________________
ખંડ - ૩ : ઢાળ - ૬
૧૬૧
-: દોહા :
ભિલ્લ કહે નૃપ સુત સુણો, આપણ અટવી મઝાર, સગભયહર સગ ભાઈને, મલીઆ પ્રભુ અણગાર. ॥૧॥ તુમ અમ ધર્મ સહોદરા, ધર્મ સખાઈ મિત્ર; ગુરુ આણા મસ્તક ધરી; કરીએ જન્મ પવિત્ર. IIII સમ સંપી સાતે જણા, પૂછે ગુરુને ત્યાંહી; વિષયરાગ આ ભવ નડે, કે નડે પરભવ માંહી. IIII
ભિલ્લ કહે છે કે હે રાજકુંવર ! આ ભયંકર અટવીમાં આપણને આ મહાઉપકારી સદ્ગુરુ મળ્યા. જાણે કે આપણે સાતે ભાઈઓને, સાત ભયો દૂર કરવા માટે ન મળ્યા હોય, તેવો ગુરુનો યોગ મેળો થયો છે. ।।૧।। વળી ભાઈઓને ઉદ્દેશીને કહે છે કે આપણ સૌ સાથે ધર્મ પાળવા સમર્થ થયા છીએ. તેથી આપણે એકબીજાના સાધર્મિક બંધુઓ પણ થયા. વળી આપણો સૌનો ધર્મ સરખો હોવાથી, એકબીજાના કલ્યાણમિત્ર પણ છીએ. આપણે સાતેયને કલ્યાણમિત્રરૂપ ધર્મમિત્ર મળ્યો છે. તેથી હવે આપણા ગુરુમહારાજની આજ્ઞાને મસ્તક ઉપર ધારણ કરીએ અને આ મળેલો આપણો માનવભવ કૃતકૃત્ય કરીએ. સફળ કરીએ. ॥૨॥
મિત્રવત્ સાથે રહેતા સાતે ભાઈઓ, (કુમાર પણ ભિલ્લનો ભાઈ બની ચૂક્યો. જીવિતદાન ભિલ્લે આપ્યું છે તે ઉપકારને કુમા૨ ભૂલે ?) સંપીને સાથે રહેવા લાગ્યા. વળી ગુરુદેવને પૂછવા લાગ્યા હે ગુરુદેવ ! આ વિષયરાગ આ ભવમાં જ નડે ? કે તે પરભવમાં પણ નડે ? ।।
ઢાળ છઠ્ઠી
(રાજ તજી રહો રીસ, રતનદે મંદિર I માહરા લાલ. ॥ એ દેશી) ખેટ મુનિ કહે ધન્ય, તમે સાતે જણા, પ્યારા લાલ એક વયણે પ્રતિબોધ, લહો ન રહી મણા, પ્યારા લાલ શત ઉપદેશે પણ, રાગીને યથા જલો; પ્યારા લાલ લક્ષ રવિ ઉદયે નિવ, દેખે આંધળો. પ્યારા લાલ ॥૧॥ ગર્ભાવાસ ગાસ, જરા મરણા કરે; પ્યારા લાલ પરભવ સૌખ્ય કિહાંથી અમૃત ઉખરે; પ્યારા લાલ જેમ ચકલો ચકલી તૃણ, બિંદુ આવીયા; પ્યારા લાલ તું પી તું પી કહેતાં, બેહું મરણે ગયા. પ્યારા લાલ ॥૨॥ નર નારીના રાગ, તે નાગર માંડવા પ્યારા લાલ વાઘ, ચિતર, મંઝારને, મેલી જમાડવા, પ્યારા લાલ વિષયી પ્રાણી આ ભવમાં, દુઃખમાં પડે; પ્યારા લાલ વિષય રાગ નરભવ હિ૨, પરભવમાં નડે પ્યારા લાલ ॥૩॥