________________
ખંડ - ૪ : ઢાળ - ૨
૨૩૧
- તે સજ્જન વિનયકુશળ વિનયપૂર્વક ધમિલને કહે છે. “ખરેખર ! તમે તો મોટું આશ્ચર્ય સજર્યું છે. હે પરાક્રમી! તમે એકલા પડે રાત્રિએ ભિલ્લની સેનાને હડસેલી દીધી અને અર્જુનને પણ પરલોક પહોંચાડી દીધો. અહો તમારું સાહસ ! I૧ હે સ્વામી! અર્જુન સેનાપતિ ચોરની સાથે અમારા રાજાને દુશ્મનાવટ હતી અને તે ભયંકર ભિલ્લપતિને હણ્યો છે તમે, તે જાણીને મારા સ્વામી, અમારા રાજા ઘણા હર્ષ પામ્યા છે. રા.
હે આર્યપુત્ર! આપ સામે જે જોઈ રહ્યા છો તે અંજનગિરિ છે. ત્યાં અમારા અન્નદાતા અજિતસેન રાજા વસે છે. અને તે મોટા પલ્લીના સ્વામી છે. આall હર્ષ પામેલા અમારા સ્વામી, આપને અહીંયાં મળવા માટે સુભટો સાથે આવી રહ્યા છે. આ સમાચાર સંદેશો આપવા મને આગળ મોકલ્યો છે. ll૪ો.
ધમિલની સાથે વિનયકુશળ વાત કરી રહ્યો છે. ત્યારે સૈન્યથી પરિવરેલ અજિતસેન રાજા આવી પહોંચ્યા. પોતાની નજીક આવી રહેલ રાજાને જોઈને, વિશ્રામ કરતો ધમ્મિલ ઉઠીને, રાજા સામે જાય છે અને જ્યાં બંને ભેગા થયા ત્યાં વિનયીકુમાર રાજાના ચરણે નમ્યો. ચરણરજ માથે ચડાવી અને પ્રણામ ર્યા. //પા તે જં અવસરે રાજા પણ ધમિલને ભેટી પડ્યો. આલિંગન દઈને બંને જણા ઘણા હર્ષ પામ્યા. પલ્લિપતિ કહે છે કે “હે વત્સ ! હે ભાગ્યવંત! અમારા આંગણે આપ પધાર્યા. તે ઘણું સારું કર્યું. [૬]
હે સ્નેહી સજ્જન ! દુષ્ટ પલિપતિ અર્જુનનો આ પ્રદેશમાં ઘણો ભય હતો. વેપારાર્થે વા કોઈ કારણે પરદેશ ગયેલા લોકો પોતાના વતનમાં જતાં અહીં આ અર્જુન ચોર તેઓને લૂંટી લેતો હતો. જેની પાસે જે હોય તે સઘળું લઈ લેતો. Ifણા આવા અનેક પ્રકારના ત્રાસને કારણે લોકોએ આ રસ્તેથી જવા આવવાનું બંધ કરી દીધું. બીજા માર્ગેથી જવા લાગ્યા. તેમાં જો વટેમાર્ગુની સાથે પુત્રી હોય તો, તેના બાપને મારી નાંખતો. પુત્રીને પોતે હરણ કરી જતો. વળી આવાં ભયંકર પાપ કરીને પોતાની આજીવિકા ચલાવતો હતો. અમારી ઉપર ઘણો ષવાળો હતો. મારી પ્રજાને પણ ઘણો રંજાડતો હતો. અમે ઘણો પ્રયત્ન કર્યો પણ કેમેય પકડાતો નહોતો. [૮]
ઓ સાહસી! હવે નિર્ભય થઈને વટેમાર્ગુ સારી રીતે જઈ શકાય. તેવો ખુલ્લો માર્ગ તમે કર્યો. અને તેથી ઘણાના જાન પણ હવે બચશે. લોકો લૂંટાશે પણ નહિ. તેથી તમારો યશ-કીર્તિ તમારા સાહસથી - "ઘણી પ્રસરી છે. એકલા હાથે મહાપરાક્રમ કરીને અર્જુનને હણીને તમે એક મહાન આશ્ચર્ય સજર્યું છે. Iો રે બડભાગી ! “મારા વૈરીને તમે હણ્યો છે.” એ પ્રમાણે સાંભળીને હું તારી ઉપર ઘણો તુષ્ટમાન થયો છું અને હર્ષિત થઈને તારાં દર્શન કરવા હું અહીં દોડી આવ્યો છું../૧૦ના | હે વત્સ! તું ઘણો સાહસિક છે. તારો પુણ્યોદય પણ ઘણો દેખાય છે.” આ પ્રમાણે રાજાનું કહેવું સાંભળી ધમ્મિલ બોલ્યો.... “હે રાજન! એમાં મેં કંઈ કર્યું નથી. આ બધું મારા પરમ ઉપકારી ગુરુદેવના પ્રભાવે થયું છે. જે શક્તિ છે તે ગુરભક્તિથી મળી છે મેં આમાં કંઈ જ કર્યું નથી.” ||૧૧રાજા કહે છે “હે વત્સ ! આજ મારા મંદિરે પધારો ! મારું નગર પાવન કરો. જુઓ, તમને જોવા માટે મારી પ્રજા કેટલી ઉમટી છે.” આ પ્રમાણે બોલીને રાજાએ અશ્વરત્ન કુંવરની આગળ ધર્યો. //૧૨
અશ્વરત્ન (ઉત્તમ ઘોડા) ઉપર ધમિલ બેઠો ને આજુબાજુ ઘણા અસવારોથી પરિવરેલા રાજા અને સુભટો સાથે ચાલ્યા. કમલસેના રથમાં છે. આગળ વાજિંત્રોના નાદ સંભળાઈ રહ્યાં છે. ૧૩ી વિમળાને
માટે પાલખી આવી. પાલખીમાં બેઠેલી વિમળા તો અપ્સરાની જેમ શોભતી હતી. દાસીઓ બે બાજુ - ચામર ઢાળી રહી છે. બીજો પણ દાસીવર્ગ પાલખીની આસપાસ ચાલી રહ્યો છે. ૧૪ો.