________________
ખંડ - ૩ : ઢાળ - ૧૫
૨૧૯
સુંદર તેહ સોભાગી ન આવીયો, દૈવ સંયોગે ત્યાંહિ હો; સુંદર મેં બોલાવ્યો બોલીયો, તેણે નામે તું માંહી હો....સુંદર...॥૨૫॥ સુંદર તેણે રાગે તુઝ દેખીને, કદરૂપ પામી ત્રાસ હો,
સુંદર મુઝ વયણે આવી ઈહાં, સૂતી નાખી નિસાસ હો....સુંદર...॥૨૬॥ સુંદર કમલા વચન કુંવરે સુણી, નિજવીતક કહે તાસ હો;
સુંદર કુંવર કહે કર જોડીને, મુઝ એહશું ઘરવાસ હો....સુંદર...૨૭ના સુંદર મુઝ વશ કરવી તુમ ઘટે, ભલું ન તુમ ઉપકાર હો;
સુંદર સુખભર સૂતાં બેહુ જણાં, કરી નિજ કોલ કરાર હો....સુંદર...॥૨૮॥ સુંદર ત્રીજો ખંડ પૂરણ થયો, પત્નરમી તસ ઢાલ હો,
સુંદર વીર કહે શ્રોતાઘરે. હોજો મંગલ માળ હો....સુંદર...॥૨૯॥ કુંવરીના હુકમથી ધમ્મિલે રથ હંકાર્યો. સડસડાટ રથ વેગથી ચાલવા લાગ્યો. જતાં રસ્તામાં એક વન મળ્યું. ત્યાં થોડુંક આગળ સુંદર સોહામણું વાતાવરણ હતું. જ્યાં સરોવરનાં પાણીની લ્હેરો ઊછળતી હતી. વિશ્રામ લેવા તે ત્રણે જણાં સરોવરની પાળે ઊતર્યાં. ધમ્મિલ મનમાં કંઈને કંઈ વિચારતો જ હોય. તેને તપની શ્રદ્ધા અને તેનો મહિમા મનમાં ગુંજી રહ્યો હતો. ॥૧॥ બપોર થવા આવી હતી. ભોજનવેળા પણ થઈ ચૂકી હતી. થોડો આરામ કરીને ધાવમાતાએ રસોઈ બનાવી. સરોવરના પાણીએ સ્નાન કર્યું. ત્રણેયે ભોજન કર્યું. વળી ઘડીક આરામ કરી સહુ રથમાં બેઠાં. મ્મિલે ૨થ હંકાર્યો. માર્ગ કપાવા લાગ્યો. ॥૨॥ ત્રણેય નિર્ભય હતાં. રસ્તામાં આવતી નદીઓ નિહાળતાં. વળી વનમાં પર્વતમાળા, વનની ઝાડીઓ, બગીચા વગેરે નિહાળીને આગળ જઈ રહ્યાં છે. દિન ઢળવા આવ્યો હતો. પાછલા પહોરે આગળ જતાં રથ ‘ચરમા' નામના ગામે પહોંચ્યો. II3II ધમ્મિલે તે બંને સ્ત્રીઓને કહ્યું. તમે હમણાં ૨થમાં બેસજો. હું ગામમાં જઈ ઉતારાનું સ્થાન જોઈ નક્કી કરીને જલ્દી પાછો આવું છે. ।।૪।
ધમ્મિલ અને ગામનો મુખી :- આ પ્રમાણે ધમ્મિલે રથને રસ્તાની બાજુ મૂકી દીધો અને સ્થાન શોધવા તે ગામમાં ગયો. ગામનો સ્વામી - મુખી પરિવારથી પરિવરેલો, ઉદાસ મનવાળો જોવામાં આવ્યો. દુ:ખી હોય તેવો મુખી દેખાયો. IIII બધા સ્વજનો એક ઘોડાને પકડીને ઊભા હતા. તે સૌ આ પરદેશી સામે જોવા લાગ્યા. કુંવરે પણ ગામના મુખીને સલામ ભરી. II૬॥ પછી કુંવરે પૂછ્યું. “આ ઘોડાને શું કોઈ રોગ થયો છે ? જો કોઈ રોગ થયો હોય તો કોઈ ઈલાજ કર્યો છે ખરો ? તે સાંભળી મુખી બોલ્યા. આ ઘોડો અમારા ખેતરના કૂવે ગયો હતો. જ્યાં જતાં લોહ-લોખંડના કંટકથી (ખીલી કે કોઈ વસ્તુ) વિંધાણો છે. IIII આ ઘોડાના પેટમાં શલ્ય છે, પણ તેનો ઈલાજ કરનારો અહીંયાં કોઈ નથી. તેથી અમે સૌ ચિંતામાં છીએ. જો તમે કંઈ જાણતા હો, સાજો કરી શકો તો તમારો મોટો ઉપકાર માનશું. ॥૮॥
ગામના ધણીની વાત સાંભળીને કુમારે ખેતરની માટી મંગાવી. તે માટીને ભીની કરીને ઘોડાના શરીરે લેપ કર્યો. ઘણો જાડો લેપ કર્યો. તેમ કર્યાને ઘડી બે ઘડી સુધી સૂકવવા દીધી. પછી કુમાર જોવા લાગ્યો. એક જગ્યાએ ચારથી પાંચ આંગળ જેટલો લેપ સૂકાઈ ગયો હતો. IIII અશ્વ રોગમુક્ત કરવા. કુમારે ચમકપાષાણ મંગાવ્યું. તેના આખા શરીરે લોહચુંબક ફેરવ્યું. તો ચમકપાષણ પણ ત્યાં આગળ