________________
ખંડ - ૩: ઢાળ - ૮
૧૮૧
ભાઈ આવ્યા છે. તે મારા ધર્મબંધુઓ છે અને મારા જીવિતદાતા પણ છે. વળી અમે નક્કી કર્યું છે કે આપણે સાતેય જણાએ સંયમ સાથે ગ્રહણ કરવો. એવાં વચનો થકી અમે સૌ બંધાયા છીએ. ૨૬ll
હું રણમાં (વનમાં) રખડતો હતો. ત્યાં ગુરુ મહાત્મા મળી ગયા. છ ધર્મબંધુ ગુરુની સાથે મને અહીં લઈ આવ્યા છે. હવે ક્ષણમાત્ર પણ સંસારમાં રહેવા હું તૈયાર નથી. કુમારની દીક્ષા માટે દઢતા જોઈ. રાજારાણીએ પણ રજા આપી. દીક્ષા મહોત્સવની તૈયારી રાજા કરવા લાગ્યા. મેરા વળી સહુ સજ્જનોને જાણ કરી, રજા મેળવી લીધી. દીનદુ:ખિયા જીવોનો ઉદ્ધાર કર્યો. છ બંધુ સહિત કુમાર શિબિકામાં બેઠા. મહેલથી સર્વ સ્વજન, નગરલોકો સહિત વર્ષીદાન અર્થાત અનાથોને દાન આપતાં નીકળ્યાં. l/૨૮
કમળસેના પણ સજ્જ થવા લાગી. સાસુ અને સસરાએ તેને પોતાના હાથે શણગારી પોતાના હાથે પકડીને શિબિકામાં પધરાવી. અર્થાત્ બેસાડી. તે પણ અનાથોને દાન આપતી ચાલી. તે વખતે શાસનદેવી સાથે ચાલતી ન હોય? અર્થાત તેવું દશ્ય લાગતું હતું. ૨૯ રાજા અને રત્નચૂડ વિદ્યાધર બંનેએ ભેગા થઈને જિનમંદિરે અષ્ટાલિકા મહોત્સવ કર્યો. ઠાઠમાઠથી દીક્ષાનો વરઘોડો ચાલી રહ્યો છે. જેમાં સૌથી મોખરે અભિનવ જુદાં જુદાં વાજિંત્રો વાગી રહ્યાં છે. સુંદર પોશાકથી સજજ સ્વજનો પરિવાર સાથે શોભતા હતા. જેમ જમાલી દબદબાભર્યા ઠાઠથી પ્રભુ પાસે આવ્યા હતા. તે રીતે અગડદત્ત આદિ બધાં મુમુક્ષુ ગુરુ ભગવંત પાસે પહોંચ્યા. ll૩૦ના
ઉદ્યાનમાં સ્વજનો-સહિત સૌ આવ્યા. શિબિકામાંથી સૌ ઊતરીને આભૂષણો ઉતારવા લાગ્યાં. સર્વ શણગાર તજીને મુનિરાજ પાસે સૌ આવ્યા. મુનિરાજે ચાર મહાવ્રત ઉચ્ચરાવ્યાં. આઠેય મહાત્માઓ - ઉપર દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી. ગુરુમહારાજે ઉદારતા સાથે વ્રતનું આરોપન કરાવ્યું અને મસ્તક ઉપર
વાસક્ષેપ પ્રક્ષેપ કર્યો. ૩૧ કમળસેનાએ પણ વ્રત અંગીકાર કર્યા. સર્વ મુનિઓ નૂતનમુનિઓ સાથે વિહારની તૈયારી કરવા લાગ્યા. પરિવાર સઘળો વંદન કરીને પાછો ફર્યો. રાજા-રાણી (માત-પિતા) પણ છેલ્લું વંદન નમન દર્શન કરી પાછા ફરે છે તે વખતે સાસુ સુલસા કમળસેના સાધ્વીની સન્મુખ રહી દુઃખભર્યા હૈયે, આંસુભરી આંખે કહેવા લાગ્યાં. ૩રા
રે ! વહુબેટા! તુ દેહે સુકોમળ હોવાથી પુષ્પનો ભાર પણ ઉપાડી શકે તેમ નથી. તેમ છતાં મેરુ સમાન વ્રતનો ભાર કેવી રીતે સહન કરીશ? એ ભાર કેવી રીતે વહન કરીશ? I[૩૩. વળી તું ત્રણ પક્ષે ઉજ્જવળ છે. પિતાપક્ષ, મામા પક્ષ અને શ્વસુરપક્ષ એ ત્રણે પક્ષને શોભાવ્યા છે. આ ચોથો ગુરુકુલવાસનો પક્ષ પણ તુ શોભાવીશ એવો અમને દઢ વિશ્વાસ છે. મુનિપણું પણ તને દુર્લભ લાગશે નહિ. પણ અમને તો તે નિરાશ કર્યા. નિઃસ્નેહી થઈને, મારા હાથને તરછોડીને ચાલી નીકળી. બેટા ! તારા વિના હું એકલી ઘરમાં શી રીતે જઈશ? વળી આવડા મોટા મહાલયમાં હું કેવી રીતે રહી શકીશ. ભોજન વગેરે હું એકલી શી રીતે કરીશ. ૩૪+૩પી - સુખ ભોગવવાની વેળાએ, મોહના અંધકારનાં વાદળોને ભેદી તું તો નિરાગી થઈને નીકળી ગઈ. પણ વરસે દહાડે એકવાર તો અવશ્ય સંભારજો. યાદ કરજો કે “મારે તુલસા નામે સાસુ હતાં. આવી રીતે અભાગણી સુલસા સાસુને યાદ કરશો. અમારા પ્રત્યે સ્નેહ રાખશો. સંસારમાં ફસાયેલા એવા અમારી ઉપર દયા કરજો . કોઈકવાર અમને દર્શન આપવા કૃપા કરશો. |૩૬ll હંમેશાં ક્રીડાના ઘર સમા આ વન-ઉદ્યાનમાં આપણે સૌ આવતાં અને આનંદને લૂંટતાં હતાં. આનંદ આપતું આ વન હવે ' શત્રુ સમાન થયું છે. હવે પછી કોઈ દિવસ આ વનમાં હું પગ મૂકીશ નહીં. આટલું બોલીને તેની સામું