________________
૧૧૧
ખંડ - ૨ : ઢાળ - ૮
જગતમાં જોવાય છે કે પાણીને (દૂધમાં નાખી) પોતાની સાથે મળેલું જોઈને, દૂધ પોતાના ગુણ પાણીને અર્પે છે. અર્થાત્ પાણી ધવલ (ધોળું) થયું. જ્યારે દૂધ ગરમ કરવા મૂક્યું, ને દૂધને ઊભરો આવ્યો. તે દૂધ અગ્નિમાં પડ્યું. તેની સાથે પાણી પણ અગ્નિમાં ઝંપાપાત કરે છે. III ગમે તેટલું તેને ધારી રાખવામાં આવે તો પણ તે (દૂધની પાછળ) પાણી પાછુ વળતું નથી. અર્થાત્ ઊભરો બેસતો નથી. પણ વળી બીજું પાણી પાછું તેમાં મળે તો દૂધનો ઊભરો પાછો વળે છે, આ રીતે ક્ષીર-નીરની જેમ બંને પ્રીતિથી ખેલતાં, સંસારના ખરા સ્વરૂપને ભૂલી ગયાં. બંને એકબીજામાં રક્ત થઈને આનંદમાં દિવસો-કાળ ગુમાવવા લાગ્યાં. ॥૪॥
છતાં કુમાર પિતાની આજ્ઞાને માનતો, પિતાની આજ્ઞાને માથે ચડાવતો હતો. પિતા તરફથી મળેલું રાજ્ય, અને પોતાના પ્રતાપથી મેળવેલું રાજ્ય, એમ બંને રાજ્યને બરાબર સંભાળે છે. ચૈત્ર-વૈશાખ મહીનો આવતાં દક્ષિણ દિશામાં વાયુ વહી રહ્યો છે. સુગંધને પ્રસરાવી રહ્યો છે. ।।૫। એ સમયે સૂર્ય દક્ષિણ દિશાએ જઈ રહ્યો છે અને ભૂમિરૂપી સ્ત્રીની શીતપીડાને જોઈને, તે પીડાને દૂર કરવા કામદેવ જાણે પોતાની આણ વર્તાવતો ન હોય, તેમ આકાશમાંથી ઊતર્યો. ટૂંકમાં વસંતઋતુ આવી. ।।૬।।
મદોન્મત્ત ભમરીઓ રણઝણ ઝંકારવ (અવાજ) કરતી જાણે મંગલગીત ગાઈને ઋતુરાજ વસંતને આવકારતી હતી અને વસંત આવતાં પ્રેમીજનોનાં ચિત્ત વિકસિત થવા લાગ્યાં. IIના
વસંતોત્સવ પતિના સંગથી જેમ ચતુર યૌવનાની યૌવનવય તેજસ્વી બને તેમ, ઋતુરાજના સંગે વનરાજી ખીલી. અંકૂરા અને પાંદડાંની છાંયથી પૃથ્વીનું તળિયું શોભી ઊઠ્યું. ॥૮॥ જુઈ-જાઈકેતકી માલતીમાં આસક્ત ભમરાઓ અતૃપ્તની જેમ એક ફૂલથી બીજા ફૂલ ઉપર ફરવા લાગ્યા. મેના પોપટનાં યુગલો વનનાં વૃક્ષો ઉપર માળાઓ કરી આનંદથી રમી રહ્યાં હતાં. IIII
હંસ-હંસીનાં યુગલો જળમાં ઝીલતાં, સરોવરની પાળે ક્રીડા કરતાં હતાં. મદભર કોયલ મીઠી મીઠી ટહુકા કરતી મનોહર મંજરીથી યુક્ત આંબાની ડાળે નૃત્ય કરતી હતી. ।।૧૦। ફણસ-ચંપો-નારંગીરાયણ-દાડમ-સહકાર(આંબો)-શેતુ, સીતાફળ જાંબુડી, આદિ તરૂવરો ફળના ભારથી લચીલચીને જાણે વનક્રીડા કરતાં હતાં. ||૧૧||
મલયાચલનો મંદમંદ સુગંધી વાયુ, વિરહિણી નારીઓની ધીરજને જાણે હરી રહ્યો હતો અને હૃદયને સંતાપી રહ્યો હતો. યુવાન પુરુષોનાં હૃદયમાં તોફાન જગાવી વસંત૨ાજ, જાણે ઓચ્છવ વર્તાવી રહ્યો હતો. ।।૧૨। તે સમયે નગરજનોથી પરિવરેલો રાજા ઉપવનમાં ફરવા માટે આવ્યો. પવનથી પ્રેરાયેલાં વૃક્ષો અને વૃક્ષનાં પાંદડાં, રાજાને આહ્વાન આપતાં ન હોય ...આગતા-સ્વાગતા ન કરતાં હોય, તેવું વાતાવ૨ણ લાગતું હતું. I॥૧૩॥
ત્યારે અગડદત્તે પણ શરીરે ચંદનના રસનો લેપ કર્યો. માળા પહેરી. વાળને સજાવ્યા. માલતીનાં સુંદર ફૂલોની વેણી બનાવીને વાળમાં ભરાવી બાંધી. ।।૧૪। આ રીતે પોતાના હાથે શણગાર સજીને, મદનમંજરી પ્રિયાને, રથમાં બેસાડી. રથની આગળ નાટકની મંડળી રાખીને પરિવારયુક્ત વનમાં તે પણ ગયો . ।।૧૫।। એમ નગરનાં સર્વે લોકો વનમાં ગયાં. નગ૨ના સર્વ સુખી એવા કોઈપણ નગરવાસી ઘરમાં ન રહ્યા. પણ સુલસાસતી પુત્રવધૂ કમલસેનાનું મુખ જોઈને વનમાં ગઈ નહીં. ।।૧૬।।
દેરાણી-જેઠાણીની વાતો :- ભાભીની ભક્તિ કરવા, દીયર-દેરાણીઓ પણ ઘેર રહ્યાં. ત્યારે દેરાણી જેઠાણી કમળસેનાને પૂછી રહી છે કે “ભાભીજી !” આ વાત તો કેવી વિપરીત બની ? ॥૧૭॥