________________
ખંડ. ૨: ઢાળ - ૮
૧૦૦
રાત્રિ પૂરી થઈ છે. સુવર્ણમય પ્રભાત પ્રગટ્યું. હે વત્સ ! તું પરદેશ ગયો, તો પરદેશમાં તારા પુણ્યનો ઉદય થયો. રાજઋદ્ધિ, સુખ-સમૃદ્ધિ-રાજરમણી વગેરે મેળવ્યું. વળી નવા નવા ગુણો મેળવ્યા. ગુણવંત ગૌરવવંત થયો. મારો મનોરથ સફળ થયો છે. //કુમાર કહે છે “મહારાજા ! આજે આપના દર્શનથી મારે તો કલ્પવૃક્ષ ફળ્યો છે. અમૃતના મેહ વરસ્યા છે. અશુભ દિવસો દૂર ગયા. શુભ દિવસો આવ્યા છે. ૧૮.
આ રીતે પરદેશની અનેક વાતો કરીને, પિતાની રજા લઈને માતાના મહેલે ગયો. માતાને ચરણે નમસ્કાર કર્યા. માતાએ શુભાશિષથી નવરાવી દીધો. “બેટા ! ચિરંજીવો! બેટા આનંદમંગલ છે ને? II૧૯ાા હે દીકરા ! તમને જોવાથી નયનો આનંદિત થયાં. તને મળતાં હૃદયને શાંતિ થઈ છે. હે વત્સ ! આ માતાનો શોક સંતાપે અને પુત્રવિયોગની વ્યથા એક ક્ષણમાં તને જોતાં દૂર થઈ છે. ૨૦ના
સુલતામાતાએ સ્નેહપૂર્વક પુત્રના માથા ઉપર હાથ ફેરવ્યો. હર્ષથી નયને જળ વરસાવતી પુત્રને નવડાવી દીધો અને ઠંડકને પ્રાપ્ત કરી. રવા દેવી સરખી બંને પુત્રવધૂ પણ પતિને અનુસરતી સાસુજીને પગે પડી. સાસુએ આશીર્વાદ આપ્યા. “મારા પુત્ર વડે ગૌરવ પ્રાપ્ત કરજો. ઉભયકુળને શોભાવજો. ll૨રા
માતાને નમસ્કાર કરીને કુંવર હવે રાજસભામાં આવ્યો. મંત્રી-સેનાપતિ પ્રમુખ-નગરના મોટા મોટા લોકો જે જે નમવા માટે આવે છે તે સર્વને બંધુની જેમ કુંવર પ્રેમપૂર્વક બોલાવે છે. આવકારે છે. /ર૩ી સમય થતાં માતાના હાથનું ભોજન કર્યું. કુંવર પોતાના મહેલે ગયો. પુત્રના મુખે પુત્રનું સર્વ વૃત્તાંત સાંભળી રાજા આદિ સૌ વિસ્મય પામ્યા. ll૨૪ll હવે એક દિવસ રાજાએ ઉત્તમ ગ્રહો જોઈને અગડદત્ત કુમારને પદવી રૂમી ત્રીજી સ્ત્રી પરણાવતા હોય તે રીતે ઘણા ઠાઠપૂર્વક મહામહોત્સવયુક્ત યુવરાજ પદવી આપી. ૨પા ખેદનો વિચ્છેદ કરતી, તનમનનો મેળાપ કરતી, ગુણીજનોને ગમે તેવી સુંદર વાતો બીજા ખંડને વિશે સાતમી ઢાળમાં પં. વીરવિજયજી મહારાજે કહી. //ર૬ll.
દ્વિતીય ખંડની ઢાળ - ૭ સમાપ્ત
-- દોહા - મદનમંજરી મોહોટે પદે, કમલસેના લઘુ કીધ; અગડદત્ત બલપુણયને, બોલ્યું વચન તે સિદ્ધ. III જે જયેષ્ઠ પ્રિયા તે પ્રિયતમા, લક્ષ્મી પૃતિ અતિગેહ; જીવિત વિશ્વાસ પણે, ધરતો ગાઢ સનેહ. ll રા તાતશિખામણ સમરતી, સતિપતિ ભક્તિકાર; દવસમાં ગણે કંતને, કમલસેના લઘુ નાર. Hall શોક્ય સહોદરી સમ ગણે, ન ધરે મત્સર ધ્યાન, ગુરુજન વત્સલતા ધરે, સેવકને સન્માન. ૪ll ન મળે નવિ વાસો વસે, રોહિણિશું રતિભાવ, પણ કુમુદિની શશિ દર્શને, વિકસિત જાતિ સ્વભાવ. પા.