________________
૩૦૨
ધર્મિલકુમાર રાસ
ઉછાંછલપ તાહરે રે, સહે સાયર એ ગંભીર, વાયુવેલ વર્ષ વારિધિ રે, પણ પાછાં વળે છે ની૨ ૨॥૫॥ તેમ તુજ પિયુ ઘર આવશે રે, મત કર તું ક્લેશ લગાર; એમ દિન કેતા વહી ગયા રે, પણ નાવ્યો ધમ્મિલ ઘરબાર રે II॥ ખેદ ભરે દિન કાઢતી રે, સતી વિમલસેના ગઈ ગેહ; સરસ આહારને છડતી રે, તેણે શોષા નિજ દેહ રે. IIના નવિ વિકસે વન વેલડી રે, જળ સિંચા વિના સૂકાય; ધારાધર વિના જેમ ધરા રે, તપતિ વળી વિશ્વ તપાય રે. In તેમ નિજ સેવક પરિજના રે, નિજ સ્વામિનીનું દુઃખ દેખ; થઈ ઓશિયાલા ચાકરી રે, કરે તન મન વચન વિશેષ રે. Ill માત પિતા સુત બાંધવા રે, હોઈ સાસુ સસરો નણંદ; પણ પ્રમદા પ્રીતમ વિના રે, નવિ અંતર ચિત્ત આણંદ રે. ॥૧૦॥ દંત વિના દંતી જિશ્યો રે, જેવી ચંદ વિહૂણી રાત;
શસ્ત્ર વિના શૂર રાંકડો રે, જલ વિણ સરોવર વિ ભાત રે ।।૧૧। જીવ વિના કાયા કશી રે, સુત વિણ સુકુલી ધનવંત; મુખ શોભા ચક્ષુ વિના રે, મુનિ દ્વિજ વિણ વિદ્યાવંત રે. ।।૧૨। નરવિણ નારી એકલી રે, તેમ શોભે નહિ જગ કોય; કંત વિછોહી કામની રે, ચિતાનલ બળતી જાય રે. ॥૧॥ ચંદ્ર કિરણ અમૃત ઝરે રે, પણ વિરહિણી તપન પ્રમાણ; મંદ શીતલ વાયુ વહે રે, તે તો લાગે વજ્ર સમાન : ॥૧૪॥ ફૂલ શય્યા કંટક સમી રે, ફૂલમાળા વ્યાલ નિષેપ; રાત્રિ કલ્પ શત શી ગમે રે, અગ્નિ કણ ચંદન લેપ રે ॥૧૫॥ ભારભૂત કાયા વહે હૈ, જેમ રાયે ઝાલી વેઠ; દુઃખ અનેક પ્રકારના રે, પણ વિરહિણી નારી હેઠ રે ।।૧૬।। વિમલસેના થઈ દુર્બલી રે, નિજ વાલ્હેમ કરે વિજોગ, વઈદ ન જાણે નાડીમાં રે, થયો મોહ મહાક્ષય રોગ ।।૧૭ણા તેણે સમે વરઘોડે ચડ્યો રે, પગ માંડ્યા ઓચ્છવ થાય; દોય વહૂ દોય બાજુએ રે, પગે હિંડતો ધમ્મિલ જાય રે ॥૧૮॥ બહુ ઠકુરાઇએ પરવર્યો રે, ગીત ગાનને નૃત્ય વિલાસ; લાખ લોક જોવા મળ્યા રે, આવ્યા વિમલસેના ઘર પાસ રે. ।।૧૯।ા