SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ધર્મિલકુમાર રાસ “ભાવતું હતું ને વૈદ્ય કહ્યું.” એ ઉખાણે કરીને કુંવરીએ ધમિલના ગળામાં વરમાળા આરોપી. તે જ ક્ષણે અદશ્ય રહેલા વ્યંતર દેવ-દેવીએ ફૂલોની વૃષ્ટિ કરી. ૧૯ી કુંવરીનાં ધમિલ સાથે લગ્ન - કપિલાએ ધર્મિલના ગળામાં વરમાળા આરોપી. તે જાણીને સ્વયંવરમાં આવેલા બીજા રાજાઓ ક્રોધે ભરાયા. હાથમાં તરવાર લઈને ઊઠ્યા. ત્યારે ત્યાં રહેલા દેવોએ સર્વને ચંભિત કરી દીધા ત્યારે તે સૌ એક શિંગવાળા ગેંડાની જેમ લાગતા હતા. /૨૦ના કપિલરાજા આ જોઈને સ્તબ્ધ થઈ ગયો. તરત ધમ્મિલને કહેવા લાગ્યા કે આ સૌને છૂટા કરો. ધમિલે પણ ધૂપ દીપ કરીને દેવદેવીને પ્રસન્ન કર્યા. સર્વને છોડાવ્યા. સ્વજન વર્ગ સર્વ આનંદ પામ્યા અને તે જ વખતે મંગલવાજા વાગવા લાગ્યાં. //રના મંડપમાંથી વાજતે ગાજતે ધમિલને પોતાના મહેલે તેડી લાવ્યા. રાજાએ નગરમાં કુંવરીનો મોટો વિવાહ મહોત્સવ ચાલુ કર્યો. સ્નેહપૂર્વક ધમ્મિલ સાથે કુંવરીને પરણાવી. કન્યાદાનમાં રાજાએ હાથી ઘોડા રથ સુભટો સૈન્ય ઘણું બધું આપ્યું અને વસ્ત્રાલંકાર ગામ નગર પણ ઘણા ભેટ ધર્યા. ૨૨ા ચોથા ખંડને વિશે બારમી ઢાળ કહી. શ્રી શુભવીરવિજયજી કહે છે તે ભાગ્યશાળી ! જુઓ તો ખરાં ! આ કુમારનું કેવું વિશાળ ભાગ્ય જાગ્યું છે અને પુણ્યોદય કેવો પ્રસર્યો છે ? |૨૩. ખંડ - ૪ ની ઢાળ: ૧૨ સમાપ્ત -: દોહા :નાગદત્તાને નિજ ઘરે, તેઓ નૃપ સસનેહ, ધમ્મિલ હર્ષ જમણ જમે, નરપતિ સસરા ગેહલા . નવ પરણીત બેહુ નારીશું, વિલસે પ્રેમ અપાર, પણ વિમલા રાગે જડી, વિસરતી ન લગાર. રા. સાતમીએ બ્રહ્મદર ગયો. કુરુમતિ કુરુમતિ કાર; છઠ્ઠીએ કુરૂમતી રાગશું, બ્રહ્મદત્ત વચન ઉચ્ચાર. Hall પૂર્વ પ્રિયા કનકાવતી, વસુદેવને પરણાય; ' નર દુર્જનને અવગણી, ધનદ ઈહાં ઉતરાય. જા. બાવીશ કોડાકોડી પંચાશી લખ કોડ; કોડી સહસ ઇગ સત્તરી, ચઉસય અડવીશ કોડ. પી. સગ વન લખ ચઉદશ સહસ, દોસય અસીઈ નાર, એક ભવે પટ્ટરાણીયો, હોયે હરી અવતાર. llll. એક રીસાવે તેહમાં, શક્ર મનાવા જાય, તેહ મનાયે સુખ ગણે, દુર્જય રાગ કહાય. llણા વિમલા પણ રાગે નડી, પડી વિરહાનલ કુંડ, કિંત વિછોહી નારીને, જગતમેં દુઃખ ભ્રમંડ. IIટા .
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy