને દીનાર આપું ?” રીંગણું રંધાયાથી માંડીને રોતાં રોતાં સૌ મળ્યાં. ત્યાં સુધીનું વૃતાંત ઠગે કહી દીધું. બિછાને બેઠેલા સ્વજનો સહિત શેઠ વગેરે હસવા લાગ્યાં. મૂરખ બનેલા શેઠ હસતાં હસતાં કહે છે. “અલ્યા આવી કથા ?” “હા ! લાવો દીનાર.” શેઠે એક દીનાર લાવીને આપી દીધી. સ્વજનો સ્વસ્થાને ચાલ્યાં ગયાં. શેઠ ઘરમાં ગયો. વારંવાર આ વાત યાદ કરીને ઘરમાં પણ સૌ હસવા લાગ્યાં. ॥૨૮॥ આ કથા કહી વિમળસેના કમળાને કહે છે. “મા ? હું કંઈ એવી સ્ત્રી નથી કે ધૂતારાએ શેઠને જે કહ્યું તો તે શેઠે સાચું માની લીધું, તેમ હું સાચું માની લઉં. તારી વાત એમ હું માનવા તૈયાર નથી. આ ભિખારા સાથે પ્રીત ક૨વી તે વાત મને જરાયે રૂચતી નથી. સમજી લે. મા ! હું આ વાતને ક્યારેય સ્વીકારીશ નહી.” ત્યારે કમળા બોલી વિમળા ! પેલા નવ તપસ્વીની જેમ તું મૂર્ખા છે ॥૨૯લા
“નવ તપસ્વી મૂર્ખાની કથા”
પરદેશી નવ જણા તપસ્વી હતા. એક વાર નવે જણા નદીએ નહાવા ગયા. કાંઠે આવીને એક મૂર્ખા ગણવા લાગ્યો. એક-બે-ત્રણ...“અલ્યા આપણે નવ હતા. ને આઠ કેમ થયા ?’ નવમો બહાર આવ્યો નથી. ।।૩૦।। બીજો મૂર્ખા વળી બધાને ગણવા લાગ્યો. તો આઠ જ થાય. જે ગણે છે તેમાં પોતાની જાતને ગણે જ નહીં. બધાયે વારાફરતી ગણ્યા જ કરે. પોતાની જાતને ગણે નહીં. તેથી સંખ્યા આઠની આઠ જ થાય. તેથી બધાએ વિચાર્યું કે આપણામાંથી એક જણ મરણ પામ્યો છે. તેથી બધા ભેગા થઈને મોટી પોક મૂકી, અને રડવા લાગ્યા. ॥૩૧॥
રડતા જોઈને લોક ભેગું થયું અને પૂછવા લાગ્યા. કેમ ! રડો છો સૌ ? ભાઈ શું થયું ? ત્યારે કહે છે કે અમે નવ જણા ન્હાવા પડ્યા નદીમાં, તો હવે આઠ જણા છે. નવમો મળતો નથી. એક મરણ પામ્યો. ઊભેલા સહુ નવને જુએ છે. તે કહે છે કે “તમે નવ જણા તો છો. ક્યાં કોઈ મરણ પામ્યો છે ?” તો પણ તે મૂર્ખાઓ માનવા તૈયાર નથી. આ વાત કહીને કમળા બોલી. બેટા ! વિમળા ! બોલ ! તું તેઓની જેમ અજ્ઞાન કે અણસમજુ નથી ને ? જો સમજુ અને ડાહી હોય તો મારી વાત માની જા. ।૩૨।। વિમળા કહેવા લાગી. “મા ! મા ! તને તેના તરફથી કંઈક મળ્યું લાગે છે. હા ! હા ! તને કંઈક લાંચ આપી લાગે