________________
૧૨
મિલકુમાર રાસ
તન ધન જોબન આયુ, સમય જાતાં વહી; પ્યારા લાલ આખંડલ કોદંડ, અખંડ રહે નહિ, પ્યારા લાલ તિલકપુરે કનકધ્વજ, રાણી યશોમતી પ્યારા લાલ દો સુત ઉપર પુત્રી, સુનંદા રૂપે રતી પ્યારા લાલ III લઘુવયે ઘર ઉપર ચઢી, દેખે એક ધરે; પ્યારા લાલ દોષ દઈ ગુણવંતીને, પતિ તાડન કરે; પ્યારા લાલ નિર્દય નર લહી માને, કહે સખી મોકલી; પ્યારા લાલ કરવો નથી વિવાહ, રહીશ હું એકલી. પ્યારા લાલ /પા. વલ્લભ સુખ ન ગણે, લઘુવય બાલા સહી પ્યારા લાલ અનુભવ જ્ઞાન વિના જેમ, ધ્યાન ઠરે નહિ; પ્યારા લાલ. જોબન વન ફળીયો તવ, અધર કુસુમ હસ્યાં; પ્યારા લાલ રતીએ રિસાવ્યા કામદેવ અંગે વસ્યાં. પ્યારા લાલ //દલી. જઠર તણી ગુરુતા, કુચકુંભે વસી જઈ; પ્યારા લાલ ચરણ તણી ચંચળતા, ચક્ષુ વર્ચે ગઈ; પ્યારા લાલ અભિનવ જોબનવેળા, મેલા ખેલતી; પ્યારા લાલ એક દિન મંદિર ઉપર, જઈ ફરતી હતી. પ્યારા લાલ IIછા. ઈન્ગવડો ધનવંત, સમીપે તિહાં વસે, પ્યારા લાલ ખેલે વસંતપ્રિયાશું અગાસે સુરત રસે,પ્યારા લાલ દેખી સુનંદા વિષય, રૂચિ કહે માયને; પ્યારા લાલ , મુક વિવાહ કરો, જણાવી નરરાયને. પ્યારા લાલ l૮મા એક દિન ઘર સન્મુખ, તંબોલી દુકાનમેં; પ્યારા લાલ શેઠ વસુદત્ત રૂપસેન, લીયો શાન; પ્યારા લાલ લાગ્યો નયણે નેહ, સખી હાથે દીયો; પ્યારા લાલ શ્લોક અર્ધ લખી પત્ર, તે રૂપસેને લીયો. પ્યારા લાલ III વાંચીને મન હરખી, અરથ તેણે પૂરિયો; પ્યારા લાલ પાછો પત્ર લખીએ, સુનંદાને દીયો; પ્યારા લાલ વાંચી હરખી સા, તન મન વિકસાવતી; પ્યારા લાલ પત્ર પ્રિતમકર ફરસિત, હઈડે દાબતી. પ્યારા લાલ /૧ળા -