________________
૧૦૨
ધમિલકુમાર રાસ
રે ! મને ખબર નહોતી કે તમે સ્ત્રીલંપટ હશો. હે આર્યપુત્ર ! તમારું પવિત્ર પુરુષવ્રત ક્યાં ગયું? ક્યાં રહ્યું? નીચમાર્ગને અનુસરતાં તમારું નિર્મળ કુળ પણ લાજવું. //લી તમારું કુળવટપણું - તમારો ઉત્તમવંશ અને ક્ષત્રિયપણું પણ ગયું. મારી સાથે કરેલાં કૉલ-વચનો, બોલેલા બોલ – બધું બળીને સાફ થયું. અપવિત્ર એવી વસ્તુ ઉપર કાગડાની જેમ ચોરની સ્ત્રી ઉપર રંજિત થયા છો ! તમારા સર્વ ગુણો નષ્ટ થયા. તમારી જાત-ભાત બધું જ ગયું. ૧૦.
વણિકપુત્રી એવી હું તમારા કરતાં ઘણી જ સારી છું. કે એક સખીના વચને કુંવારી કન્યાની જેમ જ મર્યાદા રાખીને પિતાના ઘરમાં કેટલાં વર્ષો સુધી રહી. તમારી ઉત્તમ જાતિ જાણીને હે પ્રાણેશ્વર ! ' હું તમને વરી. તમને પરણી. ને આ શું? I૧૧ સરખી સાહેલીઓનો સાથ છોડીને, તમારે વિશ્વાસે ચાલી આવી. ને સાથે સાથે ચાલવાની છું. તમારા વચને બંધાઇને પિયરિયાંનો સાથ છોડ્યો. માતપિતા અને સાસરિયાના કુલને કલંક લગાડ્યું. તમારી સાથે સંબંધ બાંધીને ચાલી નીકળી. [૧રા.
હે સ્વામિન્ ! આ બધું તમારા માટે મેં કર્યું. પણ તમારી તો બુદ્ધિ વિપરીત થઈ ને તમારા હૃદયમાં તેને સ્થાન આપ્યું. મારા માટે તો કોઈ જ સ્થાન ન જ રહ્યું. રે ! હું (ઘર વિનાની) તો બહાર જ રહીને ! હે દેવ ! જોયા વિના જ આ સંસારસમુદ્રમાં હું તો પડી. હવે બહાર નીકળવાનો, કે પાર ઊતરવાનો એકેય આરો કે ઓવારો રહ્યો નથી. આ રીતે મદનમંજરી કલ્પાંત કરવા લાગી. ./૧૩
વળી બોલી...તમે હવે એના સંગે રહીને ભોંયરામાં રમ્યા કરો. અમે તો અમારા સાસરે જઈને સાસુજી તુલસામાનાં ચરણોમાં રહીશું. તમને ખોળવા (શોધવા) માટે અમને જો કોઈ મોકલશે, તો અમે કહીશું કે, “તમારા પુત્ર કૃષ્ણની જેમ નાગકન્યાને સાધવા(મેળવવા) પાતાળમાં ગયા છે. /૧૪ll
મદનમંજરી આ પ્રમાણે કટાક્ષ કરવા લાગી. ગંગાના પાણીના તજ્ઞો જેવી સ્ત્રીની વાણીથી ચોરની સ્ત્રી (ઉપર)ના રાગનો મેલ ધોવાતાં, ચિત્તમાં સારી બુદ્ધિ ઉત્પન્ન થઈ. ચોરની સઘળી સંપદાને તથા સ્ત્રીને છોડી દઈને અગડદત્ત ગુપ્તઘર - ભોયરા થકી બહાર નીકળી ગયો. રથને સજ્જ કરી પત્ની સાથે રથ લઈને ચાલી નીકળ્યો. ૧પી નારીચરિત્રની જેમ ગહનવનની અંદર તેણે પ્રવેશ કર્યો. ત્યાં આગળ વળી ભિલ્લોનો સમૂહ ત્રાસ પામીને આમતેમ ચારે બાજુ નાશભાગ કરી રહ્યો હતો. કુમાર વિચારવા લાગ્યો. આ શો વળી ઉત્પાત થયો? તેટલામાં તો યમરાજ સરખો મદોન્મત્ત હાથી - વનહાથી જોયો. ૧૬
વનમાં વિકરાળ વનહાથીનો ભેટો - બે પરદેશી પુરુષોએ કહ્યું હતું કે ચોર-હાથી-સિંહ વગેરે વિકરાળ મળશે. માર્ગમાંથી દુર્યોધન ચોર દૂર કર્યો. હવે વનવાથી વિકરાળ મળ્યો છે.
વનવાથી દોડતો રથ તરફ આવવા લાગ્યો. રથમાંથી ઊતરીને કુમારે=(વશવર્તી વિદ્યાને જાણતાં) હાથીને વશ કર્યો. આગળ વળી રથમાં બેસીને ચાલ્યો. ત્યાં પોતાનું પૂંછડું પૃથ્વી ઉપર પછાડીને જાણે પડહો વગાડતો હોય તેવો અને ગુફા જેવડું તેનું મોં પહોળું કરતો સિંહ સામો આવ્યો. તે ક્રોધે ધમધમતો દોડી રહ્યો છે અને તેની કેસરા ઊંચી થઈ ગઈ છે. I/૧૭ી.
સિંહનો સામનો - વિકરાળ સિંહને જોઈને મદનમંજરી ભયભીત થઈ ગઈ. કુમારે તેને ધીરજ આપી. કુમાર રથમાંથી ઊતર્યો. સિંહને હણવા માટે ડાબા હાથે વસ્ત્ર વીંટીને, સિંહના મોંઢા આગળ ધર્યું. સિંહ પણ મનુષ્ય-પ્રાણી સમજીને, હાથને વળગ્યો. એટલામાં તો કુમારે જમણા હાથે સિંહના કેડે ખગ જોરદાર માર્યું. અને સિંહ ત્રાડ પાડીને ભોંયતળિયે પડ્યો. ઘડીમાં મરણને શરણ થયો. ૧૮