________________
ખંડ - 9: ઢાળ - ૧૦
૪૨૫
સરલ પોતાની પલ્લીમાં પહોંચી ગયો. મુનિની વાતો કાનમાં હૈયામાં વારંવાર ગુંજ્યા કરે છે. વળી એકવાર પોતાના ભિલ્લલોકોની સાથે સરલ એક ગામમાં ધાડ પાડવા નીકળ્યો. જે ગામ લૂંટવાનું હતું, તે ગામની નજીકના જંગલમાં રાત્રિ જઈ વસ્યા. ll૧૩ વનમાં રાત્રિ રહ્યા. અડધી રાત્રે ગામમાં જવાનું હતું. સરલ પોતાના પરિવાર સાથે બેઠો હતો. તે વિચારે ચડ્યો. મુનિ મહાત્માનાં વચનો યાદ આવ્યાં. “બીજાને દુઃખ આપતાં ધર્મ રહેતો નથી.” અરે ! આ તો સર્વ ચોરો હમણાં ગામમાં જશે. લોકોના ઘર લૂંટશે. માલ લઈ આવશે અને સૌ તેને પોતાના ઘેર લઈ જશે. ખાશે. પીશે. હું તો આ સૌનો નાયક. આ સઘળું પાપ મારા માથે ચોંટશે? Il૨૪
તો હવે મારો ધર્મ સાચવવા આ ગામનો ઘાત કરીશ નહીં. વળી આ મારા સાથીદારો સાથે પણ રહીશ નહીં. શું કરવું? વિચારતો, પરિવારને પૂછયા વગર એકાકી છાનો માનો સરલ પલ્લીપતિ પલ્લીની ઘાટી છોડી નીકળી ગયો. હાથમાં જે હથિયાર હતાં તે બધાં ફેંકી દીધાં. શસ્ત્ર વિના એકલો આગળ ચાલી નીકળ્યો. મેરપી સરલ પલ્લીપતિ ત્યાંથી ચાલતો મુનિભગવંતો બિરાજતા હતા તે નગરમાં પહોંચ્યો. ત્યાં મુનિ ભગવંતો (બીજા) મળ્યા. લોભ-ઈર્ષાનો ત્યાગ કર્યો. જીવો ઉપર કરુણા-દયા ભાવ દાખવતો રહ્યો. તે હવે પાપરહિત આજીવિકાને ધારણ કરતો પોતાના આત્માનો ઉદ્ધાર કરવા લાગ્યો. રદી,
ભદ્રિક પરિણામી તે સરલ આ રીતે પોતાનું જીવન ધર્મમાં રહીને વીતાવવા લાગ્યો. આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી સમાધિપૂર્વક મૃત્યુ પામીને તે ધમ્મિલ ! કુશાગ્રપુર નગરમાં સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠીને ત્યાં પુત્રપણે તું અવતર્યો. આજથી તે ત્રીજા ભવમાં જીવદયા પાળી હતી. તે વડે કરીને તે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. તેથી આ ભવમાં તને ઋદ્ધિસિદ્ધિ ઘણી મળી. પાપના ઉદય થકી વચમાં તારું દ્રવ્ય ચાલ્યું ગયું. વળી પુણ્યોદય જાગતાં તારું ધન તને વળી પાછું પ્રાપ્ત થયું. ll૨૭ી તને પિતૃવિયોગ (માત-પિતાનો વિયોગ) થયો. તે વેશ્યાના વ્યસનથી થયો. વળી કષ્ટ પડતાં ગુરુવચને તે તપ ધર્મને આરાધ્યો. તો તું મંત્રીપદ રમણી રાજય સંપદા - અષ્ટમહાસિદ્ધિ આદિ પામ્યો. આ બધું તપ ધર્મના પ્રભાવે પ્રાપ્ત થયું. ll૨૮
ગુરુ ભગવંતનાં વચનો સાંભળી ધમિલ તથા રાજા તેમજ બીજા પણ આનંદ પામ્યા. ધમિલનો પૂર્વભવ સાંભળતાં સૌ તપધર્મની અનુમોદના કરવા લાગ્યા. જ્યારે ધમ્મિલ પોતાના પૂર્વભવની વાતો સાંભળતાં ઘણા ઉંડા વિચારોમાં પડી ગયો. ઊહાપોહ થતાં ધમિલને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે જ્ઞાન થકી પોતાનો પૂર્વભવ જોયો. અને આશ્ચર્યમાં ગરકાવ થયો. હાથ જોડીને ધમ્મિલ ગુરુ મહારાજને કહે છે કે હે પરમતારક ગુરુદેવ ! આપે જે પ્રમાણે મારો પૂર્વભવ કહ્યો છે તે પ્રમાણે યથાર્થ છે મને બધું જ દેખાય છે. સમજાય છે. જીરા છઠ્ઠા ખંડને વિશે સુંદર એવી રસાલ નવમી ઢાળ પૂર્ણ કરતાં પૂ. - શુભવીરવિજયજી મુનીશ્વરે અમૃત સરખો ઉપદેશ આપ્યો. ૩૦
ખંડ - ૬ ની ઢાળ : ૯ સમાપ્ત
-- દોહા :સાંભળી એમ ધમ્મિલ કહે, સુખ દુઃખ કર્મ વિચાર, અહો અહો ભવ નાટક, નાચ્યો જીઉ સંસાર I/૧૫ ભવ દાવાનલ જાલમાં, દાધો વાર અનંત, તિહાં તમે શીતલ છાંયડી, મળીયા મુઝ ભગવંત રા.