________________
ખંડ
33
કુંવરે કહ્યું – હે મહારાજ ! આજે કલ્પવૃક્ષની જેમ, તમે મને ફળીભૂત થયા છો. રોગીને જેમ નાડીવૈદ્ય મળે તેમ દુ:ખી એવા મને આજે તમે મને મળ્યા છો. IIII હે પ્રભુ ! કુશારત (કુશાગ્ર) નગરનો નિવાસી હું શ્રેષ્ઠીપુત્ર છું. જ્ઞાન-વિજ્ઞાન-કળા વગેરેનો અભ્યાસ અધ્યાપક પાસેથી મેં સારી રીતે મેળવ્યો છે. આમ હું યૌવનવયને પામ્યો. ॥૨॥
અનુક્રમે વેશ્યાના ઘેર વસતાં તેની સાથે સ્નેહ થયો અને આ વાત સમય જતાં ઘરે ઘરે પ્રસરી. છેવટે વેશ્યાએ સૂતેલો એવો મને ઉપાડી લઈને જંગલમાં મૂકી દીધો. ॥૩॥ પ્રભાત થતાં જ્યારે હું જાગ્યો, અને મેં જોયું. રે ! શી દશા ! ખિન્ન થયેલો છું, ત્યાંથી ઊઠીને મારે ઘેર ગયો. ત્યાં પણ જાણ્યું કે મારાં માતા-પિતા મૃત્યુ પામ્યાં છે. સાંભળીને હૃદયમાં એકદમ ધ્રાસકો પડ્યો. ।।૪।
- ૧ : ઢાળ -
દુઃખી એવા મેં દુઃખને સહન ન કરી શકતાં નિર્જન વનમાં જઈને આપઘાતનો વિચાર કર્યો. હે ગુરુદેવ ! મૃત્યુ માટેના અનેક ઉપાયો કરવા છતાં (હું) નિષ્ફળ ગયો અને જ્યારે કોપ કરીને વનદેવતાએ મને વાર્યો, ત્યારે થાકીને હારીને ફરતો એવો હું અહીં આપના ચરણે આવ્યો છું. IIII જેમ લોહચુંબક ચમક પાષાણને ખેંચે, તેમ તમારાથી હું ખેંચાયેલો છું. આંખમાં અમૃત અંજનની જેમ હે દેવ ! આજે આપનાં દર્શનથી મને ઠંડક મળી છે. દા
છતાં પણ હે મહારાજ ! હજુ પણ આ વેશ્યા મારા ચિત્તમાં વસેલી છે. વળી દાંતમાં જડેલ સુવર્ણરેખા જેવો જેનો રંગ લાગ્યો છે. તે રંગ મૃત્યુપર્યંત પલટાય તેમ નથી. (એની યાદમાં હું હૈયામાં બળી રહ્યો છું.) IIII એ ભલે દુર્જનની જેમ વર્તી, પણ મેં તો તેને હૃદયથી, મારી પરણેતરને દૂર કરીને પણ સાચો સ્નેહ કર્યો છે. ૮॥
હે નાથ ! મારાથી વધારે દુઃખ તો તમારે ક્યાંથી જોવામાં આવ્યું હોય ! અને જો હોય તો, મારાથી સહન નથી થતું. તો તે આપે કેવી રીતે સહન કર્યું હશે ? ।। તે સાંભળી મુનિરાજ બોલ્યા - હે શ્રેષ્ઠીપુત્ર ! જે વીતક વીતી છે મને, તે કથા તને કહું છું તે તું સાંભળ ! ||૧૦||
અગડદત્ત મુનિનું ચરિત્ર :
આ પૃથ્વીનાં સઘળાંએ નગરની શોભાને હરણ કરીને જાણે પૃથ્વીનું તિલક ન બનાવ્યું હોય ! તેવી શંખપુરી નામે નગરી છે. ||૧૧|| ત્રણ જગતમાં (સ્વર્ગ-મૃત્યુ-પાતાળ) વિખ્યાત જે ત્રણ શક્તિ (ઉત્સાહશક્તિ, મંત્રશક્તિ, પ્રભુત્વશક્તિ) છે, તેને પ્રાપ્ત કરવાના સાધનરૂપ ધર્મ-અર્થ અને કામ એવા ત્રણ વર્ગ જેની પાસે છે તેવા તે નગરીના સુંદર નામે રાજા છે. ।૧૨।
તે રાજાને સમજુ, ડાહી, પંડિતા અને રૂપવાન શીયલવતી સૌભાગ્યશાળી, સુંદર સ્વભાવવાળી સુલસા નામની રાણી છે. I॥૧૩॥ તેણીને ઉદરરૂપી સરોવરમાં હંસ સમાન, કુળમાં મુગટ સરખો એક પુત્ર થયો અને તે રાજકુમારનું નામ અગડદત્ત પાડ્યું. ॥૧૪॥
રાજકુમાર ઘણો બુદ્ધિશાળી હતો. ખંતપૂર્વક ગુરુ પાસે વિદ્યા ભણ્યો. પુરુષની જે કળા ૭૨ કહી છે, તે સઘળી કળામાં પ્રવીણ થયો. પણ તે એક ચોરી કરવાના દોષથી હણાએલો હતો. અર્થાત્ સારાયે ગુણો હોવા છતાં તેનામાં ચો૨ી ક૨વાનો મોટો દોષ હતો. II૧૫।। નગરમાં તે હંમેશાં ચોરી કરતો હતો. ચોરીના કારણે બીજા પણ દોષો (અવગુણો-વ્યસનો)તેનામાં પ્રવેશ્યા. આવા વ્યસનીને ન્યાય, નીતિના ધોરણે, ધર્મનો પવિત્રમાર્ગ તો તેનાથી ઘણો દૂર થઈ ગયો. ।।૧૬।।