________________
ખંડ - ૩ : ઢાળ - ૧૫
૨૧૫
બીલો ઘણા જોયા હશે. પણ સર્પના બિલમાં હાથ નાંખવાથી જ પોતાનો ઘાત થાય છે. સમજી રાખજે. //ર૩ી રાંકડા ! તું મને શું કરવાનો ! હું તો મોટી સતી સજ્જન છું. રાજપુત્રી છું. મેં મારા હાથમાં તરવાર જોઈ નથી. જોવી છે તરવાર. બોલ ! બતાવી દઉં? ૨૪
વળી તારી મા બંટી બાજરા પીસી આપશે. તું રાંધીને રોટલા ઘડીને ખાજે. હા ! બાકી જો તું મારા પગ દબાવી આપે, પગચંપી કરી દે. તો વળી ખાવું પીવું ને નોકરી બધું જ આપું તેમ છું. ૨પા. સિંહની કેસરા કોઈ ખેંચી શકે કદાચ, તો જીવતો રહે ખરો, ખગ લાગે તોયે કદાચ ઘાયલ થાય, બચી જાય, જો અગ્નિ વચ્ચે ઊભો હોય તો હજુ બળી ન શકે. સર્પના મસ્તક ઉપર રહેલો મણી કદાચ કોઈ ગ્રહણ કરી શકે. આ બધાં કામ કઠિન છે. તાલપુટ ઝેર ખાય અને ન મરે તેવું પણ બને. પણ સતીઓના શાપથી કોઈ બચતું નથી. મંત્ર તંત્રને જાણનારા પણ સતીઓના શાપથી બચી શકતા નથી, જીવી શકતા નથી. અને સમજી લેજે કે મારી છાપ એવી છે સમજયો. ૨૬-૨૭માં
ત્રીજા ખંડને વિશે ધમ્મિલ અને કુંવરીના સંવાદ સાથે ચૌદમી ઢાળ કહી. વીરવિજયજી મહારાજ કહે છે સતી મહાસતી ક્યારે ક્યાંયે કોઈનાથી ડરતી નથી. માત્ર શીલના રક્ષણ માટેના જ બધા પ્રયત્નો હોય છે. તે રક્ષણ કરતાં લક્ષ્મી ઘણી મેળવે છે. ૨૮
ખંડ - ૩: ઢાળ - ૧૪ સમાપ્ત
-: દોહા :કુંવર સુણી ચિત્ત ચિંતવે, દ્રવ્ય સહિત મલી નાર, પણ ચિત્ત ભીંજે એહનુંસફલ હુએ સંસાર ના જલગિરિ ભેદે અનુક્રમે, કપટે શત્રુ હણાય; કારજ સીઝે વિનયથી, અનુક્રમે સઘળું થાય. રા. વચન વિવાદ ન કીજીયે, ચલીયે તન મન રીત; અનુક્રમે વશ કીજીયે, ન હોય પરાણે પ્રીત. ilal. વયણે મધુરતા રાખવી, કટુક વચન કરી દૂર, જસ મન ગમતું બોલીયે, તો હોય તેહ હજૂર III. જીભા કર કછોટડી, એ ત્રણે વશ હુંત, સજજન ચાલે મલપતા, દુર્જન કહું કરંત પા. ઉષ્ણ શીતલ વરસાઋતુ, ઝગડો કરતા દેવ; ભૂતલ આવી એક ઘરે, પ્રશ્ન કરે તતખેવ. દll કટુક વચન વહુનાં સુણી, દીપે શિક્ષા સુરતાસ, સાસુ વખાણી તિગ ઋતુ, લહે સુર સુણી ઉલ્લાસ. ISા વસ્ત્રાભૂષણ સાસુને, દીપે દેવો ધરી પ્રેમ, હરખ્યા સુર સ્વર્ગે ગયા, અમે પણ કરશું તેમ. IIટા.