________________
૨૩૦
ધર્મિલકુમાર રાસ
જોવા ગયો સુણી શેઠ, ધૂર્તને ઘર બેસારીને જી; પૂછે કુપોદક શીશ, કહે ઠગ મદના નારીને જી, રવા. રંભા સમી એક નાર, સાથે તુમ પિયુ ખેલતાજી; દેઈ મુજ તંબોલ, ઘર સોંપી ચહટે જતાં, l/૨૧ ઠગમુખની સુણી વાત, બેડું ફોડી ભૂતળે જી; મદના ચહુટા માંહી, શેઠને જઈ વળગી ગલે રર છાંટી કચરો ધૂળ, બોલે મા તુજ કિહાં ગઈ જી; કરતા વલગા ઝુમ, દંપતી બહુ રાંટી થઈ જી; ૨૩ll અડક્યો માતંગ ત્યાંહી. અભડાણા નદીએ ગયાજી; શેઠ તણી લઘુ બેહેન, આવી ઘેર ઠગ પુછીયાજી. // ૨૪ો. પુત્ર મૂઓ કહે ધૂર્ત, દંપતી સમશાને વલ્યાં; સા સુણી રોતી જાય. ભીને વચ્ચે બેહુ મળ્યાંજી. ૨પ નણદી રોતી દેખી, ભોજાઈ પણ રોઈ પડીજી; શેઠે મેહેલી પોક, સજર્જન વર્ગ આવ્યા ચડીજી. /૨દી રોઈ કૂટી ગેહ, બેઠા બિછાણાં પાથરીજી; કહે ઠગ દીઓ દીનાર, કેસી કથા મેં ઓચરીજી રી! લોક સુણી કહે હાસ્ય, શેઠ મૂરખ ઉક્યો હસીજી; ધૂર્તને દઈ દીનાર, જઈ ઘરમાં બેઠો ખુશીજી. If૨૮. હું નહી તેહવી નાર, તુઝ વયણે રીઝું ખરીજી; . એ ભિક્ષુક શું પ્રીતિ, મેં મનથી દૂર કરી. રા કમળા કહે તું મૂર્ખ, જેમ નવ તપસી વિદેશીયાજી; એક પુર નદીએ નાહી, ગણતી કરવા બેસીઆજી. ll૩ના ગણતાં હોવે આઠ, પિંડ વિના ભૂલે સહુજી; જાણી મરણ ગયો એક ભેળા મલી રોતા બહુજી ૩૧/l દેખે નજરે સર્વ, તોહે મૂર્ખ સમઝ નહી જી; તે અણસમજુ તેમ, દક્ષપણું માનો સહીજી; li૩રા. વિમળા કહે મા તુઝ, લાંચ મલી દીસે ખરીજી; કમળા સાંભળી એમ, બેઠી મૌનપણું કરીy. /૩૭ll ચોથે ખંડે એહ, બીજી ઢાળ સોહાવતીજી; શ્રી શુભવીર કુમાર, પુણય ઉદય પસરી રતિy. If૩૪ો.