________________
૨૨૦
ધમ્મિલકુમાર રાસ
સૂકી માટી આગળ જ ચોંટી ગયું. જે જગ્યાએ ચમક પાષાણ અટક્યો તે જગ્યા ફાડીને તે લોહકંટકનું શલ્ય કાઢીને ગામધણીના હાથમાં આપ્યું. ॥૧॥
અને ઘા ઉપર વ્રણસંરોહણી ઔષધિ તરત જ લગાવી દઈ, ઘા રૂઝવી દીધો. ઘોડાને રોગરહિત કર્યો. આ જોઈને પોતાનો ઘોડો રોગ રહિત થતાં આનંદ પામેલા મુખીએ કુમારને પૂછ્યું. “ક્યાંથી આવ્યા ? અને આગળ ક્યાં જવાના ?” ॥૧૧॥ ધમ્મિલે કહ્યું - પૂર્વદિશા તરફ જવાના ભાવ છે. અમારી સાથે કાફલો છે. જે છે તે સૌ ગામ બહાર પાદરે બેઠાં છે. મુખીએ આ વાત સાંભળી, તરત પોતાના માણસોને ગામ પાદરે લેવાને મોકલ્યા. રથ સહિત તે બંને સ્ત્રીઓ ગામમાં ધમ્મિલ જ્યાં હતો ત્યાં આવી પહોંચી. ૧૨
મુખીએ તે સૌને શ્રેષ્ઠ એવા મકાનમાં ઉતારો આપ્યો. સાથે ઘોડા-૨થ પણ પોતાની પાસે રહી શકે તેવી જગ્યાએ જ ઉતાર્યા. ઘણા આદરભાવથી સેવાભક્તિ કરે છે. ખાન-પાન વગેરે માનથી આપે છે. સઘળી સામગ્રી પ્રેમપૂર્વક આપે છે. તે સ્થાનમાં રાતવાસો રહ્યાં. ।૧૩।। કુમરી ઈચ્છિત પુરુષ નહીં મળવાથી ખેદ પામેલી હતી અને તે કારણે ઉજાગરાથી, તે માનસિક થાકથી થાકેલી કુંવરી અહીંયાં નિરાંતે ઉંઘી ગઈ. ભરનિદ્રામાં સૂતેલી કુમરીને જોઈ ધમ્મિલ ધાવમાતાને કુંવરી વિષે પૂછવા લાગ્યો. ૧૪]
કુંવરીની ઓળખાણ ઃ- ધાવમાતા પણ કહેવા લાગી. રે પરદેશી કુમાર ! માગધપુર નામના નગરે અરિદમનરાજા છે. તે રાજાને રૂપના ભંડાર સરખી આ કુંવરી છે. તેનું નામ વિમળા છે. ।।૧૫।
જ્યારે હું તો તેની ધાવમાતા છું. મારું નામ કમલા છે. નાનપણથી મેં તેને ઉછેરી છે. તેથી મારી પ્રત્યે આ કુંવરીને અપાર સ્નેહ છે. એકદા નિર્દય પુરુષને જોઈને તે પ્રત્યે તિરસ્કાર-ઘૃણા પેદા થઈ. ધીમે ધીમે તે કુંવરી નહેષિણી થઈ. ।।૧૬। જ્યારે પણ કોઈ પુરુષને જુએ ત્યારે જેમતેમ બોલે છે. “અહો ! પુરુષો નિર્દયી - સ્વાર્થી, ચપળ ચિત્તવાળા જ હોય છે. માટે તેવા પુરુષથી સર્યું.” જ્યારે જ્યારે કોઈ પુરુષને જુએ છે ત્યારે ઘા ઉપર મીઠું ભભરાવ્યાંની જેમ હૃદયમાં દુઃખી થઈને આ રીતે લવ્યાં કરે છે. યૌવનના ઉંમરે આવી પણ કોઈ પુરુષનું આકર્ષણ થતું નથી. યોગ્ય ઉંમરની છતાં આ નદ્રેષિણી કેમ થઈ ! રાજા વિચારમાં પડી ગયો. અને રાજાએ પુત્રીને દ્વેષપણું ઓછું થાય તે માટે રાજમાર્ગની વચ્ચે રાજમહેલમાં પુત્રીને રાખી. ।।૧૭।
આજ નગરમાં વસતો સમુદ્રદત્ત ઘણો મોટો વેપારી - સાર્થવાહ છે. તેને ગુણ-કળાથી શોભતો રૂપવાન એવો ધમ્મિલ નામનો પુત્ર છે. એક દિવસ આ રાજમાર્ગે થઈને ધમ્મેલને જવાનું થયું. ।।૧૮। જ્યાં રાજમહેલ રહેલો છે તે માર્ગેથી જતાં ધમ્મિલને જોઈને આ કુંવરી વિમળાને કામ વ્યાપ્ત થયો. ધમ્મિલમાં રક્ત થયેલી વિમળા સખીયોને કહેવા લાગી કે અહીંથી જે પુરુષ ગયો તેનું ઘર ક્યાં છે ? ત્યાં જઈને તેને જાણ કર કે મારી સ્વામિની તને મળવા માંગે છે. ।૧૯। તેની સખી ધમ્મિલને ઘરે પહોંચી ગઈ. ધમ્મિલને મળી. પોતાની સ્વામીની વાત કરે છે. મારી સ્વામી-રાજાની કુંવરી છે. જેનું નામ વિમળા છે. તે તમને ઝંખે છે. માટે આપ તેણીની સાથે લગ્ન કરો. મારી સખીને સુખી કરો. ધમ્મિલ તે વાત સાંભળીને કહે છે. એ વાત કેમ બને ! હું રહ્યો વાણિયો વેપા૨ી. જ્યારે એ તો રાજાની કુંવરી. આ લગ્ન કે સંબંધ ન સંભવે. આ વાત છાની થોડી રહે ? આ રીતે કરવું ઉચિત નથી. II૨તા માટે કહું છું રાજકુંવરીને હું પરણી ન શકું. સખી કહેવા લાગી. તમે એકાંતમાં (છાનાં) લગ્ન કરી લ્યો. અને પરદેશમાં જઈને બંને રહો. જો આ પ્રમાણે ન કરો તો મારી સખી વિમલા આપઘાત કરશે. ।।૨૧।।
વાણિયાનો દીકરો...દયાળુ જ હોય. દયાના દાવથી તે કહે છે. તારી સખી આપઘાત ન કરે. તું કહેજે તેને કે “જો તેને મારી ઉપર એટલો બધો પ્રેમ છે તો યક્ષના મંદિરે અમે આવશું.” આ પ્રમાણે કુંવરીને સંકેતનો જવાબ મોકલ્યો. ।૨૨।। તરત સખી ત્યાંથી પાછી ફરી વિમળાને સર્વ વાત જણાવી. સખીની વાત સાંભળીને