________________
૩૪
ધમિલકુમાર રાસ કહેવાય છે કે, આમેય જ્યારે વિધાતાએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે રત્નમાં કલંક મૂક્યું. (કોહીનૂર હીરામાં ઝેર હોય છે જે ચૂસવાથી મૃત્યુ થાય.) કમલમાં કાંટા, ચંદ્રમાને કલંકિત કર્યો. ૧છી વળી સરખા સંયોગ (હોય) ની અંદર વિયોગ, રૂપમાં દુર્ભાગ્ય, બ્રાહ્મણ પંડિતમાં નિર્ધનતા, અને સમુદ્રમાં ખારાશ મૂકી. /૧૮
ધનવાનમાં કૃપણતા, નીચના ઘરે લક્ષ્મી, ધર્મીના ત્યાં પુત્રધનની ખામી, ઉત્તમ કુળની સ્ત્રી હલકાં પુરુષને પરણે, હે વત્સ ! આવાં આવાં કંઈક દૂષણો વિધાતાએ દરેક ઠેકાણે મૂક્યાં છે. ૧૯ો તેથી વિધાતાએ કુંવરમાં પણ ચોરી કરવાનું દૂષણ મૂક્યું. ચોરીને કારણે ત્રાસી ગયેલા નગરના વેપારીઓ ભેગા થયા અને રાજસભામાં સૌ ગયા. કુંવરની વાત રાજાને કરી. //રા
નગરજનોની વાત સાંભળી રાજા વિચારે છે કે આ પુત્ર તે કુપુત્ર થયો છે. આવા પુત્રને જોઈ જોઈને બળવું. તે કરતાં ન હોય તે વધુ સારું. ર૧ વળી વિચારમાં આગળ વધતો રાજા વધુ વિચારી રહ્યો છે આ પુગે તો માતા-પિતાની મારી) લાજ પણ ન રાખી. ન કુળમર્યાદા સાચવી. વ્યસનથી વંઠેલ મારા કુળ ઉપર મશીનો (મેશનો) કૂચડો ફેરવ્યો. //રરા
આ સંસારની નીતિ જ એવી છે. ધનવાનો દેવતાની માનતાઓ કરી પુત્ર મેળવે, અને જ્યારે તે અવિનીત થાય ત્યારે સુખરૂપી વનમાં દાવાનળ લગાડે છે. //ર૩ી માતા પુત્રને ઘણા લાડ લડાવે. સારા સંસ્કારો લાડમાં વિલીન થાય. મોટો થતાં બાપની આબરૂના ધજાગરા કરે. ત્યારે તે લાડકો દીકરો દુશ્મનથી પણ વધારે દુઃખદાયી થાય છે. ૨૪
(બચપણમાં) મારા પુત્રને કોઈ રોગ થશે તો...! એવા ભયથી માતા મિષ્ટાન્નાદિ ભોજનનો ત્યાગ કરે અને એ જ પુત્ર જયારે મોટો થાય ત્યારે કુવચનો દ્વારા જીવતાં માતાપિતાને શૂળો ભોકે છે. //રપા એવા મૂઢ પ્રાણી ગાંડા થાય છે. અનેક પ્રકારનાં કૂડકપટ કરી લોકોને છેતરીને ધન ભેગું કરે છે. / ર૬ll.
તે માતાપિતા પોતે ખાતાં-પીતાં નથી. દેશપરદેશ કરે છે. દાનધર્મ આદિને દૂર કરે ને જેને માટે ધન ભેગું કરે છે વળી સુંદર મંદિર – માળ, બેટા માટે બંધાવે છે. પુત્ર માટે ઘણું ઘણું કરે છે. //ર૭ી. વળી મા સંતાનનાં મળમૂત્ર ધોવે છે અને સ્વપ્નાં સેવે છે કે મારો પુત્ર મોટો થશે. પરણશે, આ ધન ઘર વગેરે ભોગવશે. વહુનું મુખ જોઈશ. ને રાજી રાજી થઈશ અને જ્યારે વાસ્તવિક સાસુ બને. વર્ષો વીતે જાય ત્યારે છેડો વાળીને આંસુ ચાલુ થઈ જાય. (“છેડો વાળીને રડે”) ૨૮.
જયાં સુધી સંતાન હોતું નથી, ત્યાં સુધી સ્વજનો ધનની આશાએ ખબર લે છે. જયારે પુત્ર જન્મે છે પછી સ્વજનો પણ દૂર થઈ જાય છે. /૨૯ી આવી વિચિત્રતાની વાતો વિચારું છું ત્યારે, ખરેખર માણસો કરતાં પશુની જાત વધારે સુખી છે કે જેઓ વનની અંદર સુખેથી રમે છે. બચ્ચાંની બાલ્યવય પૂરી થઈ જાય પછી તેની ચિંતા તેનાં મા-બાપને હોતી નથી. ૩૦
જયારે મા-બાપ વૃદ્ધ થાય છે ત્યારે સેવા કરવા ઘરમાં નોકરો રાખે છે અને પુત્ર-પરિવાર સાથે વાહનોમાં બહાર ફરે છે અને વિચારે છે કે “આ ડોશી-ડોશા ક્યારે મરશે?” ||૩૧ી થોડું પણ જેનું અન્ન ખાધું હોય તેનાં ગુણને નહીં ભૂલનાર એવી સડેલા કૂતરાની જાત સારી કે જે રાત્રે ચોકી કરે છે. ૩રા.
પણ જ્યારે શિકારીના પુત્ર જેવો પુત્ર જન્મે છે ત્યારે તો કોણિકરાજાની જેમ માતાપિતાને દુઃખદાયી થાય છે. (કોણિકે રાજ્ય માટે પિતા શ્રેણિકને જેલમાં પૂર્યા હતા) ૩૩ આવો પુત્ર તો રાજ્યમાં વિઘ્ન