________________
ખંડ - ૩ઃ ઢાળ - ૧૩
૨૦૫
જળ પાવન દોય અશ્વને, જાવે જામ કુમાર, કુંવરી દેખી તેહને, ચમકી ચિત્ત મઝાર. //રા નવિ જાણે એ તપ થકી દુર્બલ શ્યામ સ્વરૂપ, પરદુઃખ ન લહે તસ્કરો, વંધ્યા બાલક ભૂપ. Ilal પંથ પવનશીતે ઠરી, અગ્નિ પ્રજાલ્યો જાય,
સર્વાગે દેખી કરી, કહે નિજ ધાવને તા. ૪ રથમાં બેઠેલી બે સ્ત્રીઓમાં એક રાજકુમારી હતી. જ્યારે બીજી તેની ધાવમાતા હતી. રથમાંથી ધાવમાતાની સાથે કુંવરી નીચે ઊતરી. રળિયામણું વાતાવરણ. સરોવરની પાળે રહેલા વૃક્ષ નીચે બંને જણા આરામ કરવા માટે સુંદર ભૂમિ જોઈને બેઠાં. ધમ્મિલકુમારે પણ રથને જોતરેલા બંને અશ્વને છોડી દીધા. પાણી પીવા માટે સરોવર પાસે લઈ ગયો. આરામ કરવાને માટે બંને અશ્વને પાછા લઈને આવ્યો. તે જ વખતે રાજકુંવરીએ ધમ્મિલને બરાબર જોઈ લીધો. અને ચિત્તને વિષે ચમત્કાર પામી. //રા
૬ મહિનાના કરેલા તપને કારણે, ધમિલનો દેહ દુર્બલ તથા શ્યામ પડી ગયો છે. તે કુંવરી જાણતી નથી કે તપને લઈને આ દુર્બલ દેખાય છે. એટલે મનમાં વિચારવા લાગી નક્કી કોઈ ઠગ લુંટારું કે જંગલના ચોર રખડતા હોય તે હશે. આનો વિશ્વાસ શું કરાય? કહ્યું છે કે ચોર, વંધ્યા, બાળક અને રાજા આ ચારેય જણાં પારકાનાં દુઃખને જાણી શકતાં નથી. તો આ ચોર જેવો લાગતો મારું દુઃખ કેવી રીતે દૂર કરી શકશે ? ૩ હજુ પૂરેપૂરું અજવાળું થયું નથી. ભાંભરું ભાંભરે સવારમાં લાગતું હતું. સરોવરની પાળ. ખુલ્લું મેદાન. મંદ મંદ વાતો શીતલ પવન જે પવને કુંવરીને ઠંડી લાગવા માંડી. ઠંડી દૂર કરવા, ધાવમાતાએ અગ્નિ પેટાવ્યો. તે અગ્નિના પ્રકાશમાં કુંવરીએ હવે ધમિલનું રૂપ જોઈને, સર્વ રીતે નિહાળીને, મનમાં વિચારતી, ધાવમાતાને કહે છે. II૪ો.
ઢાળ તેરમી
(કપૂર હોવે અતિ ઊજલો રે...એ દેશી) કુંવરી કહે કોણ કારિમો રે, મા એ મૂઢ ગમાર, ડાંગે અંધારું કૂટીયું રે લુંટી હું ભર બજાર રે,
માડી ! બડી રે બલ્લા નર એહ. દીઠે દાઝે દેહ રે, માડી, બડી રે બલ્લા નર એહ.
નબલાશું શ્યો નેહ રે માડી ? ના. ભૂખે દાધી દેહડી રે, પ્રગટ નસાની જાલ; સૂકો જાલિ કરોળિયો રે, શ્યામ તનુ વિકરાલ રે માડી. રા. વસ્ત્ર મલિન તન મલ ભર્યો રે, દીસે દારિદ્ર રૂપ; મૂક પરે હું હું કરે રે, દેખી પડે કોણ કૂપ રે માડી. II