________________
ખંડ - ૩: ઢાળ - ૫
માટે જ્યાં જયાં જે જે ઘ૨ જાય, ત્યાં આનંદપૂર્વક બોલે છે, “સતી રે સતી રે, અમઘર સતી રે..વળી બીજા ઘરે જાય ત્યાં પણ એમ જ બોલે. ॥૧૨।। ઘરે ઘરે આ પ્રમાણે બોલીને દ૨૨ોજ મનમાની ભિક્ષા મેળવે છે. લોકો પણ સતી-સતી સાંભળીને સારી ભિક્ષા આપે છે. રોજ આ પ્રમાણે સાંભળતો એક વણિક વિચાર કરે છે. આ છે જોગી ને ભિક્ષા માંગતાં આ રીતે બોલે છે. નક્કી કોઈ સ્ત્રીમાં આસક્ત છે. સ્ત્રીને સતી કહીને ભિક્ષા માંગે છે. કોઈ સ્ત્રી પ્રત્યે આ યોગી અનુરાગી થયો લાગે છે અને તેને સતી માની રહ્યો લાગે છે. ।।૧૩।
૧૫૯
કહ્યું છે કે, વૈદ્ય, વણિક(વાણિયો), વાયસ (કાગડો) અને વેશ્યા આ ચારેની લેશ્યા (અધ્યવસાય) ક્યારેય શુભ હોતી નથી. ચારેયના લોહીમાં બગલા જેવું ધ્યાન હોય છે. એટલે બગલાંની જેમ ઠગ હોય છે. બગલો નદી-તળાવ કે ખાબોચિયામાં એક પગ ઊભો રાખીને આંખો બંધ કરીને, ઊભો હોય. તે વખતે જાણે મહાયોગી જેવો લાગે, પણ જેવું જળમાં માછલું દેખે કે તરત જ તેનું ભક્ષણ કરે. આ ઉપર કહ્યા તે ચારેની લેશ્યા પણ આવા બગલા જેવી જ જાણવી. પારકાનાં છિદ્રોને જોવામાં, શોધવામાં તે પૂરેપૂરા હોંશિયાર, મહાજ્ઞાની જેવા હોય છે. ।૧૪।। કહેવાય છે કે જગતમાં સવિ વાણીયા ભૂંડા કીધા છે. પણ તેમાં ત્રણ જગ્યાએ વાણિયા સારા કહ્યા છે. (૧) નહીં જન્મેલો, એટલે ગર્ભાવાસમાં (૨) મૃત્યુ પામેલો (મૃતક દેહ પડ્યો હોય તે વાણિયો) અને ॥૧૫॥
(૩) ચિત્રામણમાં. વાણિયાનું ચિત્ર દોર્યું હોય તેમાં. આમ ત્રણ જગ્યાએ વાણિયા સીધા અને સારા હોય છે. બાકી ભૂંડા હોય છે. યોગીરાજ બીજે દિવસે ભિક્ષાર્થે ગામમાં આવ્યા. તેમનાં છિદ્રો જોવા માટે આ વાણિયો તે યોગીરાજની પાછળ પાછળ ભમવા લાગ્યો. ।।૧૬। યોગીરાજ ક્યાં ક્યાં જાય છે ? છેલ્લે પોતાના સ્થાનમાં ક્યાં જશે ? તે જોતો વાણિયો, યોગીરાજની પાછળ જંગલમાં પણ આવ્યો. યોગી જયાં ભોંયરામાં પ્રવેશ્યો તે સ્થાન આ વાણિયાભાઈએ બરાબર જોઈ લીધું. બીજે દિવસે જોગી ભિક્ષા લેવા જ્યારે નીકળ્યો, ત્યારે તે સમયે પેલો વાણિયો ભોંયરામાં પહોંચી ગયો. યોગીને તો કશી જ ખબર પડી નથી. ત્યાં જઈને બરાબર જોયું. રૂપાળી સ્ત્રી જોઈ. આશ્ચર્ય પામ્યો. ધીમે રહીને તે રૂપાવલીની બાજુમાં બેસી ગયો. રૂપાવલીએ પણ યોગી સિવાય બીજા કોઈનેય ક્યારેય પણ જોયા નથી. તો આ પુરુષને જોતાં મુગ્ધ થઈ. વાણિયો રૂપાળો હતો. તે તેનામાં મોહિત થઈ. તેના પ્રત્યે ઉલ્લસિત થઈ. તે પુરુષનો આદર સત્કાર કરવા લાગી. ।।૧૭।
આ પુરુષનું રૂપ જોઈને વિચારમાં પડી ગઈ. વિચારે છે કે રે ! હું તો ઊંડા કૂવામાં પડી છું. આજ સુધી મેં તો બહારની દુનિયા પણ જોઈ નથી. જોવામાં આવી નથી. આજે હું ધન્ય બની કે સામેથી આ પુરુષ મારા માટે અહીં આવી ચઢ્યો. જો આનો સંગ થાય તો હું ધન્ય બનીશ. યોગીના શરીરે રાખ અને ભસ્મ લગાવેલી હોય છે. કેવો ઘરડો લાગે છે. જ્યારે આ પુરુષ તો કેવો સુંદર છે ! એનું શરીર પણ કેવું સરસ છે ! ॥૧૮॥ આ પ્રમાણે વિચારતી એકદમ ત્યાંથી ઊભી થઈ અને દોડી જઈને ભોંયરામાં આવવાનો દરવાજો બંધ કરી દીધો. વિણક તો બધું જોયા કરતો હતો. દરવાજો બંધ કરી પાછી ફરીને તે પુરુષને એકદમ આવીને વળગી પડી. યોગીની સાથે ભોગ ભોગવતી હતી તેથી કશું શીખવા જવાનું નહોતું. દારૂ અને દેવતા ભેગાં થાય તો સળગ્યા વિના રહે ખરું ? તે જ રીતે સ્ત્રી-પુરુષનો સંગ એવો જ હોય છે. બંને જણાં કામવાસનાથી ઉત્તેજિત પ્રજ્વલિત બન્યાં. બંને યુવાન-એકાંત-સશક્ત-શાંત અને ઠંડું વાતાવરણ. કામક્રીડામાં વધારે ઊમેરો થયો. એકમેક થઈને ભોગો ભોગવવા લાગ્યાં. કોઈ રોકનાર નહીં. ટોકનાર નહીં. ।।૧૯।