________________
૧૮૦
ધમિલકુમાર રાસ કરો. મારવાડના લોકો કલ્પવૃક્ષ ફળને જુવે તેમ મારી નગરીમાં લોકો તમને જોશે અને આશ્ચર્ય સાથે આનંદને પામશે. I/૧all.
રત્નચૂડને વિનંતિ કરી. અને રાજાએ પોતાનું નગર શણગાર્યું. રત્નચૂડ ઉપર ઘણો સ્નેહ ધરી હાથી ઉપર બેસાડ્યો. વાજતે ગાજતે સામૈયાયુક્ત રત્નચૂડને મહેલમાં લઈ આવ્યો. ૧૪ રત્નચૂડની ઘણી આગતા-સ્વાગતા કરી. વિવિધ પ્રકારનાં ભોજન તૈયાર કરાવ્યાં. મુનિભગવંતને પણ પોતાને મહેલે બોલાવ્યા. આહારાદિ ભક્તિ કરી. તે મુનિ પણ પડિલાભ્યા. રત્નચૂડને પણ પ્રેમપૂર્વક જમાડ્યો. // ૧પણી
બીજે દિવસે મહોત્સવ પૂર્વક સર્વ મુનિભગવંતોને ઘેર લઈ આવ્યો. પાંચ હજાર સુવર્ણમુદ્રા ચરણે મૂકીને ગુરુપૂજન કર્યું. રાજાએ વિનયયુક્ત મુનિને વંદન કર્યું. ૧૬ll મુનિ ભગવંત પણ ધર્મલાભ દેઈ આહારાદિ ગ્રહણ કરીને તે ઉદ્યાનને વિષે ગયા. અગડદત્ત પણ થોડે સુધી મૂકી આવ્યો. પછી કમળસેના પત્નીને મહેલે ગયો. પોતાના સઘળાયે અહંકારને છોડી દઈને, બે હાથ જોડી નમ્રતાપૂર્વક શીતળ વચનો કહેવા લાગ્યો. /૧૭ી.
“હે પ્રિયે !. મેં મોટી ભૂલ કરી છે. વિના અપરાધે મેં તારો ત્યાગ કર્યો છે. તારા સરખી સતી સુંદરીને મેં છોડી દીધી. જયારે કુલટા સરખી મદનમંજરીને સારી સતી એમ માનીને હું રહ્યો. ૧૮. રેતીને સુવર્ણ ગણ્યું. અને સુવર્ણને રેતી માની. જ્ઞાનીભગવંત મળ્યા. તેમના જ્ઞાન થકી સઘળી સાચી વાત તેમને કહી. ત્યારે મેં જાણ્યું કે હું અવિવેકનો ભંડાર છું. મારા સરીખો આ જગતમાં બીજો કોઈ અવિવેકી નહીં હોય. ૧૯ો.
અજ્ઞાનદશામાં મેં સ્ત્રીનાં ચરિત્રો ન જાણ્યાં. કંઈ પણ વાત કરે તો આંખોથી રોતી હોય, મનમાં, હસતી હોય, અને જીભે વિચિત્ર વાત કરતી હોય એવી સ્ત્રીને મેં જાણી નહીં. ઓળખી નહીં. સાચી રીતે પહેચાની નહીં. ૨૦ જળમાં રહેલી માછલીનાં પગલાં જાણી ન શકાય. આકાશમાં ઊડતા પક્ષીઓના પગલાંનાં સ્થાનને બુદ્ધિશાળી પણ જાણી ન શકે. તે જ રીતે બલિષ્ઠ બળવાનને પણ સાનમાં સમજાવતી એવી આ સબળા સ્ત્રીનું “અબળા” એ પ્રમાણે નામ જે આપ્યું છે તે ખોટું છે. //રા.
આ સ્ત્રીની સઘળી વાત મુનિવરના મુખેથી મેં સ્પષ્ટ જાણી છે. જેથી કરીને મારી મોહરૂપી અંધારી રાત દૂર થઈ. આજે જ્ઞાનનો ઉદય-પ્રકાશ થતાં મારે પ્રભાત પ્રગટ્યું છે.” Íરરા
પટ્ટરાણી કમળસેનાનું પતિને માર્ગે પ્રયાણ - અગડદત્તકુમાર કમલસેનાને આ રીતે વાત કરી રહ્યો છે. આગળ વધીને કહે છે “અમે આ સંસારથી વિરક્ત થયા છીએ. ગુરુ પાસે સંયમને સ્વીકારશું. સંસાર છોડી દઈશું. તમે સુખભર હવે આ મહેલમાં માતાની પાસે રહેજો.” અગડદત્ત આમ કહીને જવાની તૈયારી કરે છે ત્યાં કમલસેનાએ કહ્યું. હે સ્વામી! જ્યાં છાયાં ત્યાં દેહ. તેથી કરીને આપ સંયમને માર્ગે, તો અમે પણ તમારી પાછળ, સંસાર છોડીને તમારી જેમ સંયમ સ્વીકારશું. ૨૩ી કમલસેનાએ પણ સંયમ લેવાની ભાવના દર્શાવી. કુંવર અને કમલા બંને એક વિચારવાળાં થયાં. એક જ માર્ગે પ્રયાણ. ત્યાંથી કુમાર મદનમંજરીના મહેલે ગયો. કુંવરે મંજરીને કહ્યું. “સંસાર દાવાનળથી ભરેલો છે. તેના તાપથી સંતપ્ત એવા અમે હવે ગુરુમહારાજ પાસે વ્રત ગ્રહણ કરશું. ૨૪
વળી કહે છે કે, “તમે સાસુમાની સેવા કરજો. અગડદત્ત ત્યાંથી પોતાનાં માતા-પિતાના મહેલે ગયો. માતા-પિતાને ચરણે નમસ્કાર કરીને પોતાની સંયમ લેવાની ભાવના દર્શાવી. મા ! અમે હવે સંયમ લઈશું. પિતાજી ! મને રજા આપો. માતા-પિતાની આજ્ઞા પણ મેળવી. પી. ગુરુની સાથે છ