________________
ખંડ - ૪ : ઢાળ - ૧૩
૩૦૩
રાય બેટી કોણ પરણીયો રે, જોવા વિમલાના સેવક આય; ધમ્મિલ દેખી હરખિયા રે, કહે ઠકરાણીને જાય રે ||૨૦ સ્વામિની અમ સ્વામી થયો રે, નૃપ જામાતા આ જાય; સાંભળી વિમલા તત્કણે રે, ઈર્ષાવશ રોષે ભરાય રે. ૨૧ માતાએ સમજાવી થકી રે, કરી સ્નાન ધરી શણગાર; સોવન કળશ તે જલભરી રે, લેઈ પૂજાપો નીકળી બાર રે. ૨૨ કુંતીલ ચલે રથ આગળ રે, પૂંઠે તિગ પગ માંડા થાય; વિમળા દીયે પ્રદક્ષિણા રે, કુસુમ કરી કંત વધાય રે ૨૩ પૂજાપો પગ આગલે રે, ધરી કમલા કહે સુણ ! વચ્છ !
સ્ત્રી સતિને પતિ દેવ છે રે, તેણે પૂજા કરે એ અચ્છ. ૨૪ તવ કુંવરે વિમલા તણો રે, હરખે ગ્રહી જમણો હાથ; કહે તુમ ચેષ્ટા અમ ફળી રે, સુણ દોય વધૂની નાથ રે. ૨પા. નાગદત્તા કપિલા તદા રે, વિમળાને પડતી પાય; કુંવર કુંતીલ રથમાં હવે રે, નિજ હાથે દેત વડાય રે. ૨૬ll પગ હિંડણ કરી શહેરમાં રે, પછે પોહોતા રાયને ગેહ, વિમળા રથ થકી ઉતરી રે, જઈ પ્રણમે ભૂપને તેહ રે. .રા. સા દેખી નૃપ હરખીયો રે, કરી બેટી દીયે શિરપાવ, ચાર ગામ લખ ચારનાં રે, કપિલાથી અધિક બનાવ રે. ll૨૮ વિમલા સુખાસન બેસીને રે, ગઈ નિજધર કમલાની પાસ; વાસ ભુવન શણગારતી રે, અતિ પામી ચિત્ત ઉલ્લાસ રે. ll૨લા કંવર વિસર્જે ભૂપતિ રે, દિન દોય પછે નિજગેહ, પોંખી લીએ વિમલા ધરે રે, તિહુ જણને ધરી સનેહ રે. ૩૦ના વિમલા સાથે પ્રેમશું રે, સુખ વિલસે સ્વર્ગ સમાન; કોઈ દિન જલક્રીડા કરે રે, વળી સુખમાં રમે ઉદ્યાન રે. ૩૧ના ઢાળ કહી એ તેરમી રે, રમી હૃદય જિકે ગુણવંત;
ખંડ ચતુર્થ પૂરણ હુઓ રે, શુભવીર કહે સુણો સંત. ૩રા. ધમિલ મનમાં દુભાતો, ચિત્તમાં ચિંતા કરતો, વિમળાને છોડીને ચાલી ગયો. કમળાની પાસે વિમળાએ પોતાની વાત કરી. ને હવે કમળા પાસે પોતાનો સમય પસાર કરે છે. કહેવાય છે કે “ચોસઠકળામાં પ્રવીણ એવી સ્ત્રીઓ ઘણી હોંશિયાર હોવા છતાં, “બુદ્ધિ તો પગની પાની સુધી હોય છે.” [૧વળી સહજ રીતે સ્ત્રીઓ કેવી હોય? પહેલાં કોઈ વાતનો વિચાર કરે નહીં. જે કોઈ કામ વિચાર્યા વિના તરત જ કરી લે. કઠોર કાર્ય કરતાં પણ અચકાય નહિ. પતિ - પુત્રને મારીને, પાછળથી જાણે કેટલોય સ્નેહ ઉભરાતો હોય તેમ શોરબકોર કરે છે. રા.