________________
૨૩૨
ધમિલકુમાર રાસ
મોટા આડંબરથી, ઘણા માનથી ત્રણેય જણાં રાજાના મંદિરે આવ્યાં. સ્ત્રીવર્ગ ગીત ગાઈ રહ્યો છે. રાજાએ ધમિલ વગેરેને બહુમાન આદરપૂર્વક પોતાના ઘરે પધરાવ્યાં. અને રાજરસોડે રસવતી (રસોઈ બનાવીને, સારાં ભોજન કરાવ્યાં. ઉપર પાનબીડાં આપ્યાં. //પા અવસર પામીને કમળસેના વિમળાને કહે છે. જો બેટા ! સાંભળ! ખરેખર આ મહાભાગ્યશાળી એવો નર મળ્યો છે. જો તું સમજી જાય તો હું માનું કે તારો જન્મારો સફળ થઈ જશે. ./૧૬ની
કમળસેનાનું વચન સાંભળી, જેમ કડવા ઔષધનાં પાન કરવાથી મુખ મચકોડાય, તેમ મુખ મચકોડતી વિમલસેના બોલી. “મા ! મને તું આ ધમિલની વાતે વારંવાર ભોળવે છે. હોં ! પણ હું ભોળવાઇશ નહીં. મા ! સાંભળ! પેલો ધૂતારો, ધનશેઠને જુદી જુદી કથાવાર્તા કહીને રીઝવતો હતો. તેવી રીતે તું મને વારંવાર શીખામણ આપે છે. મારે તારી શિખામણ સાંભળવી નથી.” ૧છા વળતું કમળા કહેવા લાગી કે “બેટી ! એ ધનશેઠની વળી શી વાત છે? તે મને કહે.” અને વિમળા ધનશેઠની કથા કહેવા લાગી.
ધનશેઠ અને ધૂતારાની કથા ઉજેણી નગરીમાં ધન નામે શેઠ રહેતો હતો. મોટો વ્યાપારી હતો. લખલૂંટ સંપત્તિનો માલિક હતો. તેને પોતાના જીવનમાં જુદી જુદી કથા સાંભળવાનો મોટો રસ હતો. આ વાતની એક ધૂતારાને ખબર પડી. તે શેઠને ઘેર પહોંચી ગયો. એક કથા કહે તો શેઠ એક દીનાર આપતા. ધૂતારાએ વાત ઉપજાવી નાખીને કહેવા લાગ્યો. “શેઠ! આજે ચૌટામાં ગયો હતો. તો ત્યાં આગળ દશમણનું રીંગણું રાંધતો એક માણસને જોયો. શેઠ! એ જોવા જેવું છે.” I૧૮ + ૧૯
કૌતુકપ્રિય શેઠ આ વાત સાંભળીને આશ્ચર્ય પામ્યા. ધૂતારાને કહે છે “ભાઈ ! તું બેસ! હું ચૌટામાં જઈને જોઈને આવું.” શેઠ તો ઉતાવળા ઉતાવળા ચૌટામાં પહોંચી ગયા. કૂવેથી પાણી ભરીને શેઠની પત્ની મદના ચૌટામાં થઈને ઘેર આવી રહી હતી. તેણે દૂરથી શેઠને જોયા. બેડું માથે હોવાથી તે સીધી જ ઘરે આવી ગઈ. ઘેર ઠગ-ધૂતારો બેઠો હતો. સીધું જ ઠગને પૂછ્યું. “શેઠ ક્યાં ગયા?” ||૨૦ળી ત્યારે ઠગ (બનાવટી વાત બનાવીને વળી આગળ) કહેવા લાગ્યો. “બેન ! કોઈ રંભા સરખી એક સ્ત્રીની સાથે તમારા સ્વામી દરરોજ મોજમઝા ઉડાવે છે. શું તમને ખબર નથી ! મને હમણાં જ તંબોલ આપી, અને આ ઘર સોંપીને ચૌટે ગયાં છે.” ૨૧
આ ઠગ-ધૂતારાની વાત સાંભળીને શેઠપત્ની મદના ઘણી ગુસ્સે ભરાઈ. માથા ઉપરનું બેડું સીધું જ નાખી દીધું. ઘા કરીને વળી પાછી ઉતાવળી ઉતાવળી ચૌટામાં પહોંચી ગઈ. શેઠ જ્યાં ઊભા હતા. ત્યાં જઈને શેઠને ગળે વળગી પડી. ને કહેવા લાગી. //રરા “રે ! મારી આંખોમાં ધૂળ નાંખીને તું અહીં તારી સગલીને, તારી વહાલીને મળવા આવ્યો? કેમ ! બોલ ! તે તારી મા! એ બૈરી ક્યાં ગઈ !” ગુસ્સામાં ગમે તેમ બોલતી પોતાની પત્નીને જોઈ શેઠ આભો બની ગયો. અને કહે છે “કેમ આજે તું આવું ગમે તેમ, બોલ્યા કરે છે? તું શું બોલે છે તે તને ભાન છે ખરું?” મદના બોલી - “હું તારું બધું ચરિત્ર સાંભળીને જ અહીં આવી છું. ચૌટા વચ્ચે પતિ-પત્નીનો મોટો ઝઘડો થઈ ગયો. લોક ઘણું ભેગું થઈ ગયું. ૨all
તેમની નજીકથી એક માતંગ (ભંગી) પુરુષ નીકળ્યો. ઝઘડતાં પતિ-પત્નીને તેણે છૂટાં પાડ્યાં. ભંગીના એક હાથમાં સાવરણો જોઈને બંને બોલ્યાં “રે ! અલ્યા તું અમને કેમ અડક્યો ! અમારે નહાવું પડશે.” બંને જણાં ત્યાંથી સીધાં નદીએ નહાવા ગયાં. એ જ અરસામાં શેઠની નાની બેન ભાઈને ઘેર