________________
૨૧૪
ધમિલકુમાર રાસ તમાશા જોઈએ. મારું નામ કાબેલ છે. આ અમારું નામ. ઠામ ઠેકાણાં અમારાં વળી કેવાં? I૧૦/
જંગલમાં જેમ રોઝ ભટક્યા કરે તેમ અમે રોઝની જેવા ગામ-જંગલ-ગામ ગામ રખડ્યા કરીએ. અમે રહ્યા ખાખી બાવા. ખાખી લોક જેવા, જયાં જઈએ ત્યાં મોજમઝા કરીએ. અમારે કોઈ નથી સગું કે વહાલું. તો પછી અમારે શોક ક્યાંથી આવે? જંગલમાં કે રસ્તે રઝળતાં તમારી જેવી કોઈ ઓરત
સ્ત્રી મળી જાય તો લાગ જોઈને, હાથવગી કરી લઈએ. પછી બીજા દેશમાં જઈને તેને વેચીને દામ ઊભા કરીએ. તે પૈસાની વળી બે-ચાર ઉજાણી કરીએ. વેશ્યાને ઘેર જઈને મોજમજા કરીએ. /૧૧+૧૨.
ઘરબાર બૈરી વગરના અમારે ખાવાનું તો હાથે પકાવવું પડે. રોટી હાથે બનાવીએ. હમણાં તમે સૌ મળ્યા છો. જો મને રોટી વગેરે દરરોજ બનાવી આપીશ તો તને મારે ઘેર રાખીશ. I/૧૩
ધમ્મિલ અને કુંવરીનો સંવાદ - બંટી-બાવટા હું લાવી આપીશ. ૩ શેર જેટલું હાથથી પીશીને લોટ બનાવવનો. જે લોટથી આપણા ત્રણ જણની રોજી ચાલશે. આ જે મેં કહ્યું તેમાં ફેરફાર નહીં થાય. પણ તું મારે ઘેર આવીને રહે તો. /૧૪ો ધમ્મિલની વાત સાંભળી કુંવરી એકદમ અકળાઈ ગઈ. અને કહેવા લાગી. રે ! જા રે ! હરાયા ઢોર જેવા. તારા બોલ તો જો. દાઝયા ઉપર મીઠું (લૂણ-ખારુ મીઠું) ભભરાવ્યા જેવા છે. તું તો નિષ્ફર લાગે છે. રે ! મૂઆ, તારો વેશ - તારી ફકીરીયે મૂઈ બળી ગઈ. રે ! તું મૂઆ કોણ છે? તારી જિંદગી પણ બળી ગઈ. //પી રે ! આ તારી આંખો તો જો ! કેવી લાલઘૂમ છે જાણે કે જલતી મશાલ જોઈ લ્યો. હું તો મોટા ઘરની દીકરી છું. તને ખબર નહીં હોય. રે ! તું તે કેવો હાલી મવાલી જેવો છે. રે ! હાલી મવાલી ! આવું બધું બોલતાં શરમાતો યે નથી. //૧દી તારો દેખાવ તો જો. તું જ ભૂત જેવો છે. પછી તો ભૂત યક્ષ પિશાચના દેવમંદિરોમાં જ વસેને ! ત્યાં જ રખડતો રહેને ! હે રાંક ! તું જબરો તો તારા ઘરનો. અમારે શું લેવાદેવા? II૧૭થી
કંઈ ભણ્યો ગણ્યો નથી. તો શાસ્ત્રકળા તો ક્યાંથી આવડે ? તારો ધંધો ઢોર ચરાવવાનો એટલે તું પણ ઢોર જેવો જ ને ? મારે ઘેર તો ગોવાળિયા ઘણા ને ઢોર પણ ઘણાં પણ તારા જેવા કોઈ ચોર નથી. II૧૮ પેલા મૂરખા જેવો જ તું મહામૂરખ છે. રાજકચેરીએ મૂરખા ભેગા થયા. ત્યાં તેમણે હાથીને જોયો. મૂરખાઓ હાથીના મુખને જુએ છે. પણ મુખ જોવા મળતું નથી. આગળ પાછળ બંને જગ્યાએ આને તો પૂંછડાં છે તો આને મુખ જ નથી. બંને મૂરખાની વાત હાથીના મહાવતે છાની રીતે પાછળથી સાંભળી લીધી. આગળ આવીને મૂરખાઓને પડકાર કર્યો રે ! તમે આ શું કર્યું ? મારા હાથીનું મોટું તમે લોકોએ લઈ લીધું છે. એ મોટું પાછુ આપો નહિ તો રાજ દરબારે ફરિયાદ કરીશ. આ વાત સાંભળી મૂરખાઓ કરગરવા લાગ્યા. તમે રાજદરબારે ન જશો. જોઈએ તો તમને પૈસા આપી દઈએ. મહાવતે મોં માંગી લાંચ લઈ લીધી. મૂરખાઓએ આપી દઈને, ત્યાંથી જલ્દી પલાયન થઈ ગયા. આ જોઈને તેઓની હાંસી લોકોએ ઉડાવી. ઘણું હસ્યા પણ મૂરખાને કંઈ અસર થાય? ન જ થાય. બુદ્ધિ જ ન હોય..તે તું પણ તેની જેમ વિદ્યા વિનાનો તેઓની જેમ મૂરખમાં શિરદાર છે. /૧૨ના
રે ! હરામખોર વ્યસની ! તારી જિંદગી તો ધૂળમાં ગઈ. તારાં સ્વજનો તો તારા સંગને દૂરથી છોડી દે છે. તારી પાસે પૈસા પણ ટકી શક્યા નથી. તો તારી પાસે કોણ આવે? તા૨૧ જોગી - જોગટાઓની જેમ જંગલમાં રખડતાં તારે તે વળી શોક શો? હોય પણ કોનો? ચિંતા ચતુર માણસોના હૈયે હોય. સમાજની વચ્ચે રહેનારને ચિંતા હોય. એકલો ભટક્યા કરે. પછી તારે ચિંતા ન જ હોય. //રરા .
જે પોતાની બૈરીને વિદેશમાં જઈ વેચી આવ્યો. તે ક્ષત્રિયજાતિનો ન હોય. ગામ જંગલોનાં ઉંદરના