________________
ખંડ - ૨ : ઢાળ - ૬
શિલા પ્ણ જોઈ. કુમારે શિલા ખસેડી નાંખી. ભોંયરું જોવામાં આવ્યું. કુમારે બહારથી બૂમ પાડી. “જયસુંદરી ! હે જયસુંદરી !' પરપુરુષનો અવાજ સાંભળીને એકદમ ચિંતિત થયેલી તે સ્ત્રી ભોંયરા થકી બહાર આવી. ક્ષણમાત્ર કુમારને જોઈને તરત જ તેણે આવકાર આપ્યો. “આવો ! અમારે ઘેર પધારો.” ।।૧।।
૧૦૧
કુમાર ગુફામાં :- કુમારે ગુફાનાં દ્વાર પાસે રથ સ્થાપન કર્યો. દંપતી બંને ભોંયરા થકી જયસુંદરીની પાછળ ચોરના ઘરમાં ગયાં. ત્યાં પણ ચોરપત્ની જયસુંદરીએ સત્કાર કર્યો. પછી પૂછ્યું ? કહો, કયા કારણે આપનું આગમન અમારે ત્યાં થયું ? બેસવા આસન આપ્યું. બેઠા પછી કુમારે ચોર આગળ બનેલી બધી જ બીના કહી સંભળાવી. વળી તે ચોરનું ખડ્ગ પણ પોતે બતાવ્યું. તે ખડ્ગ જોઈ જયસુંદરીએ પણ સત્ય વાત જાણી અને ખાત્રી થઈ કે પતિ પરલોકવાસી થયો છે. તેના કહ્યા મુજબ હવે મારે શરણું આનું જ છે. II૨॥ કામદેવ સરખા કુમારના રૂપને જોઈને ક્ષણવાર તો સ્તબ્ધ થઈ ગઈ. મન ચલિત થયું. ભીંતમાં ચીતરેલી પૂતળીની જેમ સ્થિર થઈ ગઈ. કુમારને એકીનજરે જોવા લાગી. કુમાર પણ તેને જોઈને મોહિત થયો. પાસે મદનમંજરી જોયા જ કરે. કુંવર તો વિચારે છે કે આ શું રંભા છે કે ઉર્વશી છે ? કે જેને જોવામાં જ મારું દિલ આકર્ષિત થઈ ગયું છે ? ।।ઝા
અહો ! આ ચોર પાતાલ લોકમાંથી નાગકન્યાનું અપહરણ કરીને લાવ્યો છે કે શું ? નાગદેવતાના ભયથી રખેને આ નાગકન્યાનું નામ તેણે બદલી નાખ્યું લાગે છે. જયસુંદરી નામ રાખ્યું છે. વિકસિત થયેલો કુંવર પણ તેણીની સામે એક નિગાહથી નીરખી રહ્યો છે. વાદી-પ્રતિવાદી એકબીજાની સામે જોઈ રહે. તેમ કુમાર અનેં જયસુંદરી એકબીજાની સન્મુખ જોઈ રહ્યાં છે. તેણીના હૃદયમાં કુમાર પ્રત્યે સ્નેહ ઊભરાયો અને કહેવા લાગી. II૪l “તમારું મુખકમળ જોઈ હું મૂઢ બની છું ? મારી શુદ્ધબુદ્ધ ચાલી ગઈ છે. મારી જાતને પણ હું ભૂલી ગઈ છું. તમારી પ્રેમકટારી લાગવાથી હું ઘાયલ થઈ છું. ઘાયલ થયેલ ચોરને (મારા પતિને) શીતલ-પવન આપીને ઠંડક આપી હતી. તો હમણાં હું પણ ઘાયલ છું તો પ્રેમામૃત આપીને (સિંચીને-પાઇને) મને શાંત કરો. ॥૫॥
તમારી સર્વ પત્નીઓની હું દાસીરૂપે રહીશ. તેમનાં કડવાં વચનો પણ આપની આજ્ઞા હશે તો હું સહન કરી લઈશ. પણ મારો ઉદ્ધાર કરો. વિષ્ટામાં પડેલું રત્ન પણ હાથમાં લઈને પાણી વગેરેથી કરીને ગ્રહણ કરાય છે અને હિતકારી એવું બાળકનું વચન પણ ચિત્તમાં ધારણ કરાય છે. તેવી રીતે હે પરદેશી ! મારો સ્વીકાર કરો. તિરસ્કાર ન કરશો. ।।૬।। નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ચંડાળ પાસેથી પણ ઉત્તમ વિદ્યા શીખવી અને સ્ત્રીરત્ન દુષ્કળ (નીચકુળ)માંથી પણ ગ્રહણ કરવું.” વળી કૃષ્ણ વાસુદેવે પણ સમુદ્રની પુત્રી લક્ષ્મીજીને પોતાની પટ્ટરાણી બનાવી હતી. અને પર્વતની પુત્રી ગૌરી-કાલી પણ હોવા છતાં રૂદ્રે(શંકરે) પાણીગ્રહણ કર્યું હતું. IIll
મારું આ કરોડોનું દ્રવ્ય તમને સમર્પિત કરું છું. હે વાલેશ્વર ! આ ભવમાં દેવ સમાન ગણીને તમારી સેવા કરીશ. જયસુંદરીના પ્રેમભર્યાં વચનો સાંભળીને કુમાર તેણીમાં આસક્ત થયો. તેણીની સર્વ વાત તેને સત્ય લાગી. આ જોઈ મદનમંજરી ચમકી, અને કુંવરને કહેવા લાગી. II૮II
મદનમંજરીનો બળાપો :- સ્વામીનાથ ! આ શું કરો છો ? નિર્લજ્જ થઈને, એક પરસ્ત્રીના (ચોરપત્ની) પાશમાં કેમ પડો છો ? તમારી આશામાં હરણીની જેમ હું તો ફંદામાં ફસાઈ ગઈ છું.