________________
૧૦૮
ધમિલકુમાર રાસ
કુમાર યુવરાજપદે - કુમાર યુવરાજપદને શોભાવતાં પોતાનો સમય સુખમાં વિતાવે છે. મદનમંજરીને પટ્ટરાણી પદે, કમલસેનાને લઘુપટ્ટરાણી પદે સ્થાપીને, મોટી-નાની બંનેને પદ આપે છે. પુણ્યબળે કરીને અગડદત્તે પોતાનું બોલેલું વચન સિદ્ધ કર્યું. ૧ાા બંને પ્રિયા ઉપર અપાર પ્રેમ દાખવતો કુમાર, મોટી પ્રિયતમાના સૌન્દર્ય અને ચાતુર્યમાં આસક્ત કુમાર પોતાના પ્રાણસમી મદનમંજરીને માને છે. તેનામાં વધુ પ્રેમલીન બનતાં, ગાઢસ્નેહ ધરતો હતો. રા.
કમલસેના હંમેશાં પિતાની શિખામણને સંભારતી, પતિને પરમેશ્વર ગણીને સતીસ્ત્રીની જેમ સ્વામીની પરમભક્તિ કરતી હતી. Ilal શોક્યને બહેન સમાન ગણી, તેનું માન સાચવતી. ક્યારેય તેના પ્રત્યે ઇર્ષ્યા કરતી નહીં. મોટીબેન તુલ્ય ગણતી. ગુરુજન ઉપર પૂજયબુદ્ધિ રાખતી. સેવકજન પરિવારને યોગ્યતા પ્રમાણે વાત્સલ્યભાવે સંતોષતી હતી. I૪ll
કુમાર મદનમંજરીમાં રક્ત - મદનમંજરીમાં રક્ત કુમાર ક્યારેય કમલસેનાને આવાસે જતો નથી. ક્યારેય મળતો પણ નથી. રોહિણી પ્રત્યે ચંદ્રને રતિ હોય તેમ મદનમંજરી સાથે જ હંમેશ પ્રેમ ધારણ કરતો. કુમાર કમલસેનાને યાદ પણ કરતો નથી. છતાં પણ ચંદ્રદર્શને કમલિની જાતિનાં કમળો સ્વભાવથી વિકસિત થાય છે. તેમ કમલસેના હંમેશાં મનથી વચનથી કાયાથી, પ્રફુલ્લિત રહેતી હતી. //પી'
ઢાળ આઠમી
(વનમાં વિસારી હાલે વાંસળી...એ દેશી) નૃ૫નંદનચંદન સમગુણે, પણ પટ્ટરાણી સંઘાત; રાગવિલુદ્ધો નિત્ય રહે, જેમ જીવન પયની સાથ.
મદનમંજરી મુખ મોહી રહ્યો.../૧ મદનમંજરી મુખ મોહી રહ્યો. ચિત્રાવલી ચતુરને હાથ; લોહચમક ક્યું ચિત્ત હલ્યું, દૂર પલક ન પ્રેયસી નાથ..મ...રા ખીરે ગુણ દીધા નીરને, પય અગનિ ધરતો જોય; ' નિજ તનુ જીવિત જ્વાલતે, ઝંપાવે અગનિ પય સોય...મ...lall ધä કોઈનું પાછુ નવિ વલે, વલે પાણીથી પાછું દૂધ; દોય પ્રીતિભર ખેલંતા, બીજી ભૂલી ગયા સુધબુધ...મ.... પણ તાતની આણા શિર વહે, દોય રાજ્ય પ્રતાપ તપત, મધુ માધવ સુરભિ કરે, દિશિ દક્ષિણ વાયુ વહત.મ.પા એણે અવસર રવિ દક્ષિણ જતે, ભૂમિ સ્ત્રી શીત પીડા દેખ, અનંગ આકાશ ઉતર્યો, વરતાવે આણ વિશેષ.......Iell મધુમત્ત ભમરીયો રણઝણે, ઝંકારવ મંગલગીત, ઋતુ વસંતરાય આવીયો, વેધક જન વિકસ્યાં ચિત્ત...મ..Iણા .