________________
૨૦૪
ધમ્મિલકુમાર રાસ
નવ સુપનો પંડિતજનોએ કહ્યા છે. (૧) અનુભવેલ, (૨) સાંભળેલ (૩) જોયેલ વસ્તુ સ્વપ્નમાં જોવાય છે. II૮।। વળી (૪) ત્રણ પ્રકૃતિ (વાત-પિત્ત-કફ) વિકૃત થવાથી જોવાય. (૫) સહજ સ્વભાવથી (સ્વાભાવિક) જોવાય, (૬) આર્તધ્યાનમાં પડવાથી જોવાય, ચિંતા ઉત્પન્ન થવાથી, (૭) પાપના ઉદયે, (૮) ધર્મના પ્રભાવે અને (૯) દેવે આપેલ થાય. નવ પ્રકારમાંથી છેલ્લાં ૩ સ્વપ્નો સાચાં પડે છે. (અર્થાત્ શુભ હોય) તો શુભફળ અને અશુભ સ્વપ્ન હોય તો અશુભ ફળ મળે છે. II.
સ્વપ્નના વિચારમાં વિચારમાં તો બીજી એક પ્રહર વીતી ગઈ. અને તે મંદિરના દ્વારે એક રથ આવીને ઊભો રહ્યો. તે રથને ઉજ્જવલ ઘોડા જોડેલા હતા. તેની લગામ હાથમાં પકડીને એક સ્ત્રી આ રથને હાંકવા બેઠી હતી. અર્થાત્ સારથી તરીકે એક સ્ત્રી હતી. તે જ સ્ત્રી રથમાંથી નીચે ઊતરી. ।।૧૦। અણધાર્યો લાભ ઃ- દ્વાર આગળ આવીને તે પૂછવા લાગી કે “અંદર કોણ છે” “અહીં ધમ્મિલ છે ?” ત્યારે ધમ્મિલ જે મંદિરમાં રહ્યો હતો. તે તરત બોલ્યો. હું ધમ્મિલ છું આ અહીં બેઠો છું. ત્યારે તે સ્ત્રી પણ ધીમે રહીને કહેવા લાગી. કે જો તમે ધમ્મિલ છો તો રથમાં બેઠેલી તમારી સ્ત્રી.તમને બોલાવી રહી છે. ||૧૧|| ધમ્મિલ તો તે વાત સાંભળી વિચારવા લાગ્યો કે કોઈક સાંકેતિક સંયોગ ઊભો થયો લાગે છે. જેથી મારા નામે કોઈક સુંદરી બોલાવે છે. કોઈક વ્યંતર દેવી અથવા કોઈક ખેચરી કે કોઈ વિદ્યાધરી વિષયાકુલ થઈને મારુ નામ પ્રાપ્ત કરીને આવી લાગે છે. અથવા મારા નામથી બીજા કોઈને સંકેત અહીં આવવાનો કર્યો લાગે છે. ૧૨॥
જે હોય તે, પણ મારે તો નિશ્ચે મૌન કરીને જવું. જેથી મારુ શ્રેય થાય. મૌનપણું શ્રેયસ્કર છે. જે કંઈ વાત કરે તો ત્યાં મારે માત્ર હુંકારા ભણવા. બીજું કંઈ બોલવું નહિં. એમ કરતાં મને સત્ય વાત સઘળી હકીકત જાણવા મળશે. મૌનને ધારણ કરતાં હિંસક બગલોય સુખે જીવન જીવે છે. જ્યારે બોલતાં એવાં પોપટ-મેનાને પાંજરામાં પુરાવું પડે છે. ।૧૩।। મનમાં આવું વિચારીને મંદિર થકી બહાર નીકળ્યો. પોતાનું શરી૨ ઢાંકીને રથના આગળના ભાગે જઈને બેઠો. અપ્સરા જેવી કન્યાને રથમાં બેઠેલી જોઈને હર્ષિત થયો. તે કન્યા પણ પોતાની સખી ઉપર ઘણી આનંદિત થઈ. ।।૧૪।
ચંપાનગરીની વાટે :- રથમાં રહેલી કન્યાના કહેવાથી ધમ્મિલકુમાર, ચંપાપુરીની વાટે સડસડાટ રથ હંકારી રહ્યો છે. રથમાં બેઠેલી તે કન્યા અને બીજી સ્ત્રી જે રથ હાંકતી હતી (તે અંદર બેઠી છે) તે બંને સ્ત્રીઓ જે કંઈ કુમારને પૂછે છે, તેનો જવાબ કુમાર કંઈ આપતો નથી. માત્ર હું હું હુંકારો ભણ્યા કરે છે. વાટ પૂરી થતાં ખુલ્લુ મેદાન આવતું દેખાયું. ।।૧૫। તેથી ઘોડાને વિશ્રામ આપવા, નજીકમાં સરોવર છે ત્યાં આગળ મોટી વિશાળ જગ્યાએ રથ ઊભો રાખ્યો. કંઈક રાત્રિ બાકી હતી. તે પૂરી કરવા અને થાક ઉતારવા ત્યાં સૌ ઊતર્યાં. આ રીતે ત્રીજા ખંડને વિષે બારમી ઢાળ શ્રી શુભવીરવિજયજીએ કહી. જે અમે તો બોલી બતાવી, પણ ધમ્મિલકુમાર તો મૌન ધા૨ણે હૃદયમાં આનંદ માની રહ્યો છ`અને સાંભળનારા શ્રોતાઓ આ ઢાળ સાંભળી હૃદયને વિષે આનંદ ધરે છે. ।૧૬।। ખંડ - ૩ : ઢાળ - ૧૨ સમાપ્ત દોહા :નૃપકુંવરી નિજ ધાવશું, ઉતરીયાં જલઠામ; સુંદર ભૂમિ વિલોકીને, લીયે તરૂતલ વિશ્રામ. ॥૧॥