SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ ધમિલકુમાર રાસ ભવજલધિમાં જહાઝ સમ, દીયો સંજમ મહારાજ, ગ્રહણ આસેવન શીખથી, સીઝે વાંછિત કાજ. ||all રાજયભાર સુતને ઠવી, જશોમતિ વિમલા સાથ, ધમ્મિલ સંજમશ્રી વરે, ધર્મરૂચિ ગુરૂ હાથ. I૪ો. ધમ્મિલનો વૈરાગ્ય - ધમિલે પોતાના પૂર્વભવની વાત પૂછી. ગુરુ મહારાજે પૂર્વભવ કહ્યો. જે. સાંભળી ધમિલને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોતાં જ ધમ્મિલ પોતાના ભોગોને રોગ સમાન ગણવા લાગ્યો. અને ચિંતન કરી રહ્યો કે “અહો ! અહો !” આ ભવનું નાટક કેવું? જુઓ આ સંસારના ભવનાટકમાં કેટલીવાર નાચ્યો. સુખ દુઃખ આદિ કર્મનો વિચાર પણ ન કર્યો. રે ! આ સંસાર કેવો? I૧ ધમ્મિલ કહે છે. હે ગુરુદેવ ! ભવરૂપી દાવાનળની ઝાળમાં અનંતીવાર આ જીવ દાઝયો. મારા ભાગ્ય વડે કલ્પવૃક્ષ સરખા આપ અહીં પધાર્યા. તે સ્વામી ! આ સંસારમાં હું ઘણો દાઝેલો છું. મને શીતલ છાયા આપવા માટે આપ જ સમર્થ છો. તેરા હે ભગવંત ! આ ભવરૂપી સમુદ્રમાં જહાજ સરખું ઉત્તમ ચારિત્ર મને આપો. જેથી આસેવન અને ગ્રહણ શિક્ષાથી મારાં મનોવાંછિત સિદ્ધ થાય. ધમ્મિલે જયારે આ પ્રમાણે પોતાની ભાવના દર્શાવી. ત્યારે ગુરુમહારાજ બોલ્યા. હે દેવાનુપ્રિય ! “જેમ તમને સુખ ઊપજે, તેમ કરો. ધર્મકાર્યમાં પ્રમાદ ન કરશો.” ધમ્મિલ કહે...પ્રભુ ! આપ સ્થિરતા કરો. હું આવું ત્યાં સુધી આપ રહો. આ પ્રમાણે કહી ધમિલ પરિવાર સાથે નગરમાં પોતાના આવાસે આવ્યો. વિમળસેનાના પુત્ર પદ્મનાભને રાજ્યાભિષેક કરીને ગાદી ઉપર બેસાડ્યો. રાજયનો કારભાર પુત્રને સોંપ્યો. પ્રધાનમંડળને ભલામણ કરી. પછી રાજાએ પણ જેનો દીક્ષા મહોત્સવ કર્યો. ધમિલે પણ સ્વદ્રવ્ય વડે જિનમંદિરે મહોત્સવ કર્યો. ધમિલની સાથે યશોમતી અને વિમલસેના પણ દીક્ષા લેવા તૈયાર થયાં. આ ત્રણેય સાથે ગુરુ પાસે ગયાં. ધર્મરુચિ મુનિ ભગવંતે ચારિત્ર સંયમ આપ્યો. જા ઢાળ દશમી (રહીયો રે આવાસ દુવાર....એ દેશી) વંદીને વલીયો સવિ પરિવાર, તિહુજણ ગુરુની સાથે વિચરતાજી ગુર રતનાધિક વિનય વિશેષ, રેહેત સમાધિ તત્ત્વ વિચારતાંજી .૧| રાક પર્વત ને પાંચ ઇન્દ્રિયો વિષયથી નિગ્રહે જી લોભને નિગ્રહ નામ નિગ્રંથ, કરણવિશુદ્ધિ ખંતિ ગુણે રહેજી....રી. સંજમ જોગે રગિર ચિત્ત, ભાવ વિશુદ્ધ પડિલેહણ કરે છે, અકુશલ મન વચ કાયનો રોધ, પરિષહ ઉવસગ્ગથી ચિત્ત નવિ ડરેજી .llall ચરણ કરણ દોય સિત્તરી સાર, શાસ્ત્ર અભ્યાસ કરે ઉદ્યમ ભરેજી નવકલ્પી કરે ઉગ્ર વિહાર, દોષ બેંતાલીશ આહારના પરિહરજી....ll૪ો વેયણ ગુરૂવૈયાવચ્ચ હેત, ઇરિયા સમિઈ વળી પ્રાણને ધારણેજી, સંજય કિરિયા જ્ઞાન નિમિત્ત, આહાર કરે છે મુનિ ખટુ કારણેજી...lull
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy