________________
ખડ : ૨: ઢાળ - ૮
૧૦૯
ચતુરાં બનવય ઝગમગે, પતિસંગે તેમ ઋતુ રાય; દેખી અવનીતલ ઝગી, વનરાજી કિસલપત્ત છાંયમ...Iટા જાઈ કેતકી માલતી ભોગીયા, ભમરા વનફૂલે ફરત, શુક શુકી મેના વનતરૂ, કરી માળા જુગલ રમત.મ...લા હંસહસી જુગલ જળ ઝીલતાં, કરે ક્રીડા સરોવરપાળ; મદભર કોયલ ટહુકતી, મુખમંજરી આંબાડાળ...મ.../૧ના ફણસ ચાંપા નારંગિયો, રાયણ દહાડિમ સહકાર, શુંહત સીતાફળ જાંબુડી, ન નમી કેલિ તરૂફળ ભાર...મ../૧૧ ઘરજહર વિરહિણી નારીનો, મલયાનિલ સુરભિવાય, મદ ઉપજાવે જુવાનને, વરત્યો ઓચ્છવ મધુરાય........૧૨ નાગરજનશું નૃપ પરિવર્યા, જાય રમવાને ઉદ્યાન, પવન પ્રેરિત તરૂપલ્લવા માનું નૃપને કરત આહવાન...મ..ll૧૩. તવ અગડદત્ત ચંદનરસૈં, તનુ લેપિત રોપિત માલ; માલતી ફૂલે બાંધીયો, ધમિલ સમારી વાળ...મ../૧૪ શણગાર સજી નિજ હાથશું, મુખ આગળ નાટકશાળ; બેસાડી રમણી રથે ગયો, વનખેલણ ઉજમાળ ...મ..ll૧૫ll એમ નગરલોકસહુ વન ગયા, ન રહ્યો સુખીયો ઘર કોઈ; પણ ન ગઈ તુલસા સતી, વહુ કમલસેના મુખ જોઈ...મ./૧લી. દિયેરને દેરાણીયો ઘર રહી, ભોજાઈની ભક્તિ નિમિત્ત; . પૂછે દેરાણી જેઠાણીને, આ વાત કશી વિપરીત.મ.../૧ળા તમે ભુવનપાલ નૃપનંદિની,વારો વાસો નહીં એક રાત; રાગવિલદ્ધા જેઠજી, એ મદનમંજરી કોણ જાત..મ...૧૮ સા કહે એ પ્રીતમ મન વસી, નકશી શેલી સોવનપ્રીત; મુજથી અધિક એ ગુણવતી, કુલ ઉત્તમ જાતિ વિનીત...મ../૧લા ખાસ દાસી કુમારની તેણે સમે, ભોગ સામગ્રી લેઈ જાત; કમલસેના તેડી કહે, મુજ પીયુને કહો રહ વાત..મ..રવા એકનગર રજકઘર રાસો વદે નિજાતિને નિશિ વાણ; અવનીપતિને કહો એક દિને મુજ ઉપર કરે પરિયાણ..મ....રિવા નિશિચર જાયે નૃપ તે સુણી, તેડી રજકને પૂછે સાચ, તે કહે ખર વ્યંતર છલ્યો, નિત્ય વદત વિરૂપી વાચ...મ....રરા