________________
ધમ્મિલકુમાર રાસ
મારા દેહને ઠારું છું”. IIII ત્યારે હંસ કહે છે ડમરો-મરવો ઠંડક આપનારાં છે, ત્યારે ભમરો કહેવા લાગ્યો કે કેતકીનો પ્રેમ એવો લાગ્યો છે કે બીજાં એકેયનો પ્રેમ રૂચતો નથી. વિરહી (પ્રેમી)ની ગતિ વિરહી (પ્રેમી) જાણી શકે, મૂઢ ક્યાંથી જાણી શકે ? ઘંટા
be
એટલે હંસે કહ્યું કે “હું પણ પ્રેમીના વિયોગવાળો છું, તેથી તારી વેદનાને હું પણ જાણી શકું છું. હું તમને એમ પૂછું છું કે આ આખુ તારું શરીર શ્યામ (કાળું) પડી ગયું છે અને પૂંઠે પીળો કેમ છે ? ।।૯।। ભમરો બોલ્યો - હે હંસ ! આ પ્રેમનો ઘા મારા અંગે લાગ્યો છે. તેની ઉપર તાજી હળદર હમણાં ચોપડેલી છે. તેથી પીળો રંગ દેખાય છે. ૧૦
સ્વામિન્ ! તમે પણ મનુષ્યરૂપી ભમરા છો. નક્કી આ વાત દિલમાં ધરજો. જો એમ ન હોય તો રણમાં શૂરવી૨ એવા ક્ષત્રિયને કમલિનીનો ઘાત કેમ લાગે ? ।।૧૧।। “હે નાથ ! બીજી એક વાત કહું ? એક પોપટ વનમાં વસતો હતો. ત્યાં કોઈ સુંદરી ફરવા આવી. અને તેણે તે જોયો. સુંદર મજાનું પાંજરુ મંગાવ્યું. તેમાં દાડમની કળીઓ મૂકી. પોપટને પ્યારથી બોલાવી દાડમની કળીઓ બતાવી. ।।૧૨।।
ભોળો બિચારો પોપટ પિંજરમાં જઈને પડ્યો. તમારો પણ એવો જ ઘાટ છે. અને સ્નેહઘેલી પોપટની પ્રિયા (મેના) રડતી રડતી રાહ જુએ છે કે સ્વામી ક્યારે આવે ? ક્યારે આવે ? ક્યારે ભેટું ? ।।૧૩। પવનચંડ ઉપાધ્યાયને ત્યાં મારો પ્રાણનાથ હતો. ત્યાં સુધી તો સુંદર દૃષ્ટિ મેળાપ પણ થતો અને હમણાં તો વિરહની વ્યથાથી વ્યાકુળ છું. પણ ઉત્તમ-કુળવાન એવા તમે આપેલાં વચનોના વિશ્વાસે ધીરજ ધરી રહી છું. તમારા નામનો જાપ કરું છું. I॥૧૪॥
હે પ્રાણનાથ ! એક વચનના મિષે કરીને વિભીષણને રામે લંકાપતિ બનાવ્યો હતો. તેમ તમે પણ આપેલ વચનને આ લેખ વાંચીને યાદ કરજો. અને જલ્દીથી ઉત્તર આપજો. વિભીષણે કહ્યું કે “મને કંઈ કામ બતાવો.’’ ત્યારે રામે કહ્યું કે “આ લંકાનું રાજય તારે સંભાળવાનું છે.” હજુ તો યુદ્ધની શરૂઆત પણ નથી થઈ છતાં રામને ખાત્રી છે કે યુદ્ધમાં વિજય થવાનો છે અને જ્યારે યુદ્ધ થયું ને લંકામાં આવ્યા ત્યારે વિભીષણે રામને કહ્યું કે ‘આ સિંહાસન ઉપર બેસોને, આપનો રાજ્યાભિષેક કરીએ, ત્યારે રામ બોલ્યાં કે “રાય તો મેં તને પહેલાં જ આપી દીધું છે તે વાત ભુલાઈ ગઈ ?” આ રીતે વચનછલથી વિભીષણનો રાજ્યાભિષેક કર્યો. ॥૧૫॥
પણ હમણાં તો તમે કઈ પરિસ્થિતિમાં છો, તે કહું ? આ દૃષ્ટાંતથી સમજી લેજો. જેથી ખબર પડશે. એક મનુષ્યને બે પત્ની હતી. બંનેએ પતિવ્રત કર્યું. નાની સ્ત્રી વ્યભિચારી હતી. તેણે વિચાર્યું કે આણે પતિવ્રત કર્યું છે. તેથી પતિ તેને વશ થઈ જશે અને હંમેશ માટે હું સમાગમ મેળવી નહિ શકું. તેણીએ અન્ય પુરુષ સાથે સંબંધ બાંધ્યો અને મોટી શોક્ય સાથે ઝઘડવા લાગી. એકવાર કોઈ યોગી આવ્યો. તેને લઘુસ્ત્રી જણાવે છે કે “મારો પતિ મને વશ નથી અને શોક્ય ઝઘડે છે.” યોગીએ ચૂર્ણ આપ્યું. “આ ખવડાવજે. જેથી તે બળદિયો થઈ જશે.” લઘુ સ્ત્રી ખુશ થઈ ગઈ. યોગીએ આપેલું ચૂર્ણ ખવડાવી દીધું. પતિ બળદિયો થઈ ગયો. મોટી શોક્યને કહેવા લાગી કે “પતિના બહુ વ્હાલ કરતી હતી ને ? ભોગવ હવે ! મોટી સ્ત્રી બહુ સમજુ હતી અને સાથે વિવેકી પણ હતી. તે સમજે છે કે ભલે હમણાં આ બળદ થયો. પરંતુ છે તો મારો પતિને ! તે ચારો ચરાવવા લઈ જાય છે. સારી રીતે પતિબળદની માવજત કરે છે. ।।૧૬।।