________________
ખંડ - ૩ઃ ઢાળ - ૧૪
૨૧૩
• લુંચે હરિકી કેસરા રે, લગે ખડ્રગને ન ધાય;
જલણ બિચે કોઉ ના જલે, મણિ ફણીકા પ્રહાય...જલ...ર૬ તાલપૂટે કોઈના મરે રે, પણ સતિકા શાપ, જીવે ન મંત્ર વિદ્યાધરા, એસી મેરી બી છાપ..જલારા. ખંડ ત્રીજે સંવાદની રે, કહી ચઉદમી ઢાળ;
વીર કહે સતી ના બીહે, લહે લક્ષ્મી વિશાલ....જલ.....l/૨૮માં. કુંવરે પણ ધાવમાતાની વાત સાંભળી. વળી દેવવચનની પરીક્ષા કરવા માટે કપટપૂર્વક કહેવા લાગ્યો. “કામરૂ નામનો અમારો દેશ છે અને એ અમારા દેશમાં નવનવા વેશ ધારણ કરીને અમે એકલાં એકલાં આમતેમ ફર્યા કરીએ છીએ. આ અમારી ફકીરી કરવામાં વળી દુઃખ શું હોય? ||૧ી કામરૂ દેશમાં હરિપુર નામનું શહેર છે. તે શહેરનો હું એક ખેડૂત છું. મારે માત-પિતા નથી. હું નાનો હતો ત્યારે મારાં માતાપિતા પરલોકે સિધાવ્યાં. વળી આમ તેમ આથડતાં મોટો થયો. પણ સ્ત્રીનો જુલમ સ્વીકાર્યો નથી. નકામો એ સંતાપમાં કોણ પડે. દુઃખી થઈ જવાય. /રા - હું તો ફક્કડ ગિરધારી માણસ છું. સગા સણેજા (સ્નેહી સંબંધી)નાં કે કાકા-મામાને ઘેર કયારેય જતો નથી. મા-બાપ વિનાના એવા મારી ઉપર આ લોકો જુલમ ગુજારે છે. જયાં જયાં જાઉં ત્યાં હું મારા હાથે ખાવાનું બનાવું. કોઈક ગામનાં લોકો પણ મને ખાવાનું આપે. અમારું પેટ અમે ભરી લઈએ. //al અમારું નહાવાનું કે ધોવાનું ૬-૬ મહિને કરીએ છીએ. અર્થાત્ ૬ મહિને સ્નાન કરીએ અને છ મહિને કપડાં ધોઈએ છીએ. કારણ કે એક ગામથી બીજા ગામે જતાં અને ખાવાપીવામાં સમય પૂરો થઈ જાય. પછી નહાવાનો કે ધોવાનો તો સમય મળતો નથી. //૪ll.
ગામ નગરોની બહાર રહેલા યક્ષ-ભૂત-પ્રેત કે શેતાનનાં દેવળો કે મંદિરોમાં રાતવાસો રહીએ. અને દિવસે દિવાનો થઈને ગામ પાદર વન જંગલોમાં રખડ્યા કરું. ફર્યા કરું. આ મારી કહાની. બોલો હવે આગળ શી વાત કરું? //પી. વળી બીજી કળાઓ અમને આવડતી નથી. બુદ્ધિનો ગમાર છું. વનમાં 'હોઉં તો વનના મોરની કળાને જોયા કરું. આ એક કળાની વાત જાણું. બીજું કંઈ આવડતું નથી. //l. - ઘણાં શાસ્ત્રો ભણનાર કરે શું? લવારો કરનાર લવરીખોરની માફક બકબક કર્યા કરે. બકવાટ જ કરતો હોય. અમે તો રહ્યા ગોવાળ. ઢોર ચરાવવાવાળા અમારે લવારો કરનારાઓની સાથે શું સંબંધ. અમે તો રોજ રોજ ઢોર ચરાવી જાણીએ. બીજું કંઈ અમને આવડે નહિ. કા વળી સાંભળો ! હોળીધૂળેટીનું પરવ આવે, ત્યારે આ અમારાં જે ઢોર હોય તેમાંથી થોડાંક વેચીને દામ ઊભા કરીએ. હજાર કે તેથી પણ વધારે પૈસા ઊભા કરીએ. પરવ-તહેવારમાં જુગાર ખેલીએ. તે બધા પૈસા જુગાર રમવામાં જાય. તેમાંનો એક પૈસો અમારા માટે વાપરીએ નહીં. ભૂખ્યા મેરીએ પણ જુગારમાં પાછા ન પડીએ. તહેવારમાં રમીએ અને મોજમસ્તીમાં આનંદ માનીએ. ll
અને માલિકને ખબર પડી ગઈ તો તો ફરીથી ઢોર ચરાવવા આપે જ નહીં. કારણ કે મેં પૂછ્યા વિના બે-ચાર ઢોર વેચી દીધાં હોય. પછી માલિક આપે ખરો? અમારા આવા પ્રકારના ધંધાથી તે ગામમાં
કોઈ નોકરીએ ન રાખે. પૈસો કે કોડી બદામ પણ પાસે ન હોય. પણ હા ! કદી ભીખ ન માંગીએ. - હા ! અમે તો એવા. lલા પૈસા વિનાના અને બીજું કરીએ પણ શું? ગામ ગામ રખડીએ. નાટક