________________
ખંડ - ૩ : ઢળ - ૧૫
૨૧૦
ઓવારી ગયા. દેવોએ પ્રેમથી સાસુને વસ્ત્ર - આભૂષણો આપ્યાં. અને તે સૌ દેવો પોતાના સ્થાને ચાલ્યા ગયા. હું પણ એ પ્રમાણે કરીશ. આ રીતે ધમિલ વિચાર કરતો હતો. દા.
હવે ધાવમાતા કુંવરીને કહે છે બેટી ! સાંભળ ! ચિત્તને સ્વસ્થ તથા સ્થિર કરીને રાખ. આપણો દેશ છોડીને પરદેશમાં આવ્યા છીએ. આ અજાણ્યા માર્ગમાં એક પુરુષ સાથે હોય તો વધુ સારું. આપણે કંઈપણ કામ હોય તો તે કામમાં આવે. આપણું કામ થઈ જાય. IIT વળી આ રસ્તો વિકટ છે. અજાણ્યો માર્ગ છે. માટે શાંતિ રાખ. આ રણ-જંગલ વટાવીને ચંપાનગરી પહોંચ્યા પછી બીજો બધો વિચાર કરશું. તારી ઈચ્છા હશે તે પ્રમાણે કરશું. પણ હમણાં કડવાં વેણ બોલીશ નહીં. /૧૦
ધાવમાતાની વાત સાંભળી. કન્યા મૌન રહી. માની વાત રુચી. ગમી. તેથી બીજું આડું અવળું બોલવાનું બંધ કરીને રથમાં તે બંને બેઠાં. કુંવરીએ આદેશ કર્યો કે હવે રથને હંકાર. તે સાંભળી ધમ્પિલે ઘોડા લઈ આવી, રથને તૈયાર કર્યો. ઘોડા જોડ્યા. /૧૧/
ઢાળ પંદરમી . (સુંદર પાપસ્થાનક તો સોળમું.એ દેશી) સુંદર કુંવરે રથ હલકારીયો, જાતાં પંથ વિચાલ હો, સુંદર એક વનમાં જઈ ઉતર્યાં, દેખી સરોવર પાલ હો,
સુંદર તપ મહિમા મન સહે. ..વા સુંદર ભોજન વેળા ત્યાંહાં થઈ, રસવતી ધાવ નીપાય હો, સુંદર સ્નાન ભોજન કરી સહુ જણાં, રથ બેસી કરી જાય હો. સુંદર...રા.. સુંદર નિર્ભય નદીયો નિહાળતાં, ગિરિવર વન આરામ હો, સુંદર પાછલે પહોરે પામીયો, ચરમા નામે ગામ હો...સુંદર...llall સુંદર કુંવર કહે દોય નારીને, રહેજો તુમે વનમાંહી હો, સુંદર ઠામ ઉતારાનું કરી, વેગે આવીશ આહી હો..સુંદર...Iકો સુંદર એમ કહી રથ સાથે ઠવી, ગામમાં ચાલીયો કુમાર હો, સુંદર ગામનો સ્વામી દેખીયો, પરવરિયો પરિવાર હો....સુંદર.../પા સુંદર અશ્વ ગ્રહી ઉભા સહુ, કુંવરે દીઠા તામ હો, સુંદર ગામધણીને પૂછતો, કુંવર કરીય સલામ હો... સુંદર...૬ll સુંદર દરદ કિશું છે કિશોરને, શ્યો પ્રતિકાર જ કીધ હો; સુંદર તે કહે ક્ષેત્રફૂપે ગયા, તિહાં લોહકંટક વિદ્ધ હો...સુંદર...Iછા સુંદર નહીં કોઈ ઈહાં પ્રતિકારીયો, શલ્ય છે પેટ મઝાર, હો; સુંદર જો જાણો તો સજજ કરો, માનશું તુમ ઉપકાર હો....સુંદર...Iટા સુંદર ક્ષેત્રની માટી અણાવતો, જોઈ કુંવર તેણી વાર હો; સુંદર તન લેપો ઘડી દો પછે, સૂકો અંગુલ ચાર હો... સુંદર...લા