________________
૨૧૮
ધમિલકુમાર રાસ સુંદર ફેરવ્યો ચમક સકલ તન, તે પણ ઠરીયો ત્યાંથી હો; સુંદર ફાડી પ્રદેશને કાઢીયો, શલ્ય દીયો કરમાંહી હોસુંદર...૧ના સુંદર વ્રણ સંરોહિણી ચોપડી, સજજ કીયો તુરગેશ હો; સુંદર ગ્રામેશ તૂઠો પૂછતો, ભાઈ જવું કિયે દેશ હો સુંદર...I૧ના સુંદર ધમિલ કહે પૂર્વદિશે, પણ છે માણસ બાર હો, સુંદર ગ્રામેશ સુણી આગ્રહ કરી, તેડી લાવ્યા તેણી વાર હો....સુંદર./૧રા. સુંદર વરવસતીયે ઉતારીયાં, રથ ઘોડા પણ પાસ હો; સુંદર સેવા ભક્તિ બહુ સાચવે, રાત્રિ વસ્યા સુખવાસ હો..સુંદર.../૧૩ સુંદર વંછિત નર અણ પામવે, ઉજાગરો ભર ખેદ હો, સુંદર સૂતી કુંવરી નિદ્રા ભરે, પૂછે કુંવર તસ ભેદ હો... સુંદર...I૧૪, સુંદર વાવ કહે માગધપુરે, અરિદમણ ભૂપાલ હો; સુંદર વિમલા નામે તસ સુતા, રૂપકળા ભંડાર હો...સુંદર...I૧પા સુંદર ધાત્રી હું કમલાભિધા, મુજ સાથે બહુ નેહ હો; સુંદર નિર્દય નર દેખી કરી, થઈ નરષિણી તેહ હો...સુંદર.../૧લી સુંદર જેમ તેમ નર દેખી લવે, પામી જોબનવેશ હો, સુંદર રાજમારગ કરી મહેલમાં, રાખે પુત્રી નરેશ હો સુંદર.../૧ણી સુંદર અન્યદિન પુર વાસિયો, સમુદ્રદત્ત સથ્થવાહ હો, , સુંદર તસ સુત ધમિલ નામ છે, ગુણકલા રૂપ અથાહ હો... સુંદર...I૧૮ સુંદર પંથે જતો તે દેખીને, અંગે વ્યાપ્યો કામ હો; સુંદર રક્ત થઈ સખીયો પ્રત્યે, પૂછી તેહને ધામ હોસુંદર.../૧લી. સુંદર મોકલી સખી તસ એમ કહે, પરણો સ્વામિની મુઝ હો; સુંદર ધમ્મિલ કહે હું વાણીયો, ન ઘટે વાત એ ગુઝ હો...સુંદર...રવા સુંદર કેમ પરણુ નૃપનંદિની, કહે સખી પરણો એકાંત હો; સુંદર પરદેશે જઈ બેઠું રહો, નહિ તો કરે તનુઘાત હો સુંદર..ર૧/l સુંદર વળતું દયાયે તે કહે, જો છે વિમલા પ્રેમ હો; સુંદર ભૂતઘરે અમો આવશું, સંકેત કીધો એમ હો....સુંદર...રરા સુંદર સખીવયણે વિમલા તિહાં, પૂછે મુઝને વાત હો, સુંદર મેં ધાર્યો નર નવિ ગમે, એહ કિશ્યો ઉત્પાત હો સુંદર...//all, સુંદર તસ મનગમતું મેં કહ્યું, જુગતે જોડ એ હોય હો, સુંદર રથ બેસી નિશિ આવીયાં, ભૂતઘરે અમે દોય હો....સંદર...ારા