________________
૧૦૬
ધમિલકુમાર રાસ રાણીના તંબુ ઉપર ભિલ્લોના સુભટોએ હુમલો કર્યો. ૩. ત્યારે અમે સુભટોએ (જે હતા તે) એકઠા થઈને રાણીના તંબુને ફરતો મજબૂત કોટ બનાવ્યો. અને ધસી આવતા ભિલ્લોને અમે અમારા હાથનું પાણી બતાવતા હતા. ત્યારે તેમાંના એક ભિલ્લે અમને જવા માટે માર્ગ આપ્યો. ll૪ll
પછી રાણી(કમળસેના)ને રથમાં બેસાડીને, ચારે બાજુ સુભટોને રક્ષણ માટે ગોઠવીને,અર્ધરાત્રિએ અમો ત્યાંથી નીકળી ગયા. (અમે તમને મળવા કે વાત કરવા પણ ન રોકાયા. રાણીના રક્ષણ અર્થે) વળી જે સુભટો ભાગી ગયા હતા, તે સૌ અમને રસ્તે મળી ગયા. પા. અમે ત્યાંથી નીકળ્યા બાદ (આપને) સ્વામીને જાણ કરવા, શોધવા સુભટોને મોકલ્યા. પણ આપની ક્યાંયે ભાળ ન મળી. સ્થાને સ્થાને માર્ગમાં એંધાન (નિશાન) પણ મૂકી મૂકીને અમે અહીં સુધી આવ્યા. અમો રણ (વન) ઊતરીને, પાર કરીને અહીંયાં તમારી રાહ જોતા આવી બેઠા છીએ. ///
રણમાંથી અહીં બે માર્ગ ભેગા થયા. કયા માર્ગે આપ અમને મળશો? કશી જ ખબર નથી. માટે . રાહ જોતા બેઠા. ને આપ અહીં અમને મળી ગયા. આપના દર્શનથી અમારી સઘળી આશા પૂરી થઈ અને સુખ પણ થયું. સઘળી હકીકત સાંભળીને કુમાર પણ ખુશ થયા. કુમારની આજ્ઞા થતાં પ્રયાણ આગળ આદર્યું. //ળી
શંખપુરીની સરહદે - અખંડ પ્રયાણ કરતાં શંખપુરીના પરિસરે આવી પહોંચ્યા. જયાં આગળ ઊંચા ઊંચા તંબુડેરા તાણીને સર્વેએ પડાવ નાંખ્યો. ૮ એક સુભટને નગરમાં (આગળ) રાજાને વધામણી દેવા મોકલ્યો. વધામણી સાંભળીને માત-પિતા (રાજા-રાણી) પરિવાર અતિ આનંદ પામ્યો. II.
નગરની બહાર પરિસરમાં રહેલા કુમારની નગરના લોકોને જાણ થતાં, સૌ મળવાને જવા લાગ્યા. પૂર્ણિમાના ચંદ્રનો ઉદય થતાં જેમ સાગર ઊછળે, તેમ નગરના લોકોને આનંદ સમાતો નથી. ટોળાં ઉમટી પડ્યાં I/૧૦ના વર્ષથી જેની આંખો આનંદિત થઈ છે તેવા કુમારના પિતા અને માતા પણ કુંવરને મળવા આવ્યાં. ત્યારે કુમાર પણ ઉતાવળો પિતાની સન્મુખ ગયો ને મસ્તક અડાડી તાતનાં ચરણોમાં નમ્યો. જન્મદાતાને પણ પગે લાગ્યો. ૧૧||
રાજાએ પોતાના સ્વહસ્તે નીચા નમીને દીકરાને ઉઠાવ્યો. વહાલથી આલિંગન દીધું. પિતા-પુત્ર અતિવર્ષથી હૈડાભર ભેટ્યા, મળ્યા. આનંદિત થયા. નગરજનોએ ઘેર ઘેર તોરણ બાંધ્યા. ઘણા ઉત્સવ થવા લાગ્યા. ll૧૨
કુમારનો નગરપ્રવેશ - ઊંચી ધ્વજાઓ ફરકવા લાગી. શેરીએ જળ છંટાયાં. ફૂલો બીછાવ્યાં. હાથીની અંબાડી ઉપર બેસાડીને કુમારને સામૈયા સાથે નગરપ્રવેશ વાજતે ગાજતે કરાવ્યો. ૧૩ કુમારની બંને સ્ત્રીઓ કમળસેના - મદનમંજરી રથમાં બેઠેલી છે. નગરની નારીઓ મંગળ ગીતો ગાઈ રહી છે. તો વળી કેટલીક નગરની નારીઓ મેડીના માળે ચડીને કુમારને અક્ષતથી વધાવી રહી છે. ૧૪
ચારે બાજુ ઘણાં વાજિંત્રો વાગી રહ્યાં છે. બંદીજનો બિરૂદાવલી પોકારી રહ્યાં છે. નગરના લોકો આદરપૂર્વક પગલે પગલે સલામ ભરીને સત્કાર કરી રહ્યા છે. રાજમાર્ગ ઉપર થઈને કુમાર મહેલ તરફ જઈ રહ્યા છે. ૧પીએ પ્રમાણે મોટા આડંબરપૂર્વક કુંવર રાજદરબારે આવ્યા. હાથીની અંબાડીએથી ઊતરી રાજસભામાં આવીને પિતાને ચરણે નમ્યા. ૧૬
રાજાને હરખનો પાર નથી. હરખનાં આંસુ દડદડ વહેવા લાગ્યાં. રાજસભા ભરચક ભરાઈ ગઈ છે. છતાં સર્વત્ર શાંતિ પથરાયેલી છે. રાજા ઊભા થઈને કહેવા લાગ્યા. તે સભાજનો ! આપણી સૌની