________________
૧૫૮
ધમ્મિલકુમાર રાસા
વાઘ અને સર્પથી પણ અધિક પાપાચારિણી એવી સ્ત્રીને મે સતીથી અધિક ધારી, અને એ જ સ્ત્રી મને મારવા માટે તૈયાર થઈ? મારી દશા તો યોગી ઘરબારી થયો તેવી થઈ છે. આપા અગડદત્ત કુમારની વાત સાંભળી, ભિલ્લપતિએ કહ્યું કે... હે રાજનું! એ યોગી કોણ? યોગી હોવા છતાં ઘરબારી (ઘરવાળો) થયો? યોગીની વાત તો કહો. કુમાર કહેવા લાગ્યો. તે ભિલ્લપતિ ! સાંભળો ! તમે હવે અમારા પરમમિત્ર છો. llી
ઘરબારી યોગની કથા - ધનગિરિ નામે એક યોગી મહાત્મા હતા. નામથી યોગી એવો આ યોગીરાજ...તનથી અને મનથી ભોગી હતો. યોગીરાજ એટલે ભિક્ષા માંગીને પોતાની જીવિકા ચલાવે. કાયાથી યોગીરાજે એકવાર પોતાના ભક્તવર્ગ કે કોઈ બીજી જગ્યાએથી.. તાજી જન્મેલી નાની બાલિકા પોતાની ઝૂંપડીએ લઈ આવ્યો. લાલન-પાલન કરીને, ખોળામાં રાખીને રમાડતાં રમાડતાં મોટી કરવા લાગ્યો. ખોળામાં વધારે પડતો રાખીને પ્યાર ઘણો કરતો. તેનો ઉછેર કરવા લાગ્યો. IIળી આ યોગી ચંદ્રાવતી નગરીની બહાર જંગલમાં જ રહેતો હતો. ત્યાં રાજરજવાડી ક્યાંક ભોયરું હશે. તો તે ભોંયરામાં જ તે બાળાને રાખતો. બહાર ક્યારેય લાવતો નથી. બહારની હવા, કે કોઈ વ્યવહાર તે બાળકીની નજરે ન પડે, તે જ રીતે રાખતો હતો. સમય થાય એટલે પોતે ભિક્ષા કાજે ભોંયરું બંધ કરીને જતો. ભિક્ષાવૃત્તિએ બંનેનું ભરણપોષણ ઠીક ઠીક થતું હતું અને આ ગુપ્ત સ્થાનને કોઈ જાણતું પણ ન હતું. Iટા
સમય વીતવા લાગ્યો. બાળકી બાળપણું છોડીને હવે તો તે યુવાવસ્થા પામી. યોગી પણ તે તે અવસ્થામાં તેને ઘણી રાજીપામાં રાખતો. કિન્નર નામના વાજિંત્ર વગાડીને યોગી તેને ઘણીવાર રીઝવતો. યૌવનવય પ્રાપ્ત થતાં હવે યોગી મન-તન-ભોગી, બાળાની સાથે મનમાન્યા ભોગો ભોગવી રહ્યો છે. અને પોતાના મન-તનને સંતોષ પમાડે છે. ભિક્ષાકાળ પૂરતું જ તે બહાર જતો. બાકીનો સમય તે યોગી ભોંયરામાં વીતાવતો. સ્ત્રીઓ પ્રત્યે લેશમાત્ર વિશ્વાસ ન હોવાથી તેને એકલી ક્યારેય ન મૂકતો. તેની પાસે જ મોટો સમય ગાળતો. lલા યોગીરાજે પોતાની પ્રેમિકાનું નામ રૂપાવલી એ પ્રમાણે રાખ્યું. તે સ્ત્રી રૂપાળી પણ હતી. અને તેને જે જોઈએ તે તરત લાવી આપતો. ભીખ માંગતુ હોય એને શું દુઃખ હોય? શરમ પણ ન આવે. માટે જઈને માંગવું એ જ એટલું દુઃખ. /૧
ભીખ માંગવામાં તો સંસારનો મોટો ભય રહેલો છે. પણ માંગનાર તો એમ સમજી બેઠો છે કે જગતને મેં જીતી લીધું છે. જે કારણે જે માંગું તે સઘળુંયે ભિક્ષામાં મને મળી જાય છે. કહ્યું છે કે ભિક્ષુક બાર ગુણને ધારણ કરે છે. તે કારણે લોકો તેને સારી ભિક્ષા આપે છે. યદુi - III
બાર ગુણો આ પ્રમાણે છે : (૧) ઊંચા અવાજે અધ્યયન કરે. (૨) લાંબી લાંબી કથાવાર્તા કરે. (૩) સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કરે. (૪) તેના બાળકોને રમાડવાં (૫) તેના પતિ પ્રત્યે સ્નેહ ધારણ કરે. (૬) ખોટેખોટાં વખાણ કરવા. (૭) સંદેશો આપવો. (૮) હાથ જોઈ આપવો. (૯) પંડિતપણું ન હોય છતાં હોરા વગેરે (જયોતિષ) જોઈ આપવા. (૧૦) ગારૂડિકનું કામ કરવું. (૧૧) મંત્ર-યંત્ર આદિનું કામ કરવું. (૧૨) મંત્રાદિ વગેરેની વિધિ કરીને આપવા.
આહાર લોલુપી જીવોના આવા પ્રકારના બાર ગુણો કહેલા છે. પૂર્વની ઢાળ ચાલુ :
યોગીરાજ રૂપાવલીમાં પૂરેપૂરો આસક્ત બની ચૂક્યો છે. નિયમિત સારાં સારાં મિષ્ટાન્ન લાવીને રૂપાવલીને જમાડે છે. પોતે પણ આરોગે છે. રૂપાવલી ઘણી ખુશમાં રહે છે. યોગી રાખે છે. ભિક્ષા