________________
૧૬૦
ધમ્પિલકુમાર રાસ ભિક્ષાર્થે ગયેલો યોગી સમય થતાં આવી પહોંચ્યો. બારણે આવી અવાજ દીધો. “હે પ્રિયે ! હે મહાસતી !” બૂમ પાડીને રૂપાવલીને બોલાવી. યોગીનો અવાજ સાંભળી, રૂપાવલીએ તરત તે પુરુષને કોઠીમાં છુપાવ્યો. પછી દ્વાર ખોલ્યાં. અને યોગી ભિક્ષા સાથે ઘરમાં આવ્યો. ૨૦ના યોગીએ ઝોળીમાંથી સુખડી કાઢીને વાસણમાં મૂકી, પ્રેમપૂર્વક રૂપાવલીને આપે છે. ત્યારે રૂપા રીસ ચડાવી, મોઢું મરડીને ઊભી રહી. થોડીવાર પછી બોલવા લાગી. “મારે તમારી સુખડી ખાવી નથી. તમે કહો છો કે મારી કોઈ રાગી નથી. તો આટલી બધી વાર ક્યાં લાગી? [૨૧]
જોગી કહેવા લાગ્યો. તું આવું જુઠું ન બોલ. મેં તો તને એકને જ ભાળી છે. (એકને જ દેખી છે) મારી વહાલી ! આવી રીસ શા માટે કરે છે? ત્યારે રૂપાળી આંખથી કટાક્ષ કરતી કહેવા લાગી કે “કહો તમે સાચું કહો છો. જો સાચું કહેતા હો તો મારી ઇચ્છા પૂરી કરો.” પર બોલ પ્રિયા, તારી શું ઇચ્છા છે?” યોગી બોલ્યો. ત્યારે રૂપા કહેવા લાગી. “સ્વામી! તમે એને આંખે પાટા બાંધીને, કિન્નર વાજિંત્રા વગાડતે, સુંદર ગીત ગાતાં ગાતાં નૃત્ય કરો. બસ મારે તો તે રીતે નૃત્ય જોવું છે. ને યોગી પણ રાગમાં અંધ બનેલો છે. તે રૂપાલીના કહ્યા મુજબ આંખે પાટા બાંધી નૃત્ય કરવા લાગ્યો. તે વખતે તે સ્ત્રીએ કોઠીમાં પૂરી દીધેલા તેના ભોગી પુરુષને બહાર કાઢ્યો અને દરવાજો ધીમે ખોલીને નસાડી દીધો. ૨૩
એ દિવસ તો વાત પૂરી થઈ. બીજે દિવસે વળી યોગી ભિક્ષા લેવા માટે ગામમાં ગયો. ઘર ઘર ભિક્ષા માટે ફરતાં પેલા વાણિયાનું ઘર આવ્યું. યોગી ઘર ઘર ભિક્ષા માગતાં બોલતો જાય છે કે “સતી રે સતી એમ ઘર હતી” ભિક્ષા ઘો. ૨૪ો ત્યારે તે ખલ (ગ) વણિક પણ પોતાના બારણે ઊભો તેની સામે ખંડન કરવા માટે બોલ્યો. “તુમ ઘર સતી તે...અમ ઘર હતી, અમ ઘર હતી...”તે સાંભળી યોગી બોલ્યો. “અમે વસીએ. રણમાં અને વનમાં, તમે ત્યાં ક્યાં ? વણિક બોલ્યો...યોગીરાજ ! સાંભળો.
આંખે પાટા ને કિન્નર વાજે, ત્યારે અમે ત્યાં. સતીરે સતી રે... અમ ઘર હતી... /પા.
વણિકની વાત સાંભળી યોગી ચમક્યો રે! એકાંતમાં ભોંયરામાં રાખવા છતાં સ્ત્રીચરિત્ર તો જુઓ. આ સ્ત્રીચરિત્ર સાંભળી જોગી ત્રાસી ગયો અને બધું જ એમ છોડીને, સાપ કાંચળી ઉતારે તેમ ગામ-જંગલ-ભોંયરું ને રૂપાલીને છોડીને ભાગી ગયો. સજ્જનો જુઓ ! પાતાળમાં ભોંયરામાં (જન્મી તરત) રાખીને બાળપણથી ઉછેરી મોટી કરી. કોઈની નજરે ચડવા દીધી નથી. બહારની દુનિયા જોઈ નથી. દેખાડી પણ નથી. છતાં તે બાળા યુવાવસ્થા પ્રાપ્ત થતાં જ કેવી વંઠી ? સ્ત્રીને તો વિક્રમરાજા કે બ્રહ્મા પણ પહોંચી ન શક્યા. તો યોગી શા હિસાબમાં ? ત્યાં પણ તે બાળા વ્યભિચારિણી થઈ. ૨૬ી.
છ ભાઈ આગળ અગડદત્ત કુમારે આ રીતે યોગીની વાત કહી. વળી કુમાર બોલ્યો સંસારરૂપી દાવાનલની અંદર દાઝતા એવા આપણને આવા અરણ્યમાં આ સદ્ગુરુની છાયા પ્રાપ્ત થઈ. હે ગુરુદેવ ! આ ઘોર અંધારી રાત્રિમાં અજ્ઞાનરૂપી અંધકારમાંથી આ છયે ભાઈઓએ મને, મારા મિત્રબંધુ બનીને ઉગાર્યો. જીવાડ્યો. શ્રી મોહના અંધકારમાં મરતા એવા મને આ સગુરુનાં વચને જીવાડ્યો છે. આ પ્રમાણે વાત કરતાં કુમાર જ્યારે અટક્યો, ત્યારે તે છ ભિલ્લભાઈઓ બોલે છે. ૨૮.
છ ભાઈ શું કહે છે તે હવે પછી આગળ કહેવાશે. ગુરુની વાણી સાંભળી, રાજકુંવર અગડદત્ત પણ વ્રતધારણ કરવા ઉજમાળ થયા. જેને શ્રી શુભવીરવિજયનો રસ લાગે તેને સુખ મળતાં વાર લાગતી નથી. આ પ્રમાણે ત્રીજા ખંડની પાંચમી ઢાળ પૂરી થઈ. l/૨૯ો.
ખંડ - ૩ ઢાળ : ૫ સમાપ્ત