________________
૧૧૦
ધર્મિલકુમાર રાસ
નૃપનિશિ ખર ઘર લાવી જળે; નવરાવી ઠવી શણગાર; બેસી નૃપસેના સજી, અશ્વપાટ દીએ પુરબહાર...મ...રી લોકે તુરંગ વખાણ્યો, પણ નવી મુજ જાતિ પ્રશંસી લેત; ચિંતી ખર તિહાં ભૂંકીયો, થયો રાજા જગત ફજેત...મ...૨૪ વળી વાયસી અંબશિખર રહી, તિહાં કોકિલ વ્રતધર લોક; પીક લહી પૂજાપા ધરે, કરે વચન સુણી સહુ શોક...મ...॥૨૫॥ બલીયા પણ છલીયા રાગમાં, રખે બાગમાં પ્રગટે એમ; શીખ એ કડવા તીર શી; જસ ષ્ટિ રાગનો પ્રેમ...મ...l॥૨૬॥ સુણી દાસીએ કુંવરને, સવિ કહ્યું, પણ વાંસનળીનેં ટૂંક; ઓષધેં ન શમે જેહને, પેટ કાંમણ કેરી ચૂંક...મ...૨ણા કેઈ ગાવે ગીત વસંતનાં, નારીકંઠે ફૂલની માળ; મદિરાપાન કરી નાચતા, કેઈ હાથ ગ્રહી કંસતાલ...મ...॥૨૮॥ નરનારી કરી ઘર કેળનાં, ૨મે સોગઠાં બાજી સાર; તરૂઉંચે કુસુમને વીણતી, ઉંચે હસ્તે સ્પર્ધિત તાર...મ...રા પ્રિયા બેઠી હીંચોળે નિજપતિ, કેઈ જુગલ જળે કલ્લોલ; કેઈ હાથ પ્રિયાકંઠે ઠવી, લાલણ લાલસેં રંગરોલ...મ...વા તિહાં કુંવર કુસુમવન ખેલતો, તરૂ બાંધી હિંચોલાખાટ; મદનમંજરી અંકે ધરી, જુએ નવ રસ નવ નવ નાટ...મ...૩૧થી જઈ સરોવરે જલક્રીડા કરે, જેમ કમલાશું મોરારિ; સંધ્યા સમે સહુ ઘર ગયા, નૃપ સાથે નગર-નરનારી ...મ...I૩૨॥ તવ મદનમંજરી કહે કંથને, આજ રમવા સરિખી રાત; પરિકર સહુ ઘર મોકલો આપણ દોય જશું પરભાત...મ...lIsl રહ્યો કુંવર વિસર્જી પરિકરા, વનિતાણું વનમાં તેહ, સવિતા સમરી વલ્લભા, ગયો પશ્ચિમ દિશેં નિજ ગેહ...મ... ૩૪॥ ધમ્મિલકુંવરના રાસમાં, ખંડ બીજે આઠમી ઢાળ;
વીર કહે વૈરાગિયા, સુણો આગળ વાત રસાળ...મ...૩૫ll
અગડદત્ત કુમાર તો ચંદન સરખા ગુણને ધારણ કરતો હતો. પણ પટ્ટરાણીમાં ઘણો રક્ત હતો. તેની સાથે જ હંમેશાં દૂધ-પાણીની જેમ તેના રાગમા રંજિત હતો. રક્ત રહેતો. ॥૧॥ ચિત્રાવેલી જેમ ચતુરના હાથમાં આવે, અને તેની ઉપર મોહિત થાય તેમ મદનમંજરીનાં રૂપ- ગુણમાં મોહિત હતો. લોહચુંબકની માફક કુંવરનું ચિત્ત તેણીએ હરી લીધું હોવાથી, એક પળ માટે પણ તે દંપતી એકબીજાથી વિખૂટાં પડતાં ન હતાં. ॥૨॥