________________
ખંડ - ૪ : ઢાળ - ૧૩
કપિલરાજાએ પોતાની કુંવરીનાં લગ્ન ધમ્મિલ સાથે કર્યા. નાગવસુની પુત્રી નાગદત્તા જે કપિલાની પ્રિયસુખી હતી અને તેનાં લગ્ન તો ધમ્મિલ સાથે થઈ ગયેલાં હતાં. રાજાએ નાગદત્તાને પોતાને ત્યાં સ્નેહપૂર્વક બોલાવી. સસરા રાજાને ઘે૨ ધમ્મિલે, બંને પ્રિયા સાથે હર્ષપૂર્વક ભોજન કર્યું. ॥૧॥ સસરાએ આપેલા વાસભુવનમાં, નવપરિણીત બંને પ્રિયા સાથે, ધમ્મિલ સુખને વિલસે છે. અપાર પ્રેમમાં ડૂબેલાં ત્રણેય પ્રેમીપંખીડાં, દેવતાની માફક, સુખવિલાસમાં પોતાનો કાળ ગમાવે છે. આટલા સુખમાં ડૂબેલા હોવા છતાં પણ ધમ્મિલના ચિત્તમાં સ્નેહરાગે જડાયેલી વિમળસેના ક્ષણમાત્ર ભુલાતી નથી. રાગનાં બંધનો જ માનવને નડે છે. II૨૫
૩૦૧
સાતમી નારકીમાં ગયેલો બ્રહ્મદત્ત ચક્રવર્તી અતિશય પીડા ભોગવતો છતાં પણ હજુ ત્યાં કુરૂમતિ કુરૂમતિ નામના પોકારો કરી રહ્યો છે. જ્યારે છઠ્ઠી નારકીની વેદનાને સહન કરતી કુરૂમતિ પણ બ્રહ્મદત્તને ઝંખતી રહી છે. રે ! સંસારમાં રાગનાં બંધનો કેવાં ! ક્યારે આ જીવો ભેગા થશે. તે તો જ્ઞાની જાણે પણ વિયોગનાં દુ:ખ તો તે જીવો ભોગવે છે. IIII નળરાજાની પ્રિયા દમયંતીનો જીવ કનકાવતી રૂપે અવતર્યો. ત્યારે તેનાં લગ્ન વસુદેવ સાથે થાય છે. તે સમયે નળરાજાનો જીવ ધનદદેવ (કુબેર) હતો. મનુષ્યલોકની દુર્ગંધની છોળો ઊછળતી હોવા છતાં પૂર્વપ્રિયાના અતિશય રાગના બંધનના કારણે ધનદ કનકાવતીના લગ્નોત્સવમાં આવે છે. અને ઘણું ધન વાપરે છે. ખરેખર આવા રાગને ધિક્કાર હો. ॥૪॥ ઈન્દ્રને ઇન્દ્રાણી,કેટલી ! શાસ્ત્રમાં વર્ણન છે. બાવીશ કોડાકોડી, પંચાશી લાખ ક્રોડ, ઈકોતેર હજા૨ ક્રોડ, ચારસો અઠ્ઠાવીસ ક્રોડ, સત્તાવન લાખ, ચૌદ હજા૨ બસો ને એંશી ઇન્દ્રાણીઓ છે. જે એક જ ભવમાં ઈન્દ્રની સ્ત્રીઓ હોય છે. (૨૨ કોડાકોડી, ૮૫૭૧૪૨૮ ક્રોડ, ૫૭ લાખ, ૧૪ હજા૨, ૨૮૦, ઇન્દ્રાણીઓ) છતાં જો તેમાંથી એક રીસાઈ જાય, તો શકેન્દ્ર તેને ઝટ મનાવા જાય. માની જાય ત્યારે જ ઇન્દ્રને સુખ થાય. રે ! આ દુર્જય. સંસારનું રાગબંધનનું નાટક કેવું બિહામણું ? IIછા
ધમ્મિલને વિમળા ભુલાતી નથી. વિમળા પણ ધન્મિલને ભૂલતી નથી. વિરહાનલે મુંઝાય છે. સ્ત્રી હૃદય પ્રાયઃ સ્વાભાવિક કોમળ હોય છે. કહ્યું છે કે “કંતથી તરછોડાયેલી સ્ત્રી જગતમાં ઘણાં દુ:ખ પામે છે.” ॥૮॥
ઢાળ તેરમી
(ગજરા મારૂજી ચાલ્યા ચાકરી રે, અમને શી શી ભલામણ દેશ એ દેશી) ચતુર ચલ્યો ચિંતા ભરે રે, રહી વિમલા કમળા પાસ; મહિલા મતિ પગપાની યે રે, જો ચોસઠ કળાની વાસ રે ॥૧॥ પ્રથમ વિચારણા ના કરે રે, કરે સહસા કર્મ કઠોર; પતિ સુત સહસા મારીને રે, પછે રોતી કરતી બકોર રે; I॥૨॥ દોય દિવસ વીતી ગયા રે, પણ નાથ ન આવ્યો જામ; વિમળસેના કહે માયને રે, માડી મેં કર્યું વીરૂઈ કામ રે ।।૩ા રસ ભ૨ ૨મણને રીસવ્યો રે, ગયો કોણ જાણે કોણ ઠામ; માય કહે ધણી માનીતી રે, કરે ઉઝડબારે ગામ રે. ||૪||