________________
ખંડ - ૨ : ઢાળ - ૦
૧૦૫
જીરે મારે, વાજે બહુ વાજિંત્ર, બંદી બિરૂદાવલી ભણે; જીરેજી જીરે મારે, પગ પગ કરત સલામ, નગરલોક આદર ઘણે. જીરેજી ll૧૫ll જીરે મારે એમ મોહોટે મંડાણ, રાજદુવારે ઊતરે, જીરેજી જીરે મારે, રાજકચેરી મધ્ય, તાત ચરણ વંદન કરે. જીરેજી ll૧દી જીરે મારે, રાય કહે ગઈ રાત, આજ પ્રભાત ઉદય થયો, જીરેજી જીરે મારે, પુણ્ય ઉદય ગુણશ્રેણી, જો તું પરદેશ ગયો. જીરેજી ના જીરે મારે, કુંવર કહે મહારાજ, તુમ દરશન સુરતરૂ ફલ્યો; જીરેજી જીરે મારે, પુઠા અમીયે મેહ, નાઠો અશુભ શુભદિન વલ્યો. જીરેજી ૧૮ જીરે મારે, પામી નૃપઆદેશ, જઈ માતા ચરણે નમે; જીરેજી જીરે મારે, માય દીયે આશીષ, ચિરંજીવો આણંદજો. જીરેજી ૧લા રે મારે, નયનાનંદશું નંદ, મલવે શીતલતા થઈ; જીરેજી જીરે મારે, જનની શોકસંતાપ, વત્સવિયોગ વ્યથા ગઈ. જીરેજી ૨ના જીરે મારે, સુતને દેહ સનેહ, ફરશે સુલસા નિજ કરે; અરેજી જીરે મારે, હરખે નયન જલરેલ, નવરાવી પોતે ઠરે. જીરેજી ગરવી જીરે મારે, સુરવહુ સમ વહૂ દોય, સાસુને પાયે પડે; જીરેજી જીરે મારે, સાસુ દીએ આશીષ, હોજો પનોતી સુત વડે. જીરેજી શરા. જીરે મારે, મંત્રી પ્રમુખ પરલોક, જે જે નમવા આવતા, જીરેજી જીરે મારે, બાંધવ પર નૃપનંદ, પ્રેમ ધરીને બોલાવતા, જીરેજી ૨૩ જીરે મારે, ભોજન જનની હાથ, કરીને નિજમંદિર જતા; જીરેજી જીરે મારે, સુતમુખે સુત વૃત્તાંત, સુણી નૃપ વિસ્મય પામતા. જીરેજી પારસો જીરે મારે, એક દિન કુંવરને ભૂપ, જઈ લગન ગ્રહ બલવતા; જીરેજી જીરે મારે, યુવરાજ પદવી રૂપ, ત્રીજી વહૂ પરણાવતા. જીરેજી ગરપા. જીરે મારે, બીજે ખંડે ઢાળ, ખેદવિચ્છેદન સાતમી; જીરેજી જીરે મારે, મન-તન મેળની વાત, વીર કહે ગુણીને ગમી. જીરેજી ll૨૬ll.
હે મહારાજ ! શું બન્યું તે સાંભળો. વિંધ્યાચલ પર્વતની આગળ સકલ સૈન્યના સુભટો નિદ્રાધીન થયા. તે સમયે ત્યાં રહેલા ભિલ્લો અને ભિલ્લપતિ તે રાત્રિએ હલ્લો કરી ચડી આવ્યા. [૧] ત્યારે રાત્રિનો અંધકાર ચારે બાજુ જોરદાર વ્યાપ્ત હતો. તેથી રણના સુભટોનો સમૂહ ગફલતમાં રહ્યો. દેશદિશા કંઈ સૂઝે નહીં. ત્યાં સાંભળ્યું કે રથમાં બેસીને કુમાર પણ તેઓની સાથે રવાના થયો છે. કોઈ સુભટ આવીને બોલ્યો. કેરી
તે વખતે ઘણા સુભટો પોતપોતાનો સામાન (મિલકત) હાથ ધરી લઈને નાઠા. જયારે આ બાજુ