________________
ખંડ - ૩: ઢાળ - ૮
૧૦૯
આ વનમાં નથી આવવું, સુણો સંતાજી શત્રુ સમ વન એહ, ગુણવંતાજી જોતીને રોતી વલી, સુણો સંતાજી સખીયોશું ગઈ ગેહ. ગુણવંતાજી ૩૭ રત્નચૂડ નિજ ઘર ગયો, સુણો સંતાજી મુનિવર કરત વિહાર, ગુણવંતાજી આવ્યાં ઈહાં ગુરૂ આણથી, સુણો સંતાજી જારે થયા શ્રતધાર, ગુણવંતાજી ૩૮. એહ ચરિત્ર તે અમ તણું, સુણો સંતાજી સુણ ધમ્મિલ ગંભીર; ગુણવંતાજી ત્રીજે ખંડે આઠમી, સુણો સંતાજી ઢાલ કહે શુભવીર. ગુણવંતાજી ૩૯
તે વિદ્યાધર આવીને બેઠો ત્યારે અગડદત્ત, વિદ્યાધર પુરુષને જોતાં આશ્ચર્ય પામ્યો અને પૂછ્યું. હે ગુરુવર્ય ! આ ઉત્તમ નર કોણ છે? અમને કહો. [૧] મુનિ ભગવંતે કહ્યું... “આ અમારો સંસારી પુત્ર છે. તે વંદનાર્થે આવ્યો છે અને તેનું નામ રત્નચૂડ છે. તે વિદ્યાધરનાર છે ત્યાં રહેલા સાતેય જણાએ તે ગુરુપુત્રને હાથ જોડીને નમસ્કાર કર્યા. //રા.
ગુરુ ભગવંતની વાણી સાંભળી રત્નચૂડે પણ ત્યાં તે જ પ્રશ્ન પૂછી લીધો. “આ કોણ છે? ત્યારે તે સૂરીશ્વરજી મહારાજે; તે સાતેયનો અધિકાર કહ્યો અને વળી કહે છે કે અમારો ઉપદેશ સાંભળી આ સાતેય હમણાં ભાવચારિત્રીયા થયા છે. વળી હમણાં તમારી સહાયની ઈચ્છા રાખે છે. તેઓ તમારી સહાયતા ઇચ્છે છે. કારણ કે શંખપુરી નગરી દૂર છે. તેઓને શંખપુરી જવાનો ઉદેશ છે. યોગ્ય વિશેષ લાભ જાણીને અમે પણ તે નગરીની સમીપ વનમાં આવશે. ૪ll | મુનિભગવંતની વાત સાંભળી રત્નચૂડે પણ વચનને “તહત્તિ કર્યું. પણ જતાં જતાં રત્નચૂડે પૂછ્યું કે હે ભગવંત ! આ દયાળુ ઉત્તમ પુરુષો સંયમ ધારણ કરીને, કેટલો કાળ આ સંસારને વિશે રહેશે?
આગળ કેટલા ભવ બાકી છે? Rપા સૂરીશ્વર બોલ્યા કે હે વિદ્યાધર ! સાંભળ, અગડદત્ત કુમારને - કમલસેના નામે ગૃહિણી છે. તે પણ આ અગડદત્ત સાથે વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરશે. llll
વળી આ ભવમાં આ સાતેય અને આઠમી કમલસેના (આઠેય) ચાર ઘાતિ કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામશે. ઘણો કાળ પૃથ્વીતળ ઉપર વિચરી, આયુ પૂર્ણ થયે અક્ષયપદને પામશે. llણા પિતાગુરુની વત : 'સાંભળી, વિદ્યાધર ઘણો આનંદિત થયો. પોતાના વિમાનમાં તે ભાવચારિત્રીયા સાતેયને બેસાડી, લઈ ગયો.
જ્યાં શંખપુરીનું ઉદ્યાન હતું. ત્યાં સૌ ઊતર્યા. ૮ જ્યારે આ બાજુ તે સાહસિગતિ સૂરીશ્વરજી (વિદ્યાચરણ) મહારાજ પણ આકાશમાર્ગે તે શંખપુરી ઉદ્યાનમાં સમોસર્યા. llી.
અગડદત્ત કુમારનો વૈરાગ્ય અને દીક્ષામહોત્સવ - વનપાલકે કુમારને વધામણી આપી. તે સાંભળી કુમાર અગડદત્ત ઘણો આનંદ પામ્યો. અગડદત્તે તરત જ રાજમહેલમાં રાજા-રાણીને, (પોતાનાં માત-પિતાને) સંદેશો મોકલ્યો કે “ગુરુ ભગવંત પધાર્યા છે.” તે સાંભળી રાજા-રાણી આનંદ પામ્યાં. સર્વપરિવાર સહિત રાજા ઘણા આનંદ-ઉત્સુકતા સહિત ગુરુભગવંતની પાસે આવ્યા. //નવી કુંવર તો ઉદ્યાનમાં પહેલેથી આવી ગયો હતો. વિમાન થકી પહોંચેલા કુંવરે, પિતાને નમસ્કાર કર્યા અને સર્વ વૃત્તાંત કહ્યો. પોતાની સંયમ લેવાની ભાવના દર્શાવી. વળી રાજાએ પણ ભક્તિપૂર્વક મુનિભગવંતને પ્રદક્ષિણા દઈને ચરણોમાં નમસ્કાર કર્યા. ll૧૧il
રત્નચૂડ વિદ્યાધરને તો રાજા પોતાના વડીલબંધુ સરખા ગણતાં (તેને) ભેટી પડ્યો. આનંદમાં આવેલા રાજાએ રત્નચૂડને મધુર વચનોથી બોલાવ્યા. /૧૨ હે ભાગ્યશાળી! મારી નગરીને પાવન