________________
૧૮૮
ધમિલકુમાર રાસ
-
-
ઉદાસચિત્તવાળા શેઠ દીકરાની તપાસ કરવા લાગ્યા. તેના બંને શ્રેષ્ઠી (બંને વેવાઈ થયાને) સાગરચંદ્ર તથા ધન સાર્થવાહ ગામોગામ ભમ્યા. બીજા માણસો પાસે ઘણી તપાસ કરાવી છતાં પુત્રની ક્યાંયે ભાળ ન મળી. ખૂણેખાંચરે ઘણું જોવાં છતાં ક્યાંયે પુત્રની શુદ્ધિ ન મળી. બંને ગિરિનગરે પાછા આવ્યા. //રા
પુત્રના વિરહમાં દીનમુખે કેટલાય દિવસો પુત્રની શોધમાં ગિરિનગરમાં પસાર થયા. છેવટે ધન સાર્થવાહને કહી, સાગરચંદ્ર શ્રેષ્ઠી ઉજૈણી નગરીએ પોતાના ઘેર પાછા આવ્યા. I all આ બાજુ સમુદ્રદત્ત દેશવિદેશ ફરી રહ્યો છે. જ્યારે ધનશ્રી પિતાને ઘરે રહી છે. હવે આગળ શું અધિકાર આવે છે તે સાંભળો. II૪
ઢાળ દશમી (સખરે મેં સખરી કોણ, જગતકી મોહની..એ દેશી) સુનીયે મુનીશ્વર બાત કે, ધનસિરી યા સતી. ધનસિરી યા સતી; સારી આલમમેં સા સમ રૂપ કે, રંભા ન આવતી. રંભા ન આવતી.
મેરે લાલ રંભા મુનિરાજ રંભા સહી રે ચિલાતી સુણો તેરે. ખાવન કિહાં ગયે, ખાવન. મેરે પ્રિતમ બિન દુનિયામેં, ખલક ખાલી ભયે, મેરે લાલ.. ખલક/lll બોલે ચિલાતી ગલકુ, પકડકે વિવાહ કીયા, પકડ. મેંને ખીચ પકાઈ. એક દાના ચાંપી લીયા...એક. ઓરત છોર વદન, છુપાઈ દૂરે ભયા..છુપાઈ. તેરી જુલમ જવાની દિવાની, જલા કર ઓ ગયા...જલા.. જલા //રા નામરદ હોત તજે પરણીને બુરા કીયા...પરણી. રાત લે કર નાગા ભાગા, બુરેસે બુરા કીયા...બુ. કુલવંતી ઘર હોત, પતિ સહ ખેલણા;...પતિ. નહી તો ગુરૂપાસ પઢો, ન કીસીસે બોલના..ન.. સુનીય સતી શીલવંતી, પઢત ગુરૂ કે મુખે...પઢત. બાર વર્ષ ગયે નર ખેદ, ધર્મ કરતી સુખે...ધર્મ. સમુદ્રદત્ત ગિરિપુર, બન આયા ફૂડસે...બન. ધરી કાપડી વેશ બડા નખ. કેશ કુમંડશે, કેશ.... ધન સાર્થવાહ નિજ બાગ. મેં દેખી વંદને....મેં. તરૂઆલ વાલ રખવાલ, રહું શું બોલતે,..રહું. શેઠ કહે ક્યા દેવે, હમેં તમ નોકરી....હમુ વદ સાવિનયંધર નામ, હમું ઉદરંભરી. હમું.../પી