________________
ખંડ : ૧: ઢાળ - ૮
૩૫
કરનાર, અને નગરનો નાશ કરનાર છે. એક દિવસ જીવલેણ પણ નીવડે. મણિથી વિભૂષિત નાગને ઘરમાં કોણ રાખે ? Il૩૪ll
આવું વિચારી રાજાએ પ્રજાજનોને કહ્યું કે “તમને બધાને સુખ ઊપજે એવો ઉપાય નક્કી કરશું. તમે સૌ સુખેથી ઘરે જાવ.” I૩પ ધમ્મિલકુમારના રાસની રસાલ એવી સાતમી ઢાળ શ્રી શુભવીરવિજયે કહી. વિશ્વમાં ગુણીજનો હંમેશાં ગુણથી જ ખ્યાતિ મેળવે છે. [૩૬]
પ્રથમખંડની ઢાળઃ ૭ પૂર્ણ
-- દોહા :કોપ કઠિન રાજા હવે, તેડી કુમરને ત્યાંહી, કહે સુત ચાહું સુખ ભણી, નહીં તુજ શીતલ છાંહી. //l. , તું શિક્ષાને અયોગ્ય છે. મુજ કુલ કીધ કલંક; કેમહી ન હોવે પાંસરો, વૃશ્ચિક કંટક વંક. //રા મેં જાણ્યું આ રાજ્યમાં, પુત્રપ્રદીપ અનુહાર; સો મણ તેલે અગ્નિ વિણું, તું હી છતે અંધકાર. Hall ચોસઠ દીવા જો બલે, બારે રવિ ઊગંત; અંધારું છે તસ ઘરે, જસ ઘર પુત્ર ન હુંત. ૪ો. પણ એ જુઠી વારતા, જસ ઘર વંઠિલ પુત્ર; માતપિતા ઘરમાં રૂએ, વંક્યું તસ ઘર સૂર. પી. અન્યાયી વ્યસને ભર્યો, જા રે નજરથી દૂર, જબ અમે આણુ મોકલું, આવજો કામ હજુર. all હુકમ લહી વિલખો થયો, આવ્યો સહચર પાસ; ભાઈ સખાએ હવે તુમો, તાતે કીધ નિરાશ. liી. વાત સુણી તે ચિતવે, થાનક ભ્રષ્ટ કુમાર; શંકર કંઠથી ઉતર્યો, પામે અહિ અપકાર ll૮ પ્રાણી પાણી અપ્પણું, રાખી શકે તો રાખ; રતભર પાણી ઉતર્યું, ન ચઢે ખરચે લાખ. / નૃપ અપમાને લોકમાં, ન કરે કોઈ સલામ; રાંકને રહેવા ઝુંપડાં, પણ નહીં એહને ઠામ. ll૧૦ની સમ સંપી સહુ ઘર ગયા, નૃપ સુત જનની પાસ; માએ પણ ન બોલાવીઓ, ગયો પ્રણમી આવાસ. ૧૧TI