________________
૧૦૦
ધમિલકુમાર રાસ
સુણ પ્રીતમ નિર્લજ્જ, પડયો તું પાસમાં; હરણ પર પડી હુંરે, વળી તુજ આશમાં; આરજપુત્ર પવિત્ર, પુરુષવ્રત કિહાં રહ્યું; નીચ મારગ અનુસરતાં, નિર્મલ કુલ ગયું. લી. કુલવટ ઉત્તમવંશ, ને ક્ષત્રિપણું ટળ્યું; મુજ સાથે કરી કોલ, વચન બોલ્યું બળ્યું, કાક અમેધ્ય પરે ચોર દારાયે રંજિયો; ભ્રષ્ટ સકલ ગુણ જાતભાતમાંથી ગયો. ૧૦ના વણિક સુતા પણ હું તમથી રૂડી ઘણી, સતિવયણે ઘર રાખી. માજા આપણી; કેતાં વરસ કુમારી, સમી ઘરમાં રહી; પિઉડા વરી હું તુમ, ઉત્તમ જાતિ લહી. ૧૧ ઠંડી સાહેલી સાથ, નાથ સાથે સજ્યાં; તુમ વચને બંધાણી પિયરીયાં તજયાં; માતપિતા સાસરીયાંને, કુલપંપણ ધરી; શીયલ તજી તુમ સજ્જન, સંગે નીકળી. ll૧૨ા. એ સવિ કીધુ પ્રીતમ, તાહરે કારણે; મતિ વિણઠી ઘર પેઠી, રહી હું બારણે; વિણ દેખે હા દૈવ ધરી જલધિ સહિ; ઉતરવાનો આરો તે, એક રહ્યો નહિ. I૧all : " એણે સંગે રહી ખેલો, પ્રીતમજી ભૂધરે, સુલતાસાસુ ચરણે, જશું અમે સાસરે, કહીયું અને જો મોકલશે, તુમ ખોલવા; કૃષ્ણપર્વે ગયા તુમસુત, પાતાળ સાધવા. ૧૪ કાન્તાવચન ગંગોદક, કલ્લોલ કરી નીચરાગમલ ધોઈ, ચિત્ત સુમતિ વરી; અગડદત નીકળ્યો, ચોર સંપદ તજી, મદનમંજરી શું રથ, બેસી ચલિયો સજી; l/૧પા. નારીચરિત્ર ગહન, તેમ ગહનવને વસે; ભિલ્લવૃંદ જિહાં ત્રાસે, નાંશે દશા દિશે. દેખી કુંવર મન ચિંતે, એ ઉત્પાત શ્યો; તવ દીઠો મદ ભરીયો, હસ્તી કૃતાંતશો. I/૧દી. વશ કરી રાજકુંવર, તિહાં આગળ ચલે; લાંગુલઘાત નિપાત, પટહભૂત ભૂતલે, સન્મુખ આવ્યો વાઘ, વદન જિગ્યું ગહરા, ધાવત ક્રોધ ભયો, રહી ઉંચી કેસરા. /૧લી. મદનમંજરી ભયભ્રાંત, થઈ તે દેખતાં, વૈરજ દેવે તાસ, વાઘ હણવા જતાં, વામ કરાંબર વીંટી, હરિવદને ધરી, દક્ષિણ ભુજ ખડ્રગે કટિ, છેદી દ્વિધા કરી. ll૧૮. રથ બેસી વનખંડ, વર્ચે વલી જાવતો, અતિ ઉત્કટ ફણી મણિધર, સાતમો આવતો; રક્ત નયન કાલકાંતિ, ધમણ સૂત્કાર એ; જમદંડ તુલ્ય પ્રચંડ, દીસે વિકરાલ એ. ll૧૯લા દેખી ભયે પતિકંઠે, વળગી મંજરી; ભય મ ધરો કહે કુંવર, હેઠો ઉતરી; થંભી મંત્રી ગારૂડી, પરે અહીને દમી; બેસી રથપથ ચાલ્યાં, રણ સઘળું વમી. ૨ના શંખપુરીને દેશ, સીમે વિશરામીયા, ભવઅટવી ઓળંગી, નરભવ પામીયા, બીજે ખડે ઢાળ એ, છઠ્ઠી ઉચ્ચરી, કમલસેના શુભવીર, કુમારને સાંભળી. ૨૧ - હવે કુમાર આ બાજુ રથમાં બેસીને પર્વતના મધ્યભાગમાં ગયો. ચોરે કહ્યા પ્રમાણે બે નદીઓ પણ જોઈ. યક્ષનું મંદિર પણ આગળ જતાં જોયું. સીધી દિશાએ શિલા જોવા થોડેક આગળ ગયો. ત્યાં