________________
૧૮૨
ધર્મિલકુમાર રાસ
જ
જોતી જોતી ધ્રુસકે ધ્રુસકે રડતી સુલતાને સખીઓ દિલાસો આપે છે. તે પછી સર્વ પરિવાર સાથે સુલતા તેના નગરમાં મહેલે આવી. fl૩૭થી.
રત્નચૂડ વિદ્યાધર પણ પોતાના નગર તરફ ચાલ્યો ગયો. અગડદત્ત મુનિ વગેરેએ ગુરુ સાથે અન્યત્ર સ્થળે વિહાર કર્યો. સંયમયોગોને સાધતા, સકલશાસ્ત્રનો અભ્યાસ કરવા લાગ્યાં. શાસ્ત્રોનાં પારગામી થયાં. આત્મકલ્યાણની કેડીએ ચાલતાં, ગુરુની આજ્ઞા મેળવી વિહાર કરતાં આજે અત્રે અહીં આવ્યાં છીએ. If૩૮ અગડદત્ત મુનિએ આ પ્રમાણે પોતાની કથા કહી. અને કહેવા લાગ્યા. હે ગુણગંભીર ધમિલ ! આ જે તે સાંભળ્યું, તે સઘળુંયે ચરિત્ર અમારું છે. આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે આઠમી ઢાળ શ્રી શુભવીરવિજયજીએ કહી. ll૩૯ો.
ખંડ - ૩ઃ ઢાળ - ૮ સમાપ્ત
-- દોહા :અશ્વપ્લત ઘનગર્જના, ગંગાવેલુ પ્રમાણ; જલનિધિજલ ચરિત સ્ત્રીનાં, જાણે ન જોઈ સુજાણ. //ll દેખી ચરિત આ ષમુનિ, નારીથી લહી ઉદ્વેગ; અમ ગુરુએ નામ જ દીયાં, લહીય દિશા સંવેગ રા. દઢ ધર્મ ને ધર્મરૂચિ ધર્મદાસ મુનિનામ; સુવ્રત* દઢવ્રત ધર્મપ્રિય નામ તિસ્યા પરિણામ. I/all એમ નિસુણી ધમ્મિલ કહે, સરિખો નહિ સંસાર, બહુરત્ના હિ વસુંધરા, જેમ ધનસિરિ વરનાર ૪lપરનર દ્વેષીપણે કરી, બાર વરસ રહી ગેહ, સતીયપણે જોવન વયે, ન કરયો કિણશું નેહ //પી અગડદત્ત મુનિવર વદે, કહો કોણ ઉત્તમ નાર;
ધમ્મિલ કહે ભગવનું સુણો, સેવક મુખ્ય અધિકાર ll નવદીક્ષિત છ બંધુનાં નામ :- હે વત્સ ધમિલ ! કહ્યું છે કે ઘોડાનો લુત અવાજ, મેઘની ગર્જના, ગંગાનદીની રેતીનું પ્રમાણ, અને સમુદ્રનું પાણી, માપી શકાતું નથી. ગણવું હોય તો ગણી શકાતું નથી. તે જ રીતે વિચક્ષણ બુદ્ધિશાળી પણ સ્ત્રીના ચરિત્રને જાણી શકતા નથી. તેનો તાગ પામી શકતા નથી. //// તેથી નારી સ્ત્રીઓથી ઉદ્વિગ્ન પામેલા આ છએ ભ્રાતા સંસારથી વિરક્ત પામ્યા છે. વૈરાગ્ય સંવેગ પામીને, તેમણે પણ અમારા ગુરુજી પાસે સર્વવિરતિ રૂપ સંયમ ચારિત્રને ગ્રહણ કર્યું. રા
અમારા ગુરુજીએ આ નવદીક્ષિત ૬એ ભાઈના નામ અનુક્રમે નામ (૧) દઢકર્મ મુનિ (૨) ધર્મરૂચિ મુનિ (૩) ધર્મદાસ મુનિ (૪) સુવ્રત મુનિ (૫) દઢવ્રત મુનિ (૬) ધર્મપ્રિય મુનિ. આ પ્રમાણે રાખ્યાં. વળી નામ પ્રમાણે તેમના પરિણામ પણ તેવા ઉચ્ચ કોટિના છે. Imall અગડદત્ત મુનિ ભગવંતની વાત સાંભળીને ધમ્મિલે કહ્યું કે “હે ભગવંત ! સંસારમાં સર્વ સ્ત્રીઓ એક સમાન હોતી નથી.” “બહુરત્ના વસુંધરા” આ પૃથ્વી માટે કહેવાય છે જેને વિષે “ધનશ્રી” જેવી શ્રેષ્ઠ સ્ત્રીઓ રહેલી છે.