________________
ખંડ - ૩ : ઢાળ - ૧૦
૧૮૭
કરવાનું છે તેવા વરને જોઈ આનંદ પામી. અતિશય સુંદર છે. વેપારમાં હોંશિયાર ઘણા છે. શુભમુહૂર્ત બંનેને તિલક કર્યા. મંડપમાં બેઠેલા મિત્રોને તથા સ્વજનોને પાનબીડાં આપ્યાં. લજ્જાળુ સમુદ્રદત્ત આ બધું જોતાં આશ્ચર્ય પામ્યો. વળી કંઈપણ બોલી શકતો નથી. નગરની સ્ત્રીઓ શેરીઓની સ્ત્રીઓ ધવલ મંગળગીતો ગાઈ રહી છે. ત્યારે મિત્રનો હાથ પકડીને (ધીમેથી) કુંવર પૂછે છે “ભાઈ ! અહીં આ બધું શું છે ? ૧૯ /૨૦ના
સમુદ્રદત્તનાં લગ્ન :- મિત્ર કહેવા લાગ્યો કે પિતાનાં વચનોને સંકેતથી અહીં તારાં લગ્ન ગોઠવાયાં છે. તો હવે લગ્ન કરી લ્યો. હવે “હા” કે “ના” કહેવાનો કોઈ અવસર દેખાતો નથી. માટે સીધા રહીને સીધે સીધા લગ્ન કરી લેવામાં સાર દેખાય છે. જો આઘાપાછા થયા તો જગતમાં ફજેત થશો. માટે હવે પરણી લેવાનું છે. ૨૧ સમુદ્રદત્તે સમય ઓળખી લીધો. સમજીને વરરાજાનો સ્વાંગ સજીને વરઘોડે ચડ્યો. કરવા યોગ્ય કરણી કરીને લગ્નની વિધિમાં જોડાઈને તેણે લગ્ન કર્યા. પરણી ગયો. રાત પડવા આવી. મિત્રવર્ગની પ્રેરણાથી તે સમુદ્રદત્ત (પત્ની નવી જયાં હતી ત્યાં) વાસભુવનમાં ગયો. ૨રી
ત્યાં મનમાં તો ઘમસાણ ઘણું થઈ ગયું. થોડો સમય વીત્યો હશે. ત્યાં તેણે કહ્યું કે “મારે થોડું કામ છે.” એ પ્રમાણે ધનશ્રીને કહીને બહાર નીકળ્યો. મિત્રવર્ગ જયાં હતો ત્યાં પહોંચી ગયો. ત્યાં જઈને સૂઈ ગયો. રાત્રિ જામી છે. તે તો જાગતો જ હતો. વિચારોના વમળોમાં વીંટળાયેલો. ઉંઘ આવે ખરી ? તકની રાહ જોતો હતો. સૌ ઘસઘસાટ ઊંઘી ગયા છે જાણી લીધું. મનમાં વિચાર્યું. ભાગી નીકળવું...ભાગી જવું. ને ખરેખર વિચાર અમલમાં મૂક્યો. મિત્રવર્ગનો તથા ધનશ્રીનો ત્યાગ કરીને સમુદ્રદત્ત મૂઠી વાળીને નાઠો. ૨૩ પ્રભાત થતાં સુધીમાં ન આવ્યો. તેથી ધનશ્રી પણ ચિંતામાં પડી. બધાને ખબર પડી ગઈ. મિત્રવર્ગ પણ વિલખો થઈ ગયો. તે સૌ ઉજ્જૈણી નગરી પહોંચી ગયા. તેના પિતાને બનેલી બીના કહી અને સૌ પોતપોતાના સ્થાનકે સુખે ચાલ્યા ગયા. પોતાના ઘેર ગયા. ૨૪
ત્રીજા ખંડને વિષે સુંદર મજાની આ ઢાળ નવમી કર્તાપુરુષે કહી. કે જે સાંભળનારને ઘેર હંમેશાં મંગળની માળા પ્રાપ્ત થાઓ. l/૨પ
ખંડ - ૩: ઢાળ - ૯ સમાપ્ત
-: દોહા :સાગરચંદ સુણી કરી, ગિરિનગર ઉદાસ; ધન સારથવાહને મળી, કરત ગવેષણ તાસ /૧ ગામ ગામ બેહુ જણ ભમ્યા, નર પણ ભ્રમણ કરાય; પણ સુત શુદ્ધિ લડી નહી, પાછા ગિરિપુર જાય. //રા દીન મુખે દિન કેટલા, વસીયા પુત્ર વશેણ; સારથવાહને કહી કરી, આવ્યા નયર ઉજેણ. III ફરતો દેશ વિદેશમેં, સમુદ્રદત્ત કુમાર;
વળી ધનસિરી ઘરમાં રહી. સુણજો તસ અધિકાર. Aજો. મિત્રવર્ગ પાસેથી પુત્રની વાત સાંભળી પિતા દુઃખી થયા. વળી દીકરાની શોધ કરવા સાગરચંદ્ર શ્રેષ્ઠી ગિરિનગરી પહોંચ્યા. ત્યાં વેવાઈને ઘેર (ધન સાર્થવાહ જે ધનશ્રીના પિતા) જઈને, મળીને
•