________________
૩૦૪
ધમિલકુમાર રાસ
વિમળાનો બળાપો :- ધમ્મિલને ગયાને બે દિવસ વીતી ગયા. ઘેર પાછો ન આવ્યો. વિમળા રાહ જુએ છે. હમણાં આવશે. પણ જ્યારે ન આવ્યો ત્યારે બે દિન પછી વિમળા માતા કમળાને કહે છે. “મા ! મારાથી ન કરાય તેવું ખોટું કાર્ય થઈ ગયું છે! ખરેખર! હવે પસ્તાવું છું. મા! મા! મેં ધમિલને તરછોડ્યો.
ક્યાં ગયા હશે? બે દિન થઈ ગયા ૩ી મા ! અમારે રસભર રમતાં રતિક્રીડાના આનંદમાં પ્રેમકલહ થયો અને મેં તેમને તરછોડ્યા. મને ઘણી મનાવી. પણ હું તો મૌન કરીને ન માની. તે મને છોડીને ચાલ્યા ગયા. ક્યાં ગયા હશે? કયા સ્થાને તે ગયા હશે? બે દિન થયા. મા ! હજુ આવ્યા નથી.” ત્યારે કમળા બોલી. જે પુરુષ પોતાની સ્ત્રીને ઘણી માનીતી કરે ને માથે ચડાવે, તે સ્ત્રી બારે ગામ ઉજ્જડ કરે.” II૪ll.
તું તો ઉછાંછળી પરણ્યા પછી પણ ઠરેલી ન થઈ. ધમ્મિલ તો સાગર જેવો ગંભીર છે. તારું બધું જ તે સહન કરે છે. રે ! કોઈ વાર વાયુ (પવન) ઊછળે એટલે પાણીની વેલા વધે. તેથી કિનારા બહાર પાણી જાય. પણ છેવટે તે નીર-પાણી સાગરમાં ભળી જાય છે. પાછા આવી જાય છે. ચિંતા ન કર બેટી ! તારો ધમિલ પણ પાછો આવશે. //પા બેટા ! ધીરજ ધર ! તારો ધમિલ જરૂર ઘેર આવશે. મનમાં ખેદને ધારણ ન કર. ક્લેશને પણ ના કરીશ.” એમ આશ્વાસન આપ્યા પછી પણ વિમળાના દિવસો શોકમાં જ ગયા. પણ તેનો સ્વામી ધમિલ ઘેર ન આવ્યો. All
કમળા પાસેથી વિમળા આશ્વાસન પામતાં પોતાના ભવનમાં આવી. પોતાના ભવનમાં રડતી પશ્ચાતાપ કરતી પતિની વાટ જોતી વિલાપ કરતી, જાતને નિંદતી હતી. હવે વિમળાએ સરસ આહાર ભોજન તથા શણગાર પણ છોડી દીધા. સૌભાગ્યના લક્ષણને ધારણ કરતી સાદાઈથી રહેવા લાગી અને હવે શરીરે પણ સૂકાવા લાગી. IIણા વનમાં રહેલી, વૃક્ષને વળગીને વધતી વેલડીઓને પણ જો પાણી સિંચવામાં ન આવે તો સૂકાઈ જાય છે. મેઘ(પાણી) વિનાની પૃથ્વી. સૂર્યના આતાપે તપેલી, વિશ્વને ઉકળાટ આપે છે, તેમ પોતાની માલિકણ વિમળાનું દુઃખ જોઈને સેવક પરિજનો પણ ઉદાસ થયા. તનમન-વચનથી વિશેષથી સેવા કરવા લાગ્યા. IટL.
કહેવાય છે કે જગતમાં સ્ત્રીઓને માત-પિતા-બેન-બાંધવ તથા સાસુ-સસરા-નણંદ-દિયર વગેરે સર્વ સગાં હોય. પણ તે સ્ત્રીને પોતાનો સ્વામિ ન હોય તો ક્યાંયે આનંદ હોતો નથી. /૧૦ણી દંતશૂળ વિનાનો હાથી, ચંદ્ર વિનાની રાત્રિ, શસ્ત્ર વિનાનો શૂરવીર, શોભતો નથી. વળી જળ વિના સરોવર શોભતું નથી. તેમ પતિ વિના સ્ત્રી શોભતી નથી. //૧૧||
જીવ વિનાની કાયા શા કામની? કુલવાન અને ધનવાન હોવા છતાં પણ જો તેને પુત્ર નથી તો તે ધનવાન શોભતો નથી. ચક્ષુ વિના મુખની શોભા નથી. વિદ્યા વિના મુનિ અને બ્રાહ્મણ (બંને) શોભતા નથી. /૧રી તે જ રીતે નર વિના નારી જગમાં શોભા પામતી નથી. કંતથી તરછોડાયેલી કામિની, ચિતાની આગમાં બળતી જ જોવાય છે. ૧૩
ચંદ્રની અમી ઝરતી ચાંદની, પણ વિરહિણીને તાપ ઉપજાવે છે. મંદ મંદ વાતો શીતળવાયુ પણ તેને વજના ઘા સમાન લાગે છે. /૧૪ll ફૂલોની શપ્યા કંટક સરખી લાગે. ગળામાં ફૂલની માળા, સર્પ વળગ્યો હોય તેમ લાગે છે. એક રાત્રિ પસાર કરવામાં તેણીને સો યુગ જેટલી ભાસે છે. ચંદનનો લેપ અગ્નિના કણિયાથી જેમ દાહજવરને આપે છે. ll૧૫ll
સુભટો શસ્ત્રો વગેરેના ભાર વહન કરતાં શરીરને કષ્ટ આપે છે અને દુઃખોને સહન કરે છે. તેના કરતાં વિરહિણી વિયોગી સ્ત્રીનું દુઃખ ઘણું ચઢિયાતું છે. /૧૬ll આ રીતે પતિ વિયોગી વિમલસેના