________________
૨૧૬
ધમિલકુમાર રાસ
ધાવ કહે બેટી સુણો, પંથે કરી થિર ચિત્ત, એ નર સાથે ચાલવું, આપણ કાર્યનિમિત્ત. lલા રણ ઉતરી ચંપા જઈ, કરશું સઘલો તોલ; તુઝ ઈચ્છાયે સંપ્રતિ, કઠુઆ વચન ન બોલ. //૧૦ના એમ સુણી મૌનપણે રથે, બેઠા બેહુ સુજાણ;
કુંવર હુકમ કુમરી તણે, જોતરીયા કેકાણ. I/૧૧l કુંવરીની વાત સાંભળી, ધમિલ મનમાં ચિંતવવા લાગ્યો. દ્રવ્ય સહિત નારી તો મળી. પણ સીધી મળી જાય તેમ નથી. પણ જો એનું હૃદય પીગળે, ભીંજાય, કુમળા મનની થાય તો વળી મારું કામ થાય. અને એમ કરતાં જો મારા પાસા સીધા પડી જાય તો મારો સંસાર સલૂણી સવાર જેવો સફળ થાય. /૧|| . પર્વતને ઓગાળવો પીગળાવવો રમત વાત નથી. પાણીનો સતત પ્રવાહ પર્વતને ભેટે છે. કપટ કરીને શત્રુને હણી નંખાય છે. વળી વિનયથી પણ અઘરા, કઠિન કાર્યો સિદ્ધ થાય છે. તો આ સ્ત્રીને મેળવવી હોય, પોતાની બનાવવી હોય તો વિનય જાળવીશ. વિનય કરીશ. તો એકપછી એક મારાં સઘળાં કાર્યો સિદ્ધ થશે. વિનયથી સ્ત્રીને જીતી શકીશ. //રા.
ઘણું બધું મને કીધું છે પણ તેનો જવાબ આપીને મારે વાદવિવાદ કરવો નથી. વાદવિવાદમાં ઊતરવું નથી. પણ તેના મનને અનુકૂળ જે રીતે કહે તે રીતે ચાલીએ. તે કહે તેમ કરવામાં ક્રમે કરીને હું તેને વશ કરી શકીશ. કોઈની સાથે ક્યારેય પણ પરાણે પ્રીત ન થાય. ૩. તેની સાથે વાત કરવામાં મીઠાશ રાખીશ. મધુરતા દાખવીશ. કડવાં વેણ ક્યારેય બોલવાં નહીં. તેણીને જે ગમતું હશે તે રીતે વાણી, વર્તન, વ્યવહાર દાખવીશ. તો હું જરૂર તેણીને મારી કરી શકીશ. હું તેને વશ કરી શકીશ. IIો.
જીભ-હાથ-કછોડી - આ ત્રણેયને જેણે વશ કર્યા હોય અર્થાત્ - જીભ - રસનેન્દ્રિય, જેની કાબૂમાં હોય, પોતાની આવક પ્રમાણે ખર્ચ કરતો હોય. પોતાની શક્તિ પ્રમાણે પોતાના હાથે દ્રવ્યનો ખર્ચ કરતો હોય. ત્રીજું જેનું ચારિત્ર ચોખ્યું હોય તેવાં માણસો જગતમાં સજ્જન ગણાય છે. હાથીની જેમ નિર્ભિક મલપતાં આવતાં હોય છે. પાછળ દુર્જનો ગમે તેટલી નિંદા કરતા હોય તો પણ તેને કશી પરવા હોતી નથી. દુર્જનો તેને કશું જ કહી શકતા નથી. //પા જો જીવનમાં મીઠાં વચનો જ બોલાતાં હોય તો તેની ઉપર દેવો પણ ખુશ રહે છે.
ઋતુની કથા - એકવાર ઉનાળો - શિયાળો અને વર્ષાઋતુ - (ચોમાસું) આ ત્રણ દેવો આપસ આપસમાં ઝઘડવા લાગ્યા. તેનો ન્યાય કરવા -કરાવવા તે ત્રણે દેવો દેવલોકમાંથી મનુષ્યલોકમાં આવી કોઈ એકના ઘરે જઈને પ્રશ્ન કર્યો. “ત્રણ ઋતુમાં કઈ ઋતુ વધારે સારી ?” IIી
જેના ઘરે પ્રશ્ન પૂછ્યો તે ઘરમાં સાસુ-વહુ બે જણાં જ હતાં. તેમાં વહુ બોલી – “એકેય ઋતુ સારી નથી.” ઉનાળો બાળે - શિયાળો ઠારે - ચોમાસું પલાળે – જયાં ત્યાં કાદવકિચડ જ હોય. શું કરવાનું ? તે સાંભળીને ત્રણેય દેવોએ વહુને શિક્ષા કરી. જયારે સાસુએ કહ્યું કે ત્રણેય ઋતુ સારી. ત્રણ ઋતુના સાસુજીએ વખાણ કર્યાં. ઉનાળામાં બગીચામાં ફરવા મળે. ઠંડુ પાણી પીવા મળે. આછાં આછાં કપડાં પહેરવા મળે. જ્યારે શિયાળામાં ગરમ મસાલાથી ભરપૂર સાલમપાક આદિ ખાવા મળે. વર્ષાઋતુમાં લીલુંછમ વાતાવરણ. પૃથ્વી - ધરતી માતાએ લીલી લીલી ચાદર ઓઢી ન હોય એવું રળિયામણું વાતાવરણ જોવા મળે. આ રીતે ઋતુના વખાણ સાંભળી દેવો રાજી રાજી થયાં. સાસુ ઉપર