________________
૧૧૨
ધમિલકુમાર રાસ
તમે ભુવનપાલ રાજાનાં દીકરી-કુંવરી છતાં એક દિવસ કે રાત પણ તમારો વારો નહીં? અને આ મદનમંજરી કોણ ? કઈ જાતની છે? કે મોટાભાઈ તેમને જોઈને તેને જ આધીન થઈ ગયા છે. આ તો નવાઈ લાગે છે !” ||૧૮માં ત્યારે કમળસેના કહેવા લાગી કે, “સોનામાં જડેલ નકશીકામની જેમ તેની ઉપર તારા જેઠને પ્રીત છે ને તે પ્રીતમના મનમાં વસી છે. મારાથી અધિક ગુણવાન છે, તેની જાતિ અને કુળ ઉત્તમ છે તથા વિનયવાળી છે. માટે પ્રેમ અધિક હોય. ૧૯ો.
દેરાણી-જેઠાણી વાતો કરી રહ્યાં હતાં. તે જ અવસરે કુંવરના ભોગની સામગ્રીઓ લઈને કુંવરની દાસી જઈ રહી હતી. તેને બોલાવીને કમલસેનાએ કહ્યું કે “મારા પિયુને એકાંતની અંદર આ હું કહું તે રહસ્યમય વાર્તાને તું કહેજે. ૨૦ળા એક નગરમાં ધોબીના ઘરે ગધેડો હતો. અને તે હંમેશાં પોતાના સ્વામીને કહેતો કે, “રાજાને કહોને કે મારી ઉપર એક દિવસ પ્રયાણ કરે. સવારી કરે.” [૨૧]
ધોબીના ગધેડાની કથા - હવે આ વાત રાત્રિચર્યા જોવા નીકળેલા રાજાના સાંભળવામાં આવી. તેથી સવારે ધોબીને બોલાવીને પૂછ્યું કે “આ તારો ગધેડો શું વાત કરે છે? જે હોય તે સાચી વાત બતાવ.” ત્યારે ધોબી કહેવા લાગ્યો. આ ગધેડો બંતરે છલ્યો છે. વ્યંતર વળગ્યો છે. તેથી હંમેશાં તે આવું જેમ તેમ બોલે છે. ૨૨ પછી તે રાત્રિએ તે રાજાએ ગધેડો ઘરે મંગાવ્યો. નવરાવી, શણગાર સજાવી તૈયાર કરાવ્યો. સવારે રાજા સજ્જ થઈને તેના ઉપર અસવાર થયો. સેના લઈને, રાજા નગરની બહાર ગયો. ૨૩
ત્યારે તેની ચાલ ચતુરાઈ જોઈને, “ઘોડો તો બહુ સુંદર છે.” એ પ્રમાણે લોકો તે ઘોડાનાં (ઢાંકેલ હતો. ખબર ન પડી કે ગધેડો છે કે ઘોડો તેથી) વખાણ કરવા લાગ્યા. ત્યારે ગધેડો વિચારવા લાગ્યો કે “આ તો ઘોડાની જાતનાં વખાણ થાય છે. મારી જાતના નહીં. આવું વિચારીને ભૂક્યો. તે સાંભળીને રાજાનો ફજેતો થયો. ૨૪ll રાજનું! વળી કોઈ કાગડી આંબાની ડાળ ઉપર બેઠી હતી. ત્યાં આગળ કોયલવ્રત' કરનારાં લોકો આવ્યાં અને તે કાગડીને કોયલ માની પૂજા કરવા લાગ્યાં. એટલામાં કાગડી “કા” “કા” કરવા લાગી. તે સાંભળી સૌ શોક કરવા લાગ્યાં. (કોયલ ઓળખ્યા વિના પૂજા કરી ફળ શું મળે ?) 1રપી.
આ રીતે બળવાન પુરુષો પણ મોહવશે રાગને વિશે ઠગાય છે. માટે રખે બાગમાં કંઈ નવાજુની ન થાય તે ધ્યાનમાં રાખજો . જેને દૃષ્ટિરાગનો પ્રેમ હોય તેને આ શિખામણ તીખા તીર જેવી લાગશે. છતાં તું કહેજે. ર૬ll કમલસેનાની સઘળી વાત સાંભળીને, કુમારની પાસે જઈને દાસીએ સઘળી વાત કહી. સર્વ સંદેશ–વૃત્તાંત કહ્યો પણ કહે છે કે વાંસની નળીમાં મારેલી ફૂંક (નકામી હોય છે) ની જેમ કુંવરે તે વાતને એક કાને સાંભળી બીજા કાન થકી કાઢી નાંખી. પેટમાં જેને કામણની ચૂંક ઊપડી હોય તો ત્યાં ઔષધથી કેવી રીતે શમે ? પરથી
અહીં તો કોઈ વસંતના આગમનનાં ગીત ગાઈ રહ્યાં હતાં. કોઈ પ્રિયાના કંઠમાં ફૂલની માળા પહેરાવી વિનોદ કરી રહ્યાં હતાં. કોઈ મદિરાપાન કરી નૃત્ય કરી રહ્યાં હતાં. કોઈ પ્રિયાના હાથમાં હાથ લઈને કંસતાળ બજાવતાં, ગમ્મત કરતાં હતાં. (વસંત મહોત્સવ ચાલતો હતો) Il૨૮માં કોઈ સ્ત્રીપુરુષો કેળનાં ઘર કરીને રમી રહ્યાં હતાં. વળી કોઈ સોગઠાબાજી ખેલી રહ્યાં હતાં. કોઈ સ્ત્રી ઊંચો હાથ કરીને, વૃક્ષ ઉપરનાં ફૂલોને વીણતી “આપણા બંનેમાં કોણ ઊંચું ?” એમ કહીને એકબીજાથી ઊંચા થવાની સ્પર્ધા કરી રહ્યાં હતાં. ૨૯